મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

લોકસભાની ચૂંટણી ન લડી શકું તે માટે ભાજપ કાનૂની કાવાદાવા કરે છેઃ હાર્દિક પટેલ

જામનગર તા. ૨૨ઃ જામનગરની લોકસભાની બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે જેમનું નામ લગભગ નક્કી જણાય છે. તેવા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર હું લોકસભાની ચૂંટણી ન લડી શકું તે માટે કાનૂની કાવાદાવા કરી રહી છે. એક યુવાન રાજકારણમાં આગળ વધી રહ્યો છે ત્યારે તેને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ સરકારની નીતિરીતિ યુવા વર્ગ વિરોધી હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાકાય ઉદ્યોગો આવેલા છે. તેમાં અહીંના સ્થાનિક બેરોજગારોને રોજગારી નથી મળતી. અમે યુવા વર્ગને રોજગારી મળે તે માટે લડત ચલાવશું.

હાલારના બંને જિલ્લામાં સિંચાઈના તથા પીવાના પાણીની કાયમી સમસ્યા છે. એક તરફ સરકાર દરિયાના પાણીને મીઠું કરવા કરોડો રૃપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી રહી છે ત્યારે દ્વારકા તાલુકો પાણી માટે ટળવળે છે.

હાલારના ખેડૂતો-ગ્રામજનોની જમીનના સર્વેમાં એવા ભયંકર ગોટાળા થયા છે અને હાલત એવી થઈ છે કે ખેડૂત તેમના વારસોને જમીનના બદલે ઝેર આપવું પડે તેવી સ્થિતિ ભવિષ્યમાં સર્જાશે. જમીનોના ઝઘડા વધશે. જામનગરના યોગ્ય રીસર્વે થાય અને જમીન માલિકો ખેડૂતોને ન્યાય મળે તે માટેની અમારે લડત છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.

આરોગ્યક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે સરકાર ગરીબોને રાહત સાથે સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. અને ખાનગીકરણના કારણો આરોગ્ય સેવા અને શિક્ષણ અતિશય મોંઘા થયા છે.

ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિને ક્યારેય પ્રજાની વચ્ચે જવાનો કે તેમની પીડા પ્રશ્નો સાંભળવાનો સમય નથી. રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમના વતન કાલાવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાવી શક્યા નથી. તેની સામે કોંગ્રેસના ધારાસભ્યો ખંભાળીયા-ભાણવડ, કાલાવડ, જામજોધપુર વિસ્તારમાં સતત લોકો વચ્ચે રહી લોકોના કામ કરી રહ્યા છે, તેમના પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે.

મોદી સાહેબની ભલે કોંગ્રેસ યુક્ત ભારતની વાતો કરી પણ અમે ક્યારેય ભાજપ મુક્ત ભારત નથી કહેતા, અમે તો બેરોજગાર મુક્ત ભારત ઈચ્છીએ છીએ. અમે તો વિરોધપક્ષને પણ સન્માન આપીએ છીએ.

જ્યાં ત્યાં હાર્દિક જાય ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો હોવાના અહેવાલો અંગે તેમણે જણાવ્યું કે ભાજપના કેટલાક નેતા નાણા આપીને ગણ્યાં ગાંઠ્યા લોકો પાસે વિરોધના નાટક કરાવી રહ્યા છે, પણ મને તેની પરવાહ નથી. લોકો બધુ સમજે છે અને લોકો બધાને ઓળખી ગયા છે.

જામનગરના બંને જિલ્લામાંથી કોંગ્રેસના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મને સમર્થન આપી રહ્યા છે અને જો કાનૂની ગૂંચ ઉકેલાઈ જશે અને પક્ષ આદેશ આપશે તો જામનગરની બેઠક પરથી ચોક્કસ લોકસભાની ચૂંટણી લડીશ અને લોકોના સમર્થન સાથે વિજેતા પણ થઈશ તેવો વિચાર વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ અને ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription