ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટર વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો રાખવા પર પ્રતિબંધ

જામનગર તા. ૧પઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા. ર૩-૪-ર૦૧૯ ના થનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે. એ માટે ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ત્રણ કરતા વધુ વાહનો રાખવા/હંકારવાની મંજૂરી મળવાપાત્ર નથી. તેમ જામનગરના અધિક જિલ્લા મેજી. રાજેન્દ્ર સરવૈયાએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.

સમગ્ર જામનગર જિલ્લા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સતાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે તથા તેને વાહનોની વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે. ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે કોન્વોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચૂંટણીપંચની છેવટની સૂચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે.

તેમજ તમામ પ્રકારના સરકારી/અર્ધસરકારી વાહનો, રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને શસ્ત્ર સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય અથવા જેમની જિંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય તેમને પૂરી પાડવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો ઉપરોક્ત ત્રણ વાહનોની ગણતરીમાં બાકાત રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજી.એ હુકમ કરી જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription