જામનગર તા. ૧૪ઃ જામનગરના બાર એસોસિએશન દ્વારા આવતીકાલે તા. ૧પ.૮.ર૦૧૯ ના જી.જી. હોસ્પિટલના સહયોગથી સવારે ૯.૩૦ થી ૧ વાગ્યા સુધી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, લાલબંગલા સર્કલમાં ૧૮ મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા ઈચ્છુક વકીલમિત્રો, જાહેરજનતાને વકીલ સંદીપ પટેલ (૯૮રપર ૦૩૮૩૪), અશરફઅલી ઘોરી (૯૮૭૯૭ ૭પ૯પ૭) અને મિલનભાઈ કનખરા (૯૮રપર ૧૭૭૯૧) નો સંપર્ક કરવા એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ જણાવાયું છે.