ખંભાળિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયાના સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલમાં તા. ૧પ/૮ ને ગુરુવારે સવારે ૮.પ૦ કલાકે એમ.એન.ડી.ટી. સ્કૂલ ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. સંસ્થાના નિવૃત્ત કર્મચારી ખીમજીભાઈ નકુમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારપછી માતુશ્રી પાંચીબેન નરશી કારા બીદ હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે.