ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

અંતે રાજકોટને મળી એઈમ્સઃ કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૧૧ઃ વર્ષો સુધી રાજકોટને એઈમ્સ  ફાળવવાની જાહેરાતો થતી રહી, પરંતુ કેન્દ્રિય કેબિનેટની બેઠક પછી ગઈકાલે જમ્મુ-કાશ્મીરને બે અને ગુજરાતને એક એઈમ્સની ફાળવાણીની સત્તાવાર જાહેરાત થતા હવે સૌરાષ્ટ્રને એઈમ્સ મળી જશે.

સૌરાષ્ટ્રને એઈમ્સ ફાળવવાની વાતો મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી લોકો સાંભળતા રહ્યા છે. કેન્દ્રના બજેટમાં જોગવાઈ થઈ અને વિવિધ રાજ્યોને એઈમ્સ ફાળવવાની શરૃઆત થઈ, તે સમયે જ ગુજરાતને એઈમ્સ ફાળવવાની મોદી સરકારની પ્રાથમિક્તા બહાર આવી હતી, પરંતુ ગુજરાતમાં જ વડોદરા અને રાજકોટ વચ્ચે ખૈંચાખેંચીમાં ભાજપના જ ટોચના નેતાઓ પડદાપાછળથી સક્રિય થતા આ મામલો અદ્ધર લટકી ગયો હતો.

તે પછી અયોધ્યાના રામમંદિરના મુદ્દાની જેમ નાની-મોટી તમામ ચૂંટણીઓમાં આ મુદ્દો ભાજપની પ્રચાર પદ્ધતિનો હિસ્સો બની ગયો અને પેટાચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ મુદ્દો ખૂબ ચગાવાયો હતો. જસદણની પેટા ચૂંટણી સમયે તો ભાજપના નેતાઓએ મતદાન પહેલા જાહેરાત કરી અને મતદાન થઈ ગયા પછી નાયબ મુખ્યમંત્રીએ તેને રદિયો આપીને તે સમયે આ મુદ્દો પાઈપલાઈનમાં હોવાનું જણાવતા લોકોને છેતરાયા હોવાની અનુભૂતિ થઈ હતી.

તે પછી ફરીથી થોડાદિવસો પહેલા સૌરાષ્ટ્રને એઈમ્સ ફાળવી દેવાઈ હોવાની રાજ્ય સરકાર  અને ભાજપના પ્રવક્તાઓએ જાહેરાત કરી, પરંતુ 'વાઘ આવ્યો રે વાઘ આવ્યો'ની વાર્તાની જેમ લોકોને વિશ્વાસ જ બેઠો નહીં, અને આ જાહેરાતો સાચી છે કે ખોટી તેની ચર્ચા શરૃ થઈ હતી. સોશ્યલ મીડિયામાં તો આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ હતી અને ભાજપ સરકારની વારંવાર જાહેરાતો કરવાની નવતર પદ્ધતિની ઠેંકડી પણ ઊડાવાઈ હતી. આ કારણે થોડા દિવસો પહેલા ગુજરાત ભાજપના દિગ્ગજો તથા મંત્રીઓએ જાહેરાત કરવા છતાં સૌરાષ્ટ્રની જનતાને પૂરેપૂરો વિશ્વાસ બેસતો નહોતો.

હવે કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે, પરંતુ આ જાહેરાત કેન્દ્રિય કેબિનેટની બેઠક પછી થઈ છે, અને ગુજરાતને એક તથા જમ્મુ-કાશ્મીરની બે એઈમ્સ મંજુરીની જાહેરાત થઈ છે. એટલે હવે એ પાકું થયું કે રાજકોટ માટે એઈમ્સ મંજુર થઈ ગઈ છે!

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે એઈમ્સનો તમામ ખર્ચ અને નિભાવની જવાબદારી કેન્દ્ર સરકાર ઊઠાવશે, એટલે કે દિલ્હીની એઈમ્સ જેવી જ સુવિધાઓ રાજકોટમાં ઊભી થશે. એઈમ્સને મંજુરી મળ્યા પછી પણ  હજુ તેના લાભો મળતા પાંચેક વર્ષ જેવો સમય લાગશે. રાજકોટના ખંઢેરી પાસેની જગ્યા એઈમ્સ માટે પસંદ થઈ હોવાથી હાલાર-જામનગરને તેનો લાભ સરળતાથી મળશે. આ જમીન હવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સોંપી દેશે.

આ જગ્યા કેન્દ્ર સરકારે સંભાળ્યા પછી સર્વ પ્રથમ જમીનને સમતળ કરીને કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ થશે. તે પછી જમીનની ગુણવત્તા, માટી અને ભૂગર્ભનું પરીક્ષણ કરીને ત્યાં ક્યા પ્રકારનું બાંધકામ કરવું તે નક્કી થશે અને જુદા જુદા કામો માટેની ટેન્ડર પ્રક્રિયા થશે. ટેન્ડર પ્રક્રિયા પછી તેની મંજુરી અને કોન્ટ્રાક્ટરોને કામ સોંપવાના આદેશો થશે, તેથી એકાદ વર્ષનો સમય તો આ બધી પ્રક્રિયામાં જ વિતી જાય, તેમ જણાય છે.

તે પછી બાંધકામો શરૃ થશે. સંકુલના નીર્માણ પછી તેમાં જરૃરી સાધન-સામગ્રી માટે પણ વિધિવત્ પ્રક્રિયાઓ થશે. અંતિમ તબક્કામાં સ્ટાફ અને તબીબોની નિમણૂકો થશે. આમ આ તમામ પ્રક્રિયામાં પાંચેક વર્ષ વિતી જાય, તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જો કે, ભાજપ સરકારની પ્રચાર પદ્ધતિ મુજબ લોકસભાની  ચૂંટણી પહેલા આ માટે ખાતમુહૂર્ત વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા થઈ જશે, તેવી અટકળો લગાવાઈ  રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription