હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

ચિરવિદાય

જામનગરઃ નવાગામ ભાટિયા વિનોદરાય જીવણદાસ આશર (ઉ.વ. ૭૯), તે સ્વ. ચંદ્રકાન્તભાઈ અને ગોપાલભાઈના વડીલબંધુ તથા સંજયભાઈ, ધર્મેન્દ્રભાઈ, દર્શનાબેન, નિલ્પાબેનના પિતા અને સ્વ. કરશનદાસ રણછોડદાસ ગોકળગાંધી (જેતપુર) ના જમાઈ તેમજ રાજ, હર્ષ, નિશીતા, તિલકના દાદાનું તા. રર ના દિને અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪-૯-ર૦૧૮ (સોમવાર) ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરના મધુબેન અશોકભાઈ મહેતા (ઉ.વ. ૯પ) તે સ્વ. ન્યાલચંદ કેવળચંદ ગારડી (પડધરીવાળા)ના દીકરી, વકીલ હર્ષદ ગારડી, ચંદ્રિકાબેન, દમયંતિબેન, વાસંતીબેન, તરૃબેન (મોમ્બાસા) ના બહેનનું તા. ર૩-૯-ર૦૧૮ ના અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ર૯-૯-ર૦૧૮, ના સાંજે ૪.૩૦ થી પ.૩૦ દરમિયાન સી/પ૦૧, શાલીભદ્ર પાર્ક, ૧૭-દિગ્વિજય પ્લોટ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ શ્રી સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ (મૂળ વર્જાગ જાળીયા - હાલ રાજકોટ) નટવરલાલ મણીશંકર ભટ્ટ (એસબીઆઈના પૂર્વ કર્મચારી) ના પુત્ર સંજયકુમાર ભટ્ટ (ઉ.વ. પ૦), તે જયેશ ભટ્ટ અને જ્યોતિ યજ્ઞેશ ત્રિવેદીના ભાઈ, ગિરીજાશંકર મણીલાલ ભટ્ટ (ઉપલેટા) ના નાના ભાઈના દીકરા, યજ્ઞેશભાઈ ત્રિવેદી (એસબીઆઈ) રાજકોટના સાળા, મહેન્દ્રભાઈ ભટ્ટ (અમદાવાદ), ઉષાબેન પ્રફુલ્લભાઈ પંડ્યા તથા અરૃણાબેન સુરેશભાઈ ભટ્ટ (જુનાગઢ) ના પિતરાઈ ભાઈ તેમજ સ્વ. દિનેશકુમાર અમૃતલાલ પુરોહિત (ચલાલા) અને પ્રતિમાબેનના ભાણેજ અને દિપ્તીબેન ભટ્ટ (સુરત) ના દિયરનું તા. ૧૯ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું સોમવાર તા. ર૪ ના સાંજે પ થી ૬ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી પાછળ, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી રૃધાભાઈ રાવલીયા તથા દવુભાઈ રાવલીયાના પિતા તેમજ અમિતભાઈ, અજીતભાઈ, હિતેષભાઈ તથા ધનરાજભાઈના દાદા બાબુભાઈ નારણભાઈ રાવલીયા (ઉ.વ. ૮૮) નું તા. ર૩-૯-ર૦૧૮ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. રપ-૯-ર૦૧૮, મંગળવારના સાંજે પ.૦૦ થી ૬.૦૦ દરમિયાન આહિર સમાજ, સત્યમ્ કોલોની રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ ડો. ચંદ્રકાન્ત મણીલાલ મહેતા જનરલ પ્રેક્ટિશ્નર (ઉ.વ. ૭૧), તેઓ ભાવનાબેન મહેતાના પતિ, હરિત મહેતા (કોન્ટ્રાક્ટર), ઉર્વી કામદાર (એસ્સાર સ્કૂલ) અને ચાર્મી મહેતાના પિતા અને ધારા હરિત મહેતાના સસરાનું તા. ર૩-૯-ર૦૧૮, ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪-૯-ર૦૧૮, સોમવારના સાંજે ૪.૦૦ વાગ્યે, ચાંદીબજાર, મોટાઉપાશ્રય, લાલબાગ સામે રાખવામાં આવ્યું છે.

જામનગરઃ કુ. રમાબેન મૂળરાજભાઈ વસંત (ઉ.વ. ૭ર) (નિવૃત્ત કર્મચારી, જામનગર જિલ્લા પંચાયત), તે સ્વ. મૂળરાજભાઈ નથુભાઈ વસંતના પુત્રી, કિશોરભાઈ, સ્વ. રજનીભાઈ, બહાદુરભાઈ, સ્વ. અશોકભાઈ તથા વિજયભાઈના બહેન તા. રર-૯-૨૦૧૮, ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૪-૯-ર૦૧૮, સોમવારના સાંજે પ થી પ.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે હેમેશ્વર મહાદેવ મંદિર, લોહાણા મહાજનવાડીની બાજુમાં જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી સ્વ. ચમનલાલ જગજીવન ત્રિવેદીના પત્ની હેમલતાબેન (ઉ.વ. ૮૮)તે જયપ્રકાશભાઈ (નિવૃત્ત જેએમસી), જગદીશભાઈ (નિવૃત્ત દેના બેંક), હર્ષિદાબેન હેમતભાઈ ત્રિવેદી (મુંબઈ), ગીતાબેન ગિરીશચંદ્ર ઓઝા (બેંગ્લોર)ના માતુશ્રી તથા દિગેશના દાદીનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૪-૦૯-૧૮ના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર રોડ, પાવન ટ્રાવેલ્સની બાજુમાં ભાઈઓ તથા બહેનો માટે સાંજે ૫-૩૦થી ૬ સુધી બહેનો માટે જામનગરમાં રાખવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00