મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

મિલકત વેરા વસુલાત માટે આજે ૪૦ મિલકતોની હરાજી પ્રક્રિયા શરૃ

જામનગર તા. ૯ઃ જામનગરમાં વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓની મિલકતો સીલ કરવામાં આવ્યા પછી પણ વેરો નહીં ભરાનારા આસામીઓની મિલકત આજે હરાજી કરવામાં આવી રહી છે. આશરે ૫૮ લાખની વસુલાત માટે આજે ૪૦ મિલકતોની હરાજી કરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો નહીં ભરનારા મિલકતધારકોની મિલકત જપ્તીમાં લેવામાં આવી હતી. આમ છતાં પણ વેરો ભરવાની તસ્દી નહીં લેનારા આસામીઓની ૪૦ મિલકતોની હરાજી કરી વેરા વસુલાત કરવાનો જામનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો હતો.

જેના અનુસંધાને આજે સવારે ૧૧ વાગ્યાથી ટાઉનહોલમાં હરાજી પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી.

આજે જે મિલકતો હરાજીમાં મૂકવામાં આવી છે તેમાં હાજી ઈસ્માઈલ, હાજી મુસા-ભાડુઆત નટરાજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (રૃા. ૪,૮૪,૨૭૫), રતિલાલ વનરાવન (ભાડુઆત જ્યુપીટર ઈન્ડ. (રૃા. ૨,૮૩,૩૩૫), સૌરાષ્ટ્ર આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ (રૃા. ૭,૬૬,૨૦૫), કેસીએ પ્રા. લિ. (૯૫૩૭૨૯), એચ.કે. ગોસરાણી-ભાડુઆત રમેશચંદ્ર એન્ડ કાું. (૧૮૬૧૮૩), એચ.કે. ગોસરાણી-ભાડુઆત ગોવિંદલાલ મોહનલાલ (૯૪૩૦૩), નરશી મુળજી ઓઈલ મીલ (૧, ૧૯,૫૭૬), શંકરલાલ ત્રીકમદાસ ભારાણી (૨૩૨૯૦), શાહદાદખાન (જામનગર કો.ઓપ. મંડળી) (૨૭૭૬૬), ડાયમંડ માર્કેટ કો.ઓપ.-રમણીકલાલ મનજી પી. (બૈજુ મહેતા-રૃબી એન્ટરપ્રાઈઝ), પ્રાણલાલ છગનલાલ દોશી-ભાડુઆત કિશોરભાઈ તન્ના) (૨૬૪૩૦), જગદંબા સોલ્ટ સપ્લાય (નામ નથી) (૩૩૪૭૪), કિશોર લીલાધર કટારીયા-હીરલ ઈલેકટ્રીક (૫૯૮૪૬), શાંતાબેન જાદવીયા-ભાડુઆત વિરજી હીરજી (૧૯૮૪૦), હસમુખ કનોજીયા (પટેલ પાન) (૧૬૯૭૬), ભગવાનજી લાધાભાઈ એન્ડ સુભાષભાઈ (૬૪૬૬૮), નંદલાલ સોમચંદ (મોતીલાલ પોપટલાલ) (૩૫૮૪૨), હાજરાબાઈ હશનભાઈ (ગુજરાત આર્થિક વિકાસ નિગમ) (૭૯૨૮૦), મારૃતિ કોમ્પ્લેક્ષ (૨૧૩૭૪), પંકજ સોઢા (કોડી એન્ડ કંપની) (૮૯૨૩૭), શ્રીનાથજી બિલ્ડર (૨૩૮૪૫), નિલેશ લાખાણી-વોરા સેલ્સ (૨૬૩૧૦), હસમુખ જેઠાભાઈ-અશોક ગોપીયાણી (૧૩૯૧૩૨૭), મુસા કારાભાઈ (એમ શાહ એન્ડ કાું.) (૧૬૮૫૭), ઉમર આદમ શેખ (અશોકકુમાર ચંદુલાલ એન્ડ કાું. (૪૦૧૧૪), મહંમદ હુશેન મુસાજી-કિશોર ગોવિંદભાઈ દવે (૧૬૭૭૧), અન્ય ભાડુઆત ચીનુભાઈ સાલેમામદ (૧૬૭૭૧), એસ.પી. મહેતા મેમોરીયલ ટ્રસ્ટ-ભાડુઆત મગનભાઈ પટેલ (૪૨૮૮૪), અન્ય ભાડુઆત ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ (૩૬૯૧૪), ભરત રતિલાલ શેઠ (૧૨૪૪૮૬) ઉપરાંત (૨૪૦૦૮) અને (૨૪૪૨૫૮), હંસબાઈ મસ્જીદ-ઈમ્પીરીયલ ટ્રેડીંગ (૧૨૫૬૪૦) ભાનુશંકર રેવાશંકર (દોશી કોલ હાઉસ) (૫૬૯૮૮), અન્ય ભાડુઆત અંબાજી ઓટો (૪૧૨૮૪), ચંચળબેન ધીરજલાલ શારડા-કહાન કોમ્પ્યુટર (૨૨૭૮૨), ઈસ્માઈલ આમદભાઈ (૧,૯૭,૮૫૮), ચંપાબેન હીરાલાલ (ઘેડીયા ટેઈલર્સ) (૧૩૮૯૫) તેમજ અરજણ કરમસીભાઈ ભાડુઆત શૈલેશ પટેલ (૫૨૨૨૦)નો સમાવેશ થાય છે. સવારે ૧૧ વાગ્યે મિલકતની હ રાજી પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. પરંતુ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં બે-ચાર લોકો આવ્યા હતાં. પરંતુ તેઓ પણ પૂછપરછ કરી તે ચાલ્યા ગયા હતાં. કોઈએ મિલકત ખરીદીમાં ભાગ લીધો ન હતો.

હજુપણ એકાદ-બે કલાક ખરીદદારોની રાહ જોવામાં આવશે પરંતુ કોઈ મિલકતનું વેચાણ થાય તેવા સંકેતો જણાતા નથી. આસી. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ, ટેક્સ ઓફિસર જી.જે. નંદાણીયા, ટેક્સ વિભાગના ધીરેન મહેતા વિગેરે આ પ્રક્રિયા પાર પાડી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription