આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

ભરૃચ તાલુકા ભાજપના છાકટા બનેલા મદહોશ નેતાએ મોદીની મિમિક્રી કરી!

ભરૃચ તા. ૬૯ ભરૃચ તાલુકામાં ભાજપના નેતાનો જન્મ દિવસ ઉજવવા શરાબની મહેફિલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રીની કથિત ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે, અને તેનો વીડિયો વાયરલ થયો છે.

ભરૃચ તાલુકા ભાજપના પ્રમુખની જન્મદિવસની પાર્ટીમાં છાકટા બનેલા આગેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં મિમિક્રી કરવા ઉપરાંત ભાજપના આગેવાનોની જાહેરમાં સત્તા અને શરાબની મહેફીલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. રાજ્યના મુખ્યમંત્રી દારૃબંધીના કાયદાને કડક બનાવી રહ્યા છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના આગેવાનો તેને ઘોળીને પી રહ્યા છે. મુખ્યમંત્રી પહેલા તેમની જ પાર્ટીના કાર્યકરો સામે અનુકરણિય પગલાં ભરે તેવી લોકો હવે માંગ કરી રહ્યા છે.

ભરૃચમાં બુધવારે વાઈરલ થયેલા વીડિયોએ રાજકારણમાં  ભૂકંપ લાવી દીધો છે. આ વીડિયોમાં ભાજપના ભરૃચ તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, આગેવાન રોહિત નિઝામા સહિતના આગેવાનો નજરે પડી રહ્યા છે. નેશનલ હાઈ-વે નજીક આવેલા એક શોપિંગની બહાર આ આગેવાનોએ ટેબલ પર શરાબ અને કબાબની મહેફીલ જમાવી છે. સત્તાની સાથે દારૃના નશામાં ચૂર બનેલા ભાજપી આગેવાનો તેમની મર્યાદા ગુમાવી દીધી છે. નશામાં ધુત બનીને ભાન ભૂલેલા આ લોકોએ ભાજપની આબરૃના લીરેલીરા ઊડાવી નાંખ્યા હતાં.

નશામાં ચકચૂર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં મિમિક્રી પણ કરી હતી. વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઈલમાં મિત્રો, આ બર્થ ડે  અમુક માટે જ છે. બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતા જણાઈ રહ્યા છે. જ્યાં એક તરફ રાજ્યમાં દારૃબંધીનો કડક અમલ થઈ રહ્યો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઊડાવી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00