જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

ગ્રાહકની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપડી જાય તો બેંક જવાબદાર

તિરૃવનન્તપૂરમ્ તા. ૯ઃ કેરળ હાઈકોર્ટે એક દૂરગામી અસરો કરતો ચૂકાદો આપ્યો છે, અને ઠરાવ્યું છે કે ગ્રાહકની જાણ બહાર કોઈ કસ્ટમરના એકાઉન્ટમાંથી નાણા ઉપડી જાય, તો તેની જવાબદારી સંબંધિત બેંકની રહેશે.

કેરળ હાઈકોર્ટે એક કેસમાં સુનાવણી કરતા કહ્યું છે કે બેંક પોતાના ગ્રાહકના એકાઉન્ટમાંથી ગ્રાહકની મંજુરી વિના રૃપિયા ઉપાડવા પર જવાબદારીથી છટકી શકે નહીં.

જસ્ટીસ પી.પી. સુરેશ કુમારે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે જો કસ્ટમર એસ.એમ.એસ.  એલર્ટનો જવાબ ન આપે તો પણ બેંક અનઅધિકૃત રીતે રકમ ઉપાડવા માટે જવાબદાર છે. અદાલતે કહ્યું હતું કે કોઈ કસ્ટમરની જવાબદારી નક્કી કરવા માટે એસ.એમ.એસ. એલર્ટ આધાર ન હોઈ શકે એવા એકાઉન્ટ હોલ્ડર પણ હોઈ શકે છે. જેમણે નિયમીત રીતે એસ.એમ.એસ. જોવાની આદત નથી હોતી.

રકમ ઉપાડવાના મામલે એક કસ્ટમર ને ર.૪ લાખ રૃપિયાનું નુક્સાન થયું હતું. એસ.બી.આઈ.એ કેરળ હાઈકોર્ટમાં નીચલી અદાલતના વિરૃદ્ધમાં અપીલ કરી હતી. આદેશમાં અનઅધિકૃત રીતે રકમ ઉપાડવાના મામલે કસ્ટરને ર.૪ લાખ નુક્સાન થછું હતું. તે વ્યાજ સાથે પરત માંગ્યા હતાં. બેંકનું કહેવું હતું કે કસ્ટમરને વિવાદિત વિડ્રોઅલ મામલે એસ.એમ.એસ. એલર્ટ મોકલ્યું હતું. આ મામલે કોર્ટએ કહ્યું કે કસ્ટમરના હિતોની રક્ષા માટે સાવધાની રાખવી બેંકની જવાબદારી છે. ગ્રાહકના એકાઉન્ટમાંથી મંજુરી વિના રકમ ઉપાડવાને રોકવા જરૃરી પગલાં લેવાની જવાબદારી બેંકની છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription