જામનગરમાં મહિલા શ્રમ દિવસની ઉજવણી

જામનગર તા. ૧૪ઃ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મદદનીશ શ્રમઆયુક્ત કચેરી, જામનગર દ્વારા સમસ્ત બ્રહ્મસમાજની વાડીમાં 'મહિલા શ્રમજીવી દિવસ'ની ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલાઓને અભયમ્ હેલ્પલાઈન તથા મહિલાઓ માટેની ખાસ રોજગર કચેરી અને મહિલા આઈટીઆઈ તથા વર્કિંગ વુમનના અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલા શક્તિ કેન્દ્ર, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, ઘરેલુ હિંસા વિરૃદ્ધની કાયદાની જોગવાઈ વિશે મદદનીશ મહિલા કલ્યાણ અધિકારી ગીતાબેન જોષી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત વહાલી દીકરી યોજના અંગે મહિલાઓને માહિતગાર કરી દીકરીના જન્મદરમાં વધારો, સ્ત્રીભ્રુણ હત્યા રોકવા અને સ્ત્રી શિક્ષણ ઉપર પણ તેમણે  ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીએ મહિલાઓને દરેક ક્ષેત્રે  આધુનિક માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે  મહિલાઓ દરેક ક્ષેત્રમાં વધુને વધુ આગળ વધે અને  તે માટે સરકારશ્રીની યોજનાઓનો પણ લાભ લે અને રોજગારીની તકો મેળવી સ્વનિર્ભર બને તે માટે તેઓ કાયદાકીય જ્ઞાન પણ લે તેવી અભયર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સરકારી શ્રમ અધિકારી ગિરીશભાઈ સિંધાવત, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી, શ્રમ અધિકારી ડી.પી. રામી, રોજગાર અધિકારી અંકિત ભટ્ટ, મહિલા આઈટીઆઈના અધિકારી હરપાલસિંહ, સિદ્ધિ મહિલા મંડળના સંચાલકો પંકજભાઈ અને ગીતાબેન શાહ તથા અન્ય બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription