જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

ભાણવડમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે આહિર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજનઃ દાતાઓનું સન્માન

ભાણવડ તા. ૧૮ઃ ભાણવડમાં તા. ૧૬-૦૨-૨૦૧૯ ના સાંસદ પૂનમબેન માડમના હસ્તે આહિર એજ્યુકેશન ટ્રસ્ટ ભાણવડ સંચાલિત હેમતભાઈ રામભાઈ માડમ આહિર કન્યાછાત્રાલયનું ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

ભાણવડ જામજોધપુર હાઈવે પર માર્કેટીંગ યાર્ડની સામે તૈયાર થનાર આહિર કન્યા છાત્રાલયામં હેમતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા રૃા. ૩૧ લાખનું અનુદાન તેમજ જમીનના દાતા કરણાભાઈ વાઢીયા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા અંદાજે રૃા. ૩૦ લાખ જેટલી રકમ મળી રૃા. ૬૧ લાખ જેટલું ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વમંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી રણમલભાઈ વારોતરીયા, આહિર સમાજના પ્રમુખ સાજણભાઈ રાવલીયા, એડવોકેટ વી.એચ.કનારા, ડો.સાજણભાઈ વારોતરીયા, મેરામણ ભાટુ ખીમભાઈ જોગલ, પાલભાઈ કરમુર, દેવશીભાઈ કરમુર, બળદેવભાઈ વાળોતરીયા, હમીરભાઈ કનારા, કરશનભાઈ ભેડા, ગોવિંદભાઈ કનારા સહિત રૃમના દાતાઓ તા. પં. સદસ્યો, સરપંચો વિવિધ આગેવાનો તેમજ કર્મચારી મંડળ, વેપારી મંડળ, આહિર સોશ્યલ ગ્રુપ, આહિર એકતા મંચના અગ્રણીઓ સહિત સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

ભાણવડનાં આંગણે દીકરીઓ માટે રહેવા છાત્રાલય ન હોય જેથી તાલુકાની ઘણી દીકરીઓ પૂરો અભ્યાસ કરી શકતી ન હોય જે બાબતની સાંસદ પૂનમબેન માડમને જાણ થતા રૃા. ૩૧ લાખના અનુદાન સાથે મુખ્યદાતા તરીકે રહી શૈક્ષણિક કાર્ય નવું જોમ પૂરી દીકરી માટે છાત્રાલય બનાવવાનું ખાત મુહૂર્ત સાથે સૌ સમાજ અગ્રણીઓના સહયોગથી ફંડ એકત્રિત દાતાઓની નામાવલીમાં સૌ સહભાગી થયા હતા.

સાંસદ દ્વારા કન્યા છાત્રાલયના ખાત મુહૂર્તથી ભાણવડ તાલુકાના શૈક્ષણિક વિકાસમાં એક મોર પીંછનો ઉમેરો થયો છે. તાલુકાની આહિર સમાજની દીકરીઓ જે અધુરો અભ્યાસ છોડી શિક્ષણથી વંચિત રહી ભણવાના સમયમાં કામમાં જોડાય છે. જેથી તેઓની અભ્યાસની તમન્ના પૂરી થતી નથી. અને વાલીઓ દીકરીને બહાર ભણાવવા ઓછા મોકલે છે. જેથી ઉપરોક્ત સુવિધાથી દીકરીઓ પૂરેપૂરો અભ્યાસ કરી શકશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription