સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વેપારી મહાસંઘનું દેશભરમાં બંધનું એલાન

નવી દિલ્હી તા. ૧૮ઃ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વેપારી મહાસંઘે આજે દેશભરમાં બંધનું એલાન આપ્યું છે.

પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પરિવારને સાથ આપવા અખિલ ભારતીય વેપારી મહાસંઘે સોમવારે સમગ્ર દેશમાં વેપાર બંધનું એલાન કર્યું છે. અમુક રાજ્યોમાં શનિવારે જ વેપારી સંગઠનોએ બંધ પાળ્યો હતો. તેમાં છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરી યુપી સામેલ છે.

વેપારીઓનું કહેવું છે કે, જીવન જરૃરિયાતની વસ્તુઓ પર  બંધની કોઈ અસર ન પડવી જોઈએ. માત્ર વેપારી સંગઠન દ્વારા જ આ બંધ રાખવામાં આવશે. સોમવારે બંધ શાંતિપૂર્ણ કરવામાં આવશે.

અખિલ ભારતીય વેપારી મહાસંઘે રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે, સોમવારે બંધ દરમિયાન વેપારીઓ ઉપવાસ રાખશે અને પોતાના રાજ્યોમાં કેન્ડલ માર્ચ કરશે. આ સંગઠન સાથે જોડાયેલા વેપારી શહીદના પરિવારોને આર્થિક મદદ આપવાની યોજના પણ બનાવી રહ્યા છે.

અખિલ ભારતીય વેપારી મહાસંઘે ચીનના સામાનનો બહિષ્કાર કરવા માટે રાષ્ટ્રીય અભિયાન ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, ચીન પાકિસ્તાનનું સમર્થન કરે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription