ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામનગર સહિત ગુજરાતના હવામાનમાં પલટોઃ કેટલાક સ્થળોએ માવઠું

જામનગર/અમદાવાદ તા. ૧પઃ જામનગર સહિત રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે, અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચવ્યું છે.

રાજ્યમાં અનેક સ્થળોએ માવઠું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાતે નર્મદાના સાગબારા અને ડાંગ-વધઈ તાલુકામાં અનેક જગ્યાએ પાવઠું થયું હતું. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેને ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક વાદળો છવાયાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૧૬ એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે. ઉકળાટ અને બફારા પછી અચાનક વરસાદ પડતા એકબાજુ લોકોએ હાસકારો અનુભવાયો હતો, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઊભા પાક અને કેરીના પાકને નુક્સાન થવાની ભીતિથી તેઓની મુશ્કેલી વધી ગઈ હતી. આજે સવારે પણ ત્યાં વાદળછાંયુ વાતાવરણ હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાતા કેટલાક સ્થળે ધાબળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતાં.  તાપીના સોનગઢ વિસ્તારમાં સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયું છે. રાત્રિના સમયે છાંટા પણ પડ્યા હતાં.

કમોસમી વરસાદથી કેરીના પાકને નુક્સાન થયું છે. વ્યારા, ડોલવડ, વાલોડના વિસ્તારોમાં માવઠું થયું હોવાના અહેવાલો છે.

ગાંધીધામ ભૂજ કંડલા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાવાઝોડા જેવો પવન ફૂંકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે, જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સવારથી જ વાદળા સાથે ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું છે. જેના લીધે ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છ ગરમી કાળઝાળ બની હતી. આ સ્થિતિ વચ્ચે સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છમાં મીની વાવાઝોડા જેવો માહો સર્જાયો હતો. જેના કારણે અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેની અસરથી ગાંધીધામ, કંડલા, ભૂજ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. કેટલાક પંથકમાં માવઠું થયાંના અહેવાલો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિધ શહેરોમાં પણ સવારથી આકાશમાં વાદળો છવાઈ ગયા હતાં. જેના કારણે ઝાંખો સૂર્યપ્રકાશ વર્તાતો હતો તો ધૂળિયું વાતાવરણ સર્જાયું હતું.

હવામાન વિભાગે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના આપી છે.

જામનગરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે ૮ વાગ્યાથી જ પવનની ગતિ વધવા લાગી હતી. સુસવાટા મારતા તેજીલા વાયરાઓ ફૂંકાયા હતાં.

ઝપાટાબંધ ફૂંકાતા પવનના કારણે માર્ગો તથા મેદાનોમાં ઊડતી ધૂળના કારણે રાહદારીઓ અને ખાસ કરીને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આજે સવારથી જ જામનગરના હવામાનમાં પલટો આવ્યો હતો. જેમાં ધાબળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. ધાબળિયા વાતાવરણના કારણે સૂર્ય પ્રકાશ જમીન પર યોગ્ય રીતે પહોંચી રહ્યો ન હતો.

જામનગરમાં ગત્ તા. ૧૦.૪.ર૦૧૯ ના મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી હતું જેમાં અત્યાર સુધીમાં ત્રણ ડીગ્રીનો વધારો થયો છે. નગરનું તાપમાન ૩૭ ડીગ્રીને પણ પાર કરી ગયું હોવા છતાં તેજીલા પવનોના કારણે જનતાને ગરમીમાંથી રાહત મળી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૩.૬ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૯ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription