ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

પચ્ચીસ ટન રેતી સાથે પકડાયેલા ટ્રકના પ્રકરણમાં નોંધાવાઈ ફરજ રૃકાવટની ફરિયાદ

જામનગર તા.૧૧ ઃ અલિયાબાડા પાસેથી બુધવારે ખાણખનીજના અધિકારીઓએ પચ્ચીસ ટન રેતી ભરેલા ડમ્પરને પકડયા પછી ગઈકાલે માત્ર ફરજ રૃકાવટની પોલીસમાં ફરિયાદ નોંધાવતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા અલિયાબાડા પાસેથી બુધવારે બપોરે ખાણખનીજ ખાતાના પેટ્રોલિંગમાં રહેતા સ્ટાફે ત્યાંથી પચ્ચીસ ટન રેતી ભરીને પસાર થતા જીજે-૧૩-એટી ૯૯૮ નંબરના ડમ્પરને રોકાવી તેના ચાલક અને સાથે રહેલા ડમ્પરના માલિક યુવરાજસિંહ રવિરાજસિંહ જાડેજા પાસે રેતી ક્યાંથી ભરી વગેરે પ્રશ્નો પૂછયા હતા. આ વેળાએ ડમ્પર ચેક ન કરતા તેમ કહી ડમ્પરના ચાલક તથા યુવરાજસિંહએ ગાળો ભાંડી હતી અને ટોમી સાથે નીચે ઉતરેલા યુવરાજસિંહએ ખાણખનીજના અધિકારીઓને ધમકી આપી તેઓની ફરજમાં રૃકાવટ કરી હતી.

આ બાબતની ગઈકાલે બપોરે ખાણખનીજ કચેરીના કર્મચારી અશોક ભીમજીભાઈ ચૌધરીએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૮૬, ૩૩૨ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

આ પ્રકરણમાં બનેલી કેટલીક બાબતો ચર્ચાના ચકડોળે ચડી છે. બુધવારે સાંજે રેતી ભરેલું ડમ્પર ખાણખનીજના અધિકારીઓએ પકડી લીધા પછી છે......ક ગઈકાલે બપોરે માત્ર ફરજ રૃકાવટની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાવવામાં આટલો સમય કેમ લેવામાં આવ્યો તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે તેની સાથે બુધવારે રાત્રે પોતાના ભાઈને ટિફિન આપવા આવેલા દિવ્યરાજસિંહ રવિરાજસિંહએ પોતાની પાસે ખાણખનીજના અધિકારીઓએ રૃા.૭૦ હજાર માગ્યાની રજૂઆત સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઝેરી દવા પીધી હતી. આથી આ પ્રકરણમાં આવી રીતે ફરજ રૃકાવટનો ગુન્હો નોંધાવાયો છે કે કેમ? તે પણ તપાસનો વિષય છે.

જે સત્ય હશે તે શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી. ડાભીએ તપાસ હાથ ધરી છે ત્યારે ખાણખનીજ ખાતાની કાર્યવાહી સામે પણ શંકાના વાદળો ઘેરાવા પામ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription