વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

વરવાળા પાસે બેકાબૂ બનેલા ટ્રકે બે વીજ થાંભલાનો બોલાવ્યો કડૂસલો

જામનગર તા.૭ ઃ દ્વારકાના વરવાળા પાસે ગઈકાલે બેકાબૂ બનેલા એક ટ્રકે વીજ કંપનીના બે થાંભલાને જમીનદોસ્ત કરી નાખ્યા હતા. તૂટેલો એક થાંભલો નજીકમાં પડેલા ટ્રેકટમાંથી પણ નુકસાન સર્જી ગયો હતો.

દ્વારકા તાલુકાના વરવાળા ગામ પાસેથી ગઈકાલે બપોરે જીજે-૩-બીવી ૨૬૪૯ નંબરનો ટ્રક પૂરઝડપે પસાર થયો હતો. આ વેળાએ કોઈ રીતે તે ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા સર્પાકારે દોડી આ ટ્રક નજીકમાં આવેલા વીજ કંપનીના બે થાંભલાઓનો કડૂસલો બોલાવી થંભી ગયો હતો.

આ અકસ્માતમાં જમીનદોસ્ત થયેલા થાંભલાઓમાંથી ચાર ગાળાના વીજવાયરો કપાઈ જતાં વીજ કંપનીને રૃા.૪૩ હજાર ઉપરાંતનું નુકસાન થયું હતું. જ્યારે તૂટી પડેલો એક થાંભલો બાજુમાં જ પાર્ક કરવામાં આવેલા એક ટ્રેકટર પર ત્રાટકતા તેના માલિક ભીમજીભાઈ અરજણભાઈએ પોતાના વાહનમાં રૃા.૧૮ હજારનું નુકસાન થયાનું જણાવ્યું છે. વીજ કંપનીના નાયબ ઈજનેર ડી.એમ. અરીલાએ ટ્રકના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00