સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

સુરતના વેલંજાથી અલ્પેશ કથિરિયાની ધરપકડ

સુરત તા. ૧૮ઃ સુરતના વેલંજામાં મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા રાજદ્રોહના કેસના આરોપી અલ્પેશ કથિરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથિરિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અમરોલી રાજદ્રોહ કેસમાં શરતી જામની રદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાએ તેને શોધતી હતી. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન વેળાએ હાર્દિક સાથે જ સુરતમાં અલ્પેશ સામે પણ રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો. આશરે ચાર મહિના સુધી લાજપોર જેલમાં કેદ કરાયેલા અલ્પેશનો હજી ડિસેમ્બર મહિનામાં જ શરતી જામીન પર છૂટકારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે અમરોલી રાજદ્રોહના કેસમાં ૩ મહિના અને ૨૦ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. જો કે, જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરૃદ્ધ ઉપરા-છાપરી ૫ ગુનો નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યાર બાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

દરમિયાન પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. દરમિયાન અલ્પેશ સુરતના વેલંજામાં મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી સુરતમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ જવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોર બાદ અલ્પેશને કોર્ટમાં રજુ કરવામાં આવશે. અને રાજદ્રોહ કેસમાં ફરી લાજપોર જેલમાં મોકલવામાં આવે તેની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription