ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

ક્રિકેટ બંગલામાં અન્ય રમતોની સુવિધાઓથી ઐતિહાસિક મેદાન પરથી ક્રિકેટની રમત ગુંગળાઈ જશે!

જામનગરના ઐતિહાસિક અને રજવાડાની અમૂલ્ય ભેટ સમાન ક્રિકેટ બંગલાનું મેદાન અને અજીતસિંહજી પેવેલિયન વિશ્વભરમાં સુવિખ્યાત છે, જામ રણજિતસિંહજીના નામના કારણે.

જામનગર ક્રિકેટ બંગલાના મેદાનનો કબજો ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત પાસે ઘણાં વરસોથી છે. આ મેદાન અને પેવેલિયનનો ક્રિકેટની રમત માટે વિકાસ કરવાની ઘણી વાતો થઈ, જાહેરાતો પણ થઈ... પણ જામનગરના આ મેદાનમાં બાઉન્ડ્રી લાઈન પર ફેન્સીંગ અને હોસ્પિટલ એન્ડ તરફ એક નવું બિલ્ડીંગ બનાવવા સિવાય કોઈ કરતા કોઈ કામ થયું નથી.

ક્રિકેટ બંગલાના મેદાનની મેઈન પીચ ટર્ફ વિકેટ બનાવી દેવામાં આવી છે, આઉટ ફીલ્ડ ગ્રાસી બનાવાયું છે. (કદાચ આ કામ સરકારશ્રીએ જ કર્યું હશે!) તેમ છતાં હાલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કડક નિયમો અને જોગવાઈ પ્રમાણે ક્રિકેટનું મેદાન, પીચ, પેવેલિયનમાં ટીમો માટે ફૂલ ફર્નિસ્ડ ડ્રેસીંગ રૃમ, જાયન્ટ ટીવી સ્ક્રીન, પ્રેક્ષકો માટે સ્ટેડિયમ ડિજિટલ સ્કોર બોર્ડ, કોમેન્ટ્રી બોક્સ, વીઆઈપી એન્ટ્રી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવી પડે... અને આ સુવિધાઓમાંથી કદાચ એકાદ બે સુવિધા સિવાય જામનગરનું આ મેદાન આ માપદંડો પૂર્ણ કરી શકે તેમ નહીં હોવાથી આ મેદાન પર રણજી ટ્રોફીના વન-ડે મેચ પણ રમાડી શકાતા નથી!

ક્રિકેટ બંગલામાં હવે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંદાજે રૃપિયા છ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ બનાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. ખૂબ જ સારી બાબત છે કે જામનગરના રમતપ્રેમીઓને આ સુવિધાઓ મળશે... પણ રાજ્ય સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા ક્રિકેટ બંગલાનો વિકાસ શા માટે માત્રને માત્ર ક્રિકેટની રમત માટે જ કરવાનો વિચાર કરવામાં આવતો નથી!

સ્વીમીંગ પુલ, બાસ્કટ બોલ, ટેનિસ કોર્ટ વગેરે માટે મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર અન્ય ખુલ્લી જગ્યા કે મોટા મેદાનનો ઉપયોગ કરી શકે તેમ છે.

ક્રિકેટ બંગલાના મેદાનમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ફરતે જે ખુલ્લી જગ્યા છે ત્યાં ઉગતા ખેલાડીઓ માટે સીમેન્ટ વિકેટ મોજુદ છે. તેમજ મેદાન ફરતે પ્રેક્ષકો માટે સ્ટેડિયમ બનાવી શકાય તેવી સગવડતા છે ત્યારે આ જગ્યાઓનો ઉપયોગ સ્વીમીંગ પુલ, ટેનિસ કોર્ટ કે બાસ્કેટ બોલના કોર્ટ માટે કરી દેવાથી ભવિષ્યમાં  ક્યારેય આ ક્રિકેટ મેદાન પર ક્રિકેટની ઉચ્ચ સ્તરની મેચો રમાય જ નહીં તેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં રમતોના નવા કોર્ટમાં પ્રેક્ટીશ અને વિવિધ ટુર્નામેન્ટોના આયોજનો થાય ત્યારે ક્રિકેટ બંગલાનું મહત્ત્વ અને વજુદ ઘટી જશે તે નક્કી છે અને આવી અન્ય રમતોના આયોજનોના કારણે બારેમાસ આ મેદાન પર જે ક્રિકેટ ખેલાડીઓના કારણે ક્રિકેટ જીવંત રહ્યું છે તેમાં પણ વિક્ષેપ કે નાના-મોટા ઈન્ટરવલ કે વેકેશન પડે તો નવાઈ નહીં!

થોડા વરસો અગાઉ ક્રિકેટ બંગલાને આંતરરાષ્ટ્રીય સ્તરના મેચો રમાડવા યોગ્ય કરવા રાજ્ય સરકાર દ્વારા નવ કરોડ રૃપિયાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મેદાનના વિકાસ માટે કોઈ કચાશ નહીં છોડાય તેવી જાહેરાત કરી હતી, પણ આ બધી જાહેરાતો સાઈડ લાઈન થઈ હોય તેમ જણાય છે અને નવા આયોજનો પ્રકાશમાં આવતા ક્રિકેટ ખેલાડીઓ, ક્રિકેટ પ્રેમીઓ અને આમજનતામાં નિરાશાની લાગણી ફેલાઈ છે!

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00