ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઃ કોંગ્રેસની આશંકા

આજે અને આવતીકાલે રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયતોના પદાધિકારીઓની ચૂંટણી યોજાઈ રહી છે. હાલારમાં વીસમી જૂને આ ચૂંટણીઓ સંદર્ભે રાજકીય હલચલ શરૃ થઈ ગઈ છે અને જોડ-તોડના પ્રયાસોની ચર્ચા છે.

ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આ ચૂંટણીઓમાં ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સભ્યોને લલચાવી કે ધમકાવીને સત્તાપલટા કરાવવાના પ્રયાસો થશે, તેવો ભય વ્યક્ત કરીને રાજ્ય ચૂંટણી પંચ અને સરકારી તંત્ર પાસે સુદૃઢ સુરક્ષાની માંગણી કરી છે.

અમિતભાઈ ચાવડાએ આવી આશંક વ્યક્ત કરીને તમામ સ્થળે ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાવવાની માંગ પણ  ઊઠાવી છે, જો કે ભાજપનું શાસન હોય, ત્યાં ભાજપથી કંટાળેલા હોય તેવા સભ્યોને કોંગ્રેસ આવકારી રહી હોવાના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસની આ માંગણીઓ સ્વીકારી લેવામાં આવે, તો ઉભય પક્ષે ઊભી થતી આશંકાઓ જરૃર નિવારી શકાય.

રાજ્યમાં ર૩ જિલ્લા પંચાયતો અને ૧૪૬ તાલુકા પંચાયતોમાં અઢી વર્ષની મુદ્ત પૂરી કરી હોય તેવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની ચૂંટણી છે, ત્યારે ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા તટસ્થ રીતે જરૃરી વ્યવસ્થાઓ થાય, તે પ્રાથમિક અને બંધારણીય ફરજ છે. જો એવું ન થાય, ત્યારે સમગ્ર પ્રક્રિયા જ શંકાસ્પદ બની જાય, તેથી આ સઘળી ચૂંટણી પ્રક્રિયા કોઈના દબાણ હેઠળ ન થાય, તે અનિવાર્ય છે, પણ તેવું થાય છે ખરૃ?

ગઈકાલે મીડિયા સાથેની  વાતચીત દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે કર્ણાટક અને અહેમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કરાયેલી કથિત હોર્સ-ટ્રેડીંગની કોશિશનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોંગ્રેસ આ અંગે સતર્ક છે અને ભાજપને તેવા પ્રયાસોમાં ફાવવા દેવામાં આવશે નહીં.

ચૂંટણીઓના કારણે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે જ હાર્દિક પટેલે ગઈકાલે આગમાં ઘી હોમાય તેવું  નિવેદન કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે હાર્દિકે કહ્યું હતું કે તાજેતરમાં રૃપાણી સરકારને અસ્થિર કરવાનો કથિત પ્રયાસો થયા, તેની તટસ્થ સાયબર તપાસ થાય તો તેમાં નીતિનભાઈ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાની નજીકના વ્યક્તિઓ પકડાશે. સાચી તપાસનો પડકાર ફેંકતા તેમણે કહ્યું કે તેમને આ માટે બોલાવાશે તો તે સામેથી હાજર થશે. તેમણે ત્યાં સુધી કહ્યું કે સરકાર ધરપકડ કરાવશે તો તે જામીન પણ માંગશે નહીં. હાર્દિકના આ નિવેદન પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં આ અંગે વ્યાપક ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે.

બીજી તરફ સરકાર સામે આંદોલન કરી રહેલા શિક્ષકોને પણ કોંગ્રેસે ટેકો જાહેર કરતા ગ્રાન્ટેબલ શાળાના સહાયક શિક્ષકોની સાથે સાથે તમામ શિક્ષકોની સમસ્યાઓ ઉકેલવા માંગ ઊઠાવી છે. આ કારણે આ મુદ્દો હવે રાજકીય બની ગયો છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.

રાજ્ય સરકાર દ્વારકા, સોમનાથ સહિત ડઝનેક સ્થળે આયુર્વેદ હોસ્પિટલો શરૃ કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો આવતા એવા સવાલો ઊઠાવાઈ રહ્યા છે કે હાલમાં સરકારી હોસ્પિટલમાં અને પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબો સહિતની સ્ટાફની ઘટ છે, ત્યારે તેને વ્યવસ્થિત કરવાના બદલે આયુર્વેદિક હોસ્પિટલો ઊભી કરવાની વાતો કરીને સરકાર પરેશાન થતી જનતાનું ધ્યાન બીજી તરફ વાળવા મથી રહી છે.

સ્ટાફની ઘટ માત્ર શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે જ નહીં, પરંતુ અનેક વિભાગોમાં સ્ટાફના અભાવે અંધાધૂંધી ફેલાયેલી છે. એવા અહેવાલો આવ્યા છે કે ઈરીગેશન ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ભારે અછત હોવાથી પોણોસોથી વધુ જળાશયોને આઉટ સોર્સીંગ દ્વારા ભરતી કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના ભરોસે મૂકી દેવાયા છે.

સરકારી વિભાગોમાં સ્ટાફની અછત, ગેરવહીવટ, કથિત ભ્રષ્ટાચાર અને તંત્રોની બેદરકારીના કારણે એક તરફ પાયાની જનસેવાઓ ખોરવાઈ રહી છે, ત્યારે સરકારના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના કાવાદાવાઓમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. આવા સમયે વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ પાછળ ઠેલાતી જતી હોવાથી લોકો 'દયાહીન થયો છે નૃપ'વાળું કાવ્ય યાદ કરી રહ્યા હશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00