દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

સંક્ષિપ્ત સમાચાર

મુંબઈઃ ૧૦૦ રૃપિયાની નવી નોટ માટે એટીએમરીકેલિબ્રેટ કરવાનો ખર્ચ ૧૦૦ કોરડ રૃપિયા થશે.

ઝિમ્બાબ્વેઃ પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન અને ઈમામ-ઉલ-હકએ ૩૦૪ રનની વિક્રમી ભાગીદારી નોંધાવી.

અમદાવાદના વેજલપુરમાં બે કલાકમાં પ.૬ ઈંચ વરસાદ ખાબક્યો.

સેટેલાઈટ ગેંગરેપના ત્રણેય આરોપીના નાર્કો ટેસ્ટ નેગેટીવ આવ્યો.

ભ્રષ્ટાચાર મામલે દક્ષિણ કોરિયાના પૂર્વ પ્રમુખ પાર્ક ગુન્હાની સજામાં આઠ વર્ષનો વધારો કરાયો.

આફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોએ હવાઈ હુમલા કર્યાઃ બે બાળકો સહિત ૧૪ લોકોના મૃત્યુ.

મુંબઈઃ ભાયખલા જેલમાં ૮૧ મહિલા કેદીઓને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

યુએસની બ્રિટની લિન્સીકોમપુરૃષોની ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી છઠ્ઠી મહિલા ગોલ્ફર બની.

ધો. પ અને ધો. ૮ માં હવેથી વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. કેન્દ્ર સરકારે સંસદમાં બિલ પસાર કર્યુ.

કેન્દ્રીય ઇન્ચાર્જ નાણા મંત્રી પીયૂષ ગોયલ અને નાણા સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં સામાન્ય લોકોને રાહત આપવામાં આવી છે. કાઉન્સિલે ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન જેવી 17 કંજ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક ગૂડ્સ સહિત 100 ઉત્પાદનો પર ટેક્સ ઘટાડ્યો છે. ત્યારે સેનિટરી નેપકિન, સોના-ચાંદી વગરની રાખડીઓ, માર્બલ અથવા લાકડામાંથી બનતી મૂર્તીઓ જેવી વસ્તુઓને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

પેટ્રોલમાં ઉપયોગ કરવામાં આવતા ઇથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ઇન્ચાર્જ નાણા મંત્રી પીયૂષ ગોયલે GST કાઉન્સિલની 28મી બેઠક પછી જણાવ્યું કે, નવો ટેક્સ દર 27 જુલાઇથી લાગું કરવામાં આવશે. 9 મહિનાના સમયગાળા દરમિયાન GSTમાં આ ત્રીજો સૌથી મોટો ફેરફાર છે. આ પહેલા નવેમ્બર 2017માં 213 વસ્તુઓ અને જાન્યુઆરી 2018માં 54 સેવાઓ અને 29 વસ્તુઓ સસ્તી કરવામાં આવી હતી. શનિવારની બેઠકમાં કાઉન્સિલે GSTના કાયદામાં સૂચિત 46 ફેરફારો મંજૂર કર્યા છે. ખાંડ પર સેસ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00