ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૧ ઃ જામનગર નજીકના ઢીંચડામાં આવેલા એક કૂવામાંથી આજે બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો છે. ફાયરબ્રિગેડે તેને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.
જામનગર નજીકના ઢીંચડા ગામમાં આવેલા એક કૂવામાં આજે સવારે કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો.
ઢીંચડામાં આવેલા આઈ માતાના મંદિર પાસે આવેલા કૂવામાં મૃતદેહ જોવા મળતા ફાયરનો સ્ટાફ દોરડાઓ બાંધી કૂવામાં ઉતર્યાે હતો ત્યાર પછી તેમાંથી એક યુવાનના મૃતદેહને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો જેનો કબજો પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે ત્યારે અંદાજે વીસેક વર્ષના લાગતા આ યુવાનના શરીર પર રહેલા ટી-શર્ટ તથા પેન્ટની તલાશી લઈ સ્થાનિકોનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.