જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

દ્વારકામાં સ્કૂટર પાર્કિંગની ના પાડતા ટ્રાફિક કંટ્રોલર પર હુમલો

જામનગર તા.૧૮ ઃ યાત્રાધામ દ્વારકામાં એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અધિકારી પર સ્કૂટરચાલક શખ્સે ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. ઓફિસ સામે સ્કૂટર પાર્ક કરવાની ના પાડયાની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.

દ્વારકામાં એસટી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ડોલરભાઈ બાલકૃષ્ણભાઈ દવે (રહે. સ્વામીનારાયણનગર, જામનગર) શનિવારે બપોરે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે એક્ટિવાના ચાલકે અદાવત રાખી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. સ્કૂટરચાલકે ટ્રાફિક કંટ્રોલરની ઓફિસર સામે વાહન પાર્ક કરતા ત્યાં પાર્કિંગની ના પાડતા તેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવના પગલે એસટી અધિકારીની ફરિયાદના આધારે પોલીસે સ્કૂટરચાલક સામે સરકારી કર્મચારી પર હુમલાનો ગુન્હો નોંધ્યો છે. આ બનાવે સ્થાનિક એસટી કર્મચારીગણમાં ભારે ચકચાર ગાવી છે. જ્યારે પોલીસે હુમલાખોર ચાલકની સ્કૂટરના નંબરના આધારે શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription