બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના જરૃરિયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રી

જામનગર તા. ૧૪ઃ જામનગરના જેશંકર જી. પંડ્યા તથા ઝવેરબેન જે. પંડ્યા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણજી હીરજી ભોગાયતા દ્વારા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (જામનગર શહેરમાં વસ્તા) આર્થિક રીતે નબળાં અને જરૃરિયાતમંદ જ્ઞાતિજનોને બે કિલો ખાંડ, બે કિલો વેસણ, એક કિલો ગોળ, એક કિલો વેજી.ઘી, બે કિલો તેલ, એક કિલો નમકની ખાદ્ય સામગ્રી વિનામૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના નબળાં અને જરૃરિયાતમંદ પરિવારોએ તા. ૧૯-૮-૧૯ ના સવારે ૧૧ થી ૧ અને સાંજે ૪ થી ૬ દરમિયાન નારણજી હીરજી ભોગાયતા, હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, ફેઝ-૩, વાલકેશ્વરીનગરીના સરનામેથી રાશનકાર્ડ સાથે લાવીને પાવતી મેળવી લેવા જણાવાયું છે. પાવતી વગર ખાદ્ય સામગ્રી મળશે નહીં. વધુ વિગતો માટે ફોન નં. રપપ૯૯ર૧, મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯ ઉપર સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription