યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

 

હનુમાન જયંતીના પંચકુંડ યજ્ઞ તથા બટુક ભોજન

જામજોધપુરઃ રોકડિયા હનુમાન મંદિરે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ

જામનગર તા. ૧૯ઃ જામજોધપુર રોકડિયા હનુમાન મંદિરમાં તા.૨૨-૩-૨૦૧૮થી તા.૩૦-૩-૨૦૧૮ દરમ્યાન શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

આ રામકથાનો સમય સવારે ૯થી બપોરે ૧ર વાગ્યા સુધી તેમજ બપોરે ૩ઃ૩૦થી ૬ઃ૩૦ કલાક દરમ્યાન રાખેલ છે. આ કથા દરમ્યામન પોથીયાત્રા, રામ જન્મોત્સવ, શ્રી રામ-સીતા વિવાહ, શ્રી રામ રાજ્યાભિષેક વગેરે કાર્યક્રમ યોજાશે. આ કથા ચંદ્રેશભાઈના વ્યાસસ્થાને યોજાશે તો કાર્યક્રમનો લાભ લેવા રોકડિયા હનુમાન ભક્ત મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.

તા.૩૧-૩-૨૦૧૮ને શનિવારના રોજ હનુમાન જયંતીના દિવસે ૩૮મો પંચકુંડી મહાયજ્ઞ તેમજ સમસ્ત ગામના બાળકો માટે બટુક ભોજન કાર્યક્રમ ૧૧ કલાકે યોજાશે. શ્રી રોકડિયા હનુમાન મંદિરના ગુરૃવમલ લખુદાસએ જણાવેલ છે.

સડોદરના ફૂલનાથ મહાદેવ મંદિરે રામદેવપીર મહારાજનો પાટ-પ્રસાદી

સડોદર તા. ૧૯ઃ સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિરે કારા તા. ૨૦-૩-૧૮ના સાંજે અંબરેશ્વર મહાદેવ મંદિરે સાંજે રામદેવપીર મહારાજનો પાટ અને ગામનું જમણવાર (પ્રસાદી) રાખેલ છે. રાત્રે ૯ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં ઉમેશભાઈ ગઢવી, હમીરભાઈ ગઢવી અને કરિશ્મા દેસાઈ ઉપસ્થિત રહેશે.

જામનગરથી માટેલ-ચોટીલા પદયાત્રા

જામનગર તા. ૧૯ઃ જામનગરના આઈશ્રી ભેળિયાવાળી ખોડિયાર સાર્વજનિક પદયાત્રા સંઘ સંચાલિત દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરથી માટેલ અને ચોટીલા ધામની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૧.૩.ર૦૧૮ ને બુધવારના બપોરે ૩.૩૦ કલાકે પદયાત્રા સંઘ રવાના તેમજ માટેલધામ ધજા, માતાજીનો ભેળિયો તા. રપ.૩.ર૦૧૮ (રવિવાર) ના સવારે ૯ વાગ્યે રાખવામાં આવ્યો છે. પદયાત્રા સંઘ ભરવાડ પા, પંચેશ્વર ટાવર રોડ, પાવન ટ્રાવેલ્સની સામે, જામનગરથી રવાના થશે. વધુ માહિતી માટે મો. ૯૦૭૬૪ ૮૦૦૩૦ નો સંપર્ક કરવો.

દ્વારકાના લાડવામાં સામબાઈ માતાજી મંદિરે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

દ્વારકા તા. ૧૯ઃ દ્વારકા તાલુકાના લાડવા ગામે આવેલા પ્રસિદ્ધ ધામ આઈશ્રી સામબાઈ માતાજીના મંદિરે આજે સોમવાર તા. ૧૯ થી રપ માર્ચ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂરજકરાડીના પ્રખ્યાત ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી અનિલભાઈ મણિલાલ ભોગાયતા દ્વારા ઉપસ્થિત ભક્તગણને તેમની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી વ્યાસ મંગલાચરણ, રાજા પરિક્ષિત જન્મ, સકુદેવજી આગમન, વરાહ અવતાર કથા, કપિલ જન્મ તથા શિવસતી આખ્યાન, ધ્રુવ આખ્યાન, નૃસિંહ અવતાર, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન કથા, વાન અવતાર, નંદ ઉત્સવ, કૃષ્ણ લીલા, ગોવર્ધન લીલા, રાસ લીલા, રૃક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર તેમજ રાજા પરિક્ષિત મોક્ષ સહિતના પ્રસંગોનું વર્ણન કરશે. દરરોજ રાત્રે સંતવાણી તથા નામી કલાકારોના ભજન સંગીતનું પણ આયોજન કરાયું છે. ભાગવત કથા દરમિયાન પિતૃ નિમિત્તે કોઈપણ વ્યક્તિ ફોટો રાખી પૂજનવિધિનો લાભ આયોજકોનો સંપર્ક સાધી લઈ શકશે. કથાનો સમય સવારે ૯ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે. સમગ્ર કથાનું આયોજન ભૂઈ શ્રી દિવાળીબેન, જેસાભા સુમણિયા (દ્વારકા-મો. ૮૭પ૮૭ ર૦૦પ૪) તેમજ જમનભાઈ પરમાર (ઓખા-મો. ૮ર૩૮૦ ૦૧૦ર૬) દ્વારા કરવામાં આવ્યું છે.

દ્વારકાના રઘુવંશી રાયચુરા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞય

દ્વારકા તા. ૧૯ઃ દ્વારકાના રઘુવંશી નવિનચંદ્ર પરસોત્તમ રાયચુરા પરિવાર દ્વારા તા. ૧૮ ના ચૈત્ર માસના પ્રારંભથી તા. ર૪ માર્ચ સુધી દ્વારકાના લોહાણા મહાજનવાડીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકાના પ્રખ્યાત ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી ચેતનભાઈ સાતા દ્વારા ઉપસ્થિત ભક્તગણને તેમની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે. કથાનો સમય સવારે ૯.૩૦ થી બપોરે ૧ર.૩૦ તેમજ બપોરે ૩.૩૦ થી સાંજે ૬.૩૦ સુધીનો રહેશે. દ્વારકાની ધર્મપ્રેમી જનતાને ભાગવત સપ્તાહનો લાભ લેવા આયોજક રાયચુરા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

રામદેવપીર મહારાજના બારપોરનો પાટોત્સવ

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર, ન્યુ પાવર હાઉસ, ૬૬ કે.વી. નજીક ભગત મંડળ દ્વારા બાપા સીતારામ મઢુલી પાસે શ્રી રામદેવપીર બારપોર પાટ ઉત્સવનું આજે તા. ૧૯ અને સોમવારના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે પાંચ વાગ્યે સામૈયા, રાત્રિથી અખંડ મહાપ્રસાદ અને સંતવાણી યોજાશે. ધાર્મિક સંસ્થાના ગાદીપતિ મનસુખનાથ અરજણનાથએ આ કાર્યક્રમનો લાભ લેવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00