વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માલદિવઃ રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં થશે સામેલ /ઈન્ડોનેશીયાના સુવાલેસીમાં ભૂકંપઃ ભૂસ્ખલનના કારણે ૭ વ્યક્તિના નિપજયાં મૃત્યુ / રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસની મોટી ચાલઃ વસુંધરા રાજે સામે લડશે જશવંત સિંહના દિકરા /

ભક્તરાજ જલારામ બાપાના અન્નયજ્ઞનું રહસ્ય...

ગિરનાર - જૂનાગઢ, પ્રભાસ  પાટણ અને પ્રસિદ્ધ જ્યોતિલીંગ સોમનાથ જેવા મહાતીર્થ સ્થાનોએ પહોંચવાના એક માત્ર માર્ગ પર અંતરિયાળ આવેલા નાનકડા વીરપુર ગામે વસી આજીવન તીર્થયાત્રી સાધુ-સંતોને ભોજન રાંધી ખવડાવનાર ભક્તરાજ જલારામ બાપા કંઈ ભણેલા કે શાસ્ત્રોના જ્ઞાતા ન હતાં, પરંતુ તેઓ નિર્મળ નિષ્કપટ સાદા સીધા સ્વભાવના પવિત્ર લોહાણા ગૃહસ્થ હતાં. તેમ છતાં વિશ્વભરમાં અદ્વિતીય કહી શકાય એવો ભૂખ્યાજનોને જમાડવાનો આવો ઉમદા વિચાર ક્યાંથી શી રીતે સ્ફૂર્યો એ એક રહસ્ય જણાય છે. પરંતુ આ રહસ્યને ઉકેલવા ભક્તરાજના જીવનની કેટલીક અજાણી વાતોને વધુ સ્પષ્ટપણે સમજવાની જરૃર જણાય છે.

જેતપુર તાલુકાનું દેવકી ગાલોલ ગામ વીરપુરથી બહુ દૂર નથી. દેવકી ગાલોલના પ્રસિદ્ધ સંત કવિ ભોજલરામ યા ભોજાભગતને જલાબાપાએ ગુરૃ બનાવેલા અને પોતાના ગુરૃ સાથે સત્સંગ ગોષ્ઠી કરવા ભક્તરાજ અવારનાર વીરપુરથી પગે ચાલી દેવકી ગાલોલ જતા અને સત્સંગ બાદ મોડી રાત્રે વીરપુર પાછા ફરતા.

ગુજરાતી સાહિત્યના ભોજાભગતના ચાબખા એ નામથી ભોજલરામની કવિતા જાણીતી છે. પટેલ જ્ઞાતિમાં જન્મેલા ભોજાભગત વેદાંત માર્ગના જ્ઞાની સંત હતાં અને તેઓ અવારનવાર જ્ઞાન ચર્ચાવખતે ભગવદ્ ગીતાના શ્લોક ટાંકીને સમજાવતા.

કહે છે કે, એક વખત જલા બાપાની હાજરીમાં ભોજાભગતને ગીતાના પંદરમાં અધ્યાયના ચૌદમાં શ્લોકની ચર્ચા આરંભી, તે શ્લોક આ પ્રમાણે છે.

અહં વૈશ્વાનરોભૂત્વા પ્રણિનાં દેહમાશ્રિતઃ

પ્રાણપાન સમાયુક્તઃ પચામ્પન્ન ચતુર્વિધમ્

ભગવાન કહે છે કે, સર્વ પ્રાણીઓના શરીરમાં પ્રાણ અને અપાન વાયુથી સંયોજાયેલો વૈશ્વાનર નામનો અગ્નિ બનીને હું જ રહેલો છું અને ચાર પ્રકારના અન્નને પચાવું છું.

ભોજા ભગતે સમજાવ્યું કે, ભૂખ લાગે ત્યારે જે અગ્નિ જઠરમાં પેદા થાય છે તે ભગવાન પોતે છે તેથી ભૂખ્યા મનુષ્યને જમાડવામાં આવે તે સીધું પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. આ સહજ જ્ઞાન ભક્તરાજ જલારામના દિલદિમાગમાં ઊતરી ગયું અને ઘેર આવીને તેમણે બરાબર ખરા બપોરે વીરપુરથી પસાર થતા સાધુ-સંતોને જમાડવાનું શરૃ કર્યુ પછી તો સમયની કોઈ મર્યાદા રહી નહી. વીરપુરના લોકો સાધુ-સંતોને જોઈને ગમે તે વખતે જલાબાપાનું ઘર ચીંધી દેવા લાગ્યા.

આશ્ચર્ય આ વાતનું છે કે જલાબાપાના ઘર પછવાડે વીરપુરના પાદરમાં મહાદેવના મંદિર પાસે સિદ્ધરાજની માતા મીનળ દેવીએ સદીઓ પહેલા પગથિયાવાળી પાકી વાવ યાત્રાળુઓ માટે બંધાવેલી, પરંતુ મધ્યાન્હે ભૂખ્યા યાત્રાળુઓ ભોજન પામ્યા વિના પાણી શી રીતે પીએ...?

મહાન ભક્ત જલાબાપાએ ભૂખ્યા જનના ઉદરમાંથી ઉઠતા અગ્નિને પરમાત્મા સ્વરૃપ ગણીને આાહુતિઓ આપવાનો આરંભ કર્યો. અને એ સમયમાં તીર્થયાત્રી સાધુ-સંતોને ક્યાંયથી રાંધેલું તૈયાર ભોજન મળવાની કોઈ સંભાવના ન હતી ત્યારે જલારામજીનું ઘર ભારતભરના સાધુ-સંતોનું અન્નક્ષેત્ર બની ગયું.

ઐતિહાસિક રીતે તપાસીએ તો વીરપુરની જગ્યા ભારતના સર્વ સન્યાસી સાધુ સંતોમાં વિખ્યાત હતી પરંતુ આમ જનતામાં એની ખ્યાતિ વિશેષ ન હતી. જેના કારણે જગ્યામાં દર્શનાર્થીઓની ભીડ ન હતી અને પરમ શાંતિ પ્રવર્તતી હતી. અંદાજે ૧૯પ૪-પપ માં રાજકોટના અગ્રણી લોહાણા ગૃહસ્થ શ્રી સૌભાગ્યચંદ મંગળજી અજદેવે 'જયહિન્દ' દૈનિકમાં ધારાવાહિક રીતે શ્રી જલારામ જીવન ચરિત્ર આપવાનું શરૃ કર્ય્ુ. પાછળથી આ જીવન ચરિત્ર પુસ્તકરૃપે પ્રસિદ્ધ થયું. જેના કારણે જગ્યાની પ્રસિદ્ધિ ખૂબ જ થઈ અને આજ વીરપુર ગુજરાતનું મહાતીર્થ બન્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00