સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

લાલપુરમાં ભરવાડ મહિલાની આત્મહત્યા

જામનગર તા.૧૮ ઃ લાલપુરમાં ગઈકાલે એક ભરવાડ મહિલાએ નવી દુકાન વ્યવસ્થિત ચાલશે કે કેમ? તેની ચિંતામાં ઝેરી દવા પી આત્મહત્યા વ્હોરી લીધી છે. પતિ તથા પુત્રને વાડીએ મોકલી આ મહિલાએ ઉપરોકત કૃત્ય આચર્યું હતું. એક તબક્કે પાક નિષ્ફળ જવાની ભીતિથી આત્મહત્યા કરાઈ હોવાની ચર્ચાનો મૃતકના પતિએ આપેલા નિવેદન પરથી છેદ ઉડી ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાલપુરના ભરવાડના ડેલા પાસે રહેતા અશોકભાઈ શામજીભાઈ ઘેટિયા (ઉ.વ.૪૭)ના પત્ની વર્ષાબેન (ઉ.વ.૪ર)એ ગઈકાલે સવારે પોતાની વાડીએ ગયા પછી બપોરે સાડા અગિયારેક વાગ્યે પરત આવ્યા હતા ત્યાર પછી આ દંપતિ પંદર વર્ષના પુત્ર સુજલ સાથે જમવા બેઠંુ હતું અને તે પછી નિદ્રાધીન થયા હતા તે દરમ્યાન સાંજે ચારેક વાગ્યે વર્ષાબેને પતિ અશોકભાઈને જણાવ્યું હતું કે, તમે અને સુજલ આપણી વાડીએ ખુલ્લામાં પડેલા મગફળીના ચારા પર કોઈ ઢોરે આક્રમણ નથી કર્યું ને? તે જોઈ આવો તેમ કહેતા અશોકભાઈ અને સુજલ વાડીએ ગયા હતા તે પછી પોતાના ઘરે જ્યારે કોઈ ન હતું ત્યારે પાછળથી વર્ષાબેને ઝેરી દવા પી લીધી હતી.

આ બનાવની વાડીએ પહોંચેલા અશોકભાઈને તેમના ભાઈ મનોજનો ફોન આવ્યો હતો કે તું જલદી ઘરે આવ, આથી અધ્ધર શ્વાસે ઘરે પહોંચેલા અશોકભાઈએ પોતાના મકાનના ઉપરના ભાગમાં જઈ જોતા તેમના પત્ની વર્ષાબેન (હર્ષાબેન) બેશુદ્ધ હાલતમાં જોવા મળ્યા હતા તેથી અશોકભાઈએ તેઓને લાલપુર દવાખાને ખસેડયા હતા જ્યાંથી હાયર સેન્ટર લઈ જવાનો તબીબી અભિપ્રાય મળતા લાલપુર સીએચસીની એમ્બ્યુલન્સમાં આ મહિલાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની પોલીસને જાણ કરાતા પીએસઆઈ જે.બી. ખાંભલા સહિતનો લાલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.

એક તબક્કે આ મહિલાના આપઘાતના મુદ્દે અફવા પ્રસરી હતી કે, તેઓએ પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાે છે, પરંતુ પોલીસે પતિ અશોકભાઈ ઘેટિયાનું નિવેદન નોંધતા તેમાં ખૂલ્યા મુજબ આ દંપતિ પુત્ર સુજલ સાથે લાલપુરમાં વસવાટ કરે છે. જ્યારે તેઓની પુત્રી સુરભિ જૂનાગઢમાં રહી બીસીએનો અભ્યાસ કરી રહી છે. પતિ અશોકભાઈએ થોડા દિવસો પહેલા જ પોતાના ઘરની નીચે એક દુકાન ખરીદી તેમાં પાનનો વ્યવસાય શરૃ કરવાનું નક્કી કર્યું હતું અને વ્યવસાય શરૃ કરતા પહેલા દુકાનમાં થોડું ઘણું સમારકામ કરાવવાની જરૃરિયાત જણાતા તેઓએ લાદી બદલાવવા ઉપરાંત ફર્નિચર કામ અને દુકાન માટે સોડા મેકર મશીન ખરીદવાની તજવીજ કરી હતી જેનો અંદાજે બેએક લાખ રૃપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી વર્ષાબેન ચિંતા કરતા હતા કે નવી શરૃ કરાતી દુકાન નહી ચાલે તો શું થશે? આ ચિંતામાં તેઓએ જંતુનાશક દવા પી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઉપરોક્ત નિવેદનની નોંધ કરી મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription