મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

વાવાઝોડાની સ્થિતિમાં સજ્જ રહેવા માટે તંત્રના વિવિધ વિભાગોને આદેશ

જામનગર તા. ૧રઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ ડીપ્રેશનના કારણે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં વાવાઝોડા દરમિયાન માછીમારોને,  અગરિયાઓને અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી. માછીમારોને પરત આવવાની સૂચના તેમજ સિગ્નલો પ્રસારણ માટે મરીન વિભાગને સૂચના આપવામાં આવી હતી. ૧૩.૬.ર૦૧૯ સુધી ભારે વરસાદ, પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. જે અન્વયે માછીમારો કે બોટો દરિયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૃમને સતર્ક રહેવા અગરિયાઓને દરિયાથી દૂર રહેવા અને હાલના તબક્કે તેમની પ્રવૃત્તિ સ્થગીત કરવા અને સંબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્તરે પણ કંટ્રોલ રૃમ કાર્યરત કરવા જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription