૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

જામનગરમાં ઠંડીનો ચમકારોઃ પ્રથમ વખત લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયું

જામનગર તા. જામનગરમાં દિન-પ્રતિદિન તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે એક જ દિવસમાં ૩ ડીગ્રીના ઘટાડા સાથે સિઝનમાં સૌપ્રથમ વખત લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. જામનગરમાં એક જ દિવસમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે, અને છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૪.પ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.

જામનગરમાં ઘટેલા તાપમાનના પગલે સિઝનમાં સૌપ્રથમ વખત લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રીએ પહોંચી ગયું હતું. લઘુત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં વધારો થયો છે. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૭ ટકાના વધારા સાથે ૮પ ટકાને પાર કરી ગયું હતું. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩ ટકા અને મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩ કિ.મી.ની નોંધાઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00