ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ખંભાળિયાના બજાણા અને શક્તિનગરમાં યોજાયાં ભા.જ.પ.ના કાર્યકર્તા સંમેલન

જામનગર તા.૧૫ઃ ખંભાળિયા તાલુકાના બજાણા ગામે તથા શક્તિનગર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

બજાણા ગામે જિ.પં.ના સદસ્યા મોતીબેન મશરીભાઈ નંદાણીયા તથા પૂર્વ તા.પં. પ્રમુખ મશરીભાઈ નંદાણિયા દ્વારા પૂનમબેનનું સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમાં બોલતાં પૂર્વમંત્રી રમણભાઈ વોરાએ જણાવ્યું હતું કે મહિલાઓ સાડી સાથે બ્લાઉઝનું મેચિંગ કરાવવા માટે દુકાનોમાં ફરે છે ત્યારે ગુજરાતમાં ભાજપનું શાસન છે તેની સાથે કેન્દ્ર મેચ થાય તેવી સરકારના ઉમેદવારને-ભાજપને લોકો ચૂંટી કાઢવા તેવી મને ખાતરી છે.

પૂર્વ મંત્રી તથા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરાએ જેમ માટલું લેતાં પહેલાં તેમનાં પર ટકોરા મારી ચેક કરાય તેમ ઉમેદવારને ટકોરા મારીને ચેક કરીને ભાજપના પાંચ વર્ષથી સાંસદ પૂનમબેન માડમે કરેલાં કાર્યો વર્ણવીને મત આપવા અપીલ કરી હતી. પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાએ ગુજરાત તથા કેન્દ્રમાં રહેલી ભાજપની સરકારના પ્રગતિના કાર્યો તથા આમ જનતા માટેની યોજનાઓ વર્ણવી હતી.

ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા તેમના પાંચ વર્ષમાં કરેલા વિકાસ કાર્યો તથા મજબૂત સાંસદ તરીકે તેમણે દિલ્હીમાં કરેલી રજૂઆતો તથા પાંચ વર્ષમાં ઢગલાબંધ કામની સિદ્ધિ વર્ણવીને કોંગ્રેસના ઉમેદવાર પર કટાક્ષ કરીને ઉમેદવારને છેલ્લી ઘડીએ ભરવું પડેલું ઉમેદવારીપત્ર પર ટીકા કરીને ભાજપની સરકારના મજબૂત પગલાં, સર્જીકલ સ્ટ્રાઈકની વાત કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યા મોતીબેન નંદાણીયા, પૂર્વ તા.પં. પ્રમુખ મશરીભાઈ નંદાણીયા, તા.પં. સદસ્યા ઝાંઝીબેન કાનાભાઈ બંધીયા, રામીબેન અરજણભાઈ નંદાણીયા, તા.પં.ના પૂર્વ પ્રમુખ પીઢ અગ્રણી રામશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ચાવડા, સવદાસભાઈ કરમૂર, કિરીટભાઈ ખેતીયા, દેવાંતભાઈ ચાવડા, રામભાઈ આંબલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

શક્તિનગરમાં ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ

ખંભાળિયાના શક્તિનગરમાં પ્રજાપતિની વાડીમાં ભાજપના કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉમેદવાર પૂનમબેન માડમ, અગ્રણીઓ મૂળુભાઈ બેરા, મેઘજીભાઈ કણઝારિયા, પી.એલ. જાડેજા, પૂર્વ જિ.પં. સદસ્ય જેન્તિભાઈ ડી. નકુમ, યાર્ડના પૂર્વ ઉપપ્રમુખ ભવાનભાઈ કણઝારિયા, પૂર્વ જિ.પં. ઉપપ્રમુખ હરિભાઈ વાલજી નકુમ, ભરતભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. તથા જુસ્સેદાર ભાષણો સાથે આગેવાનોએ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી સરસાઈથી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription