ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

પ્રસિદ્ધ કોરિયોગ્રાફર-એક્ટર રેવંત સારાભાઈ તથા એક્ટ્રેસ કેમી વાઘેલા સાથે સંવાદ

પ્રસિદ્ધ ગુજરાતી ચેનલ કલર્સ ગુજરાતી નવરાત્રિ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ નવરાત્રિ મહોત્સવોમાં ચેનલના વિવિધ કાર્યક્રમોમાં ચમકતા અભિનેતા-અભિનેત્રીઓને ગરબા ટૂર કરાવી ગુજરાતી ટેલિવૂડ અને દર્શકો વચ્ચે સેતુ બનવાની સાથે જ ગુજરાતી સંસ્કૃતિને કલાના અજવાસથી ઝળહળાવવાનું કાર્ય કરી રહી છે આ જ પરંપરા અંતર્ગત કલર્સ ગુજરાતી પરથી સોમવારથી શનિવાર રાત્રે ૮.૩૦ કલાકે પ્રસારિત થતી સિરિયલ 'દીકરી વ્હાલનો દરિયો'ના મુખ્ય પાત્ર કિંજલ ભટ્ટને જીવંત કરતી અભિનેત્રી કેમી વાઘેલા તેમજ પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યાંગના તથા એક્ટિવિસ્ટ મલ્લિકા સારાભાઈના પુત્ર અને પ્રસિદ્ધ સ્પેસ સાયન્ટિસ્ટ વિક્રમભાઈ સારાભાઈના દોહીત્ર યુવા કોરિયોગ્રાફર-એક્ટર રેવંત સારાભાઈએ તુષારભાઈ ગોંડલિયા તથા અક્ષર ભોજનમવાળા હરેશભાઈ પંડ્યા સાથે 'નોબત'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, 'નોબત' પરિવારના દર્શકભાઈ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે સંક્ષિપ્ત સંવાદ કર્યો હતો.

કેમી વાઘેલા એન્કર તરીકે ઘણી વખત જામનગરના અતિથિ થયા હોવાનું જણાવી  પિતાનું સપનું પૂરૃં કરવા સંઘર્ષ કરતી પ્રતિભાશાળી દીકરી કિંજલ ભટ્ટની કથા રજૂ કરતી સિરિયલ 'દીકરી વ્હાલનો દરિયો' વિશે વાત કરતા આ સિરિયલમાં  પોતાના પાત્રને આજની એટલે કે ર૧ મી સદીની આધુનિક છતાં આદર્શ દીકરીનું પાત્ર ગણાવે છે.

રેવંત સારાભાઈ કલર્સ ગુજરાતીના લોકપ્રિય ડાન્સ રિયાલીટી શો 'નાચ મારી સાથે'માં એન્કરની ભૂમિકા નિભાવે છે. ત્યારે મુલાકાત દરમિયાન તેઓ 'નાચ મારી સાથે'ના ઓડીશન વિશે વાત કરી કલર્સ દ્વારા રાજ્યના મહાનગરો ઉપરાંત નાના નાના શહેરોમાં પણ ઓડીશન લઈ રાજ્યના છેવાડાના ખૂણેથી પણ નૃત્ય પ્રતિભાવો શોધી કાઢવાનું કાર્ય પ્રતિબદ્ધતાપૂર્વક કર્યું હોવાનો દાવો કરે છે. ગુજરાતી ફિલ્મ 'ધન્ય્યા ઓપન', 'ઓ ત્તારી' અને 'મિજાજ'માં અભિનયના ઓજસ પાથરી ચૂકેલ રેવંત સારાભાઈએ ડાન્સર તરીકે તેનું પ્રથમ પરફોર્મન્સ ૮ વર્ષની વયે આપ્યું હતું. નાની મૃણાલીનીબેન સારાભાઈ પાસેથી નૃત્યની પ્રાથમિક તાલીમ પ્રાપ્ત કર્યા પછીે રેવંતએ ફિલાડેલ્ફિયાની ધ યુનિવર્સિટી ઓફ આર્ટસમાંથી ફાઈન આર્ટસમાં સ્નાતકની તેમજ લંડનની યુનિવર્સિટી ઓફ રોહેમ્પટનમાંથી માસ્ટર ઈન પરફોર્મન્સ એન્ડ ક્રિયેટીવ રિસર્ચની પદવી મેળવી છે. સારાભાઈ પરિવારના નૃત્ય અને કલા પ્રત્યેના સમર્પણની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહેલા રેવંત પાસેથી ગુજરાતી ટેલિવૂડ તેમજ ગુજરાતી સિનેમાજગતને પણ ઘણી અપેક્ષાઓ છે. સંવાદ દરમિયાન રેવંત સારાભાઈએ કલા જગતની અપેક્ષાઓને મનોરંજનપૂર્વક પૂરા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમજ 'નાચ મારી સાથે'ના નવરાત્રિ પછીના વાઈલ્ડ કાર્ડ એપિસોડ્સમાં જામનગરના ડાન્સરો પણ ટી.વી. સ્ક્રીન પર ઝળકશે એમ જણાવી જામનગરીઓને 'નાચ મારી સાથે' નિયમિત નિહાળવા હકપૂર્વક અનુરોધ કર્યો હતો.

'દીકરી વ્હાલનો દરિયો'માં કિંજલ ભટ્ટનું મુખ્ય પાત્ર ભજવતી કેમી વાઘેલાનું વતન પાલિતાણા છે, પરંતુ પોતાના સપનાઓને સાકાર કરવા તે માયાનગરી મુંબઈમાં સ્થયી થયા છે. 'દીકરી વ્હાલનો દરિયો' કેમીની પ્રથમ સિરિયલ છે ત્યારે દર્શકોનો વ્હાલ એ જ કેમી માટે પ્રાથમિક્તા છે. 'દીકરી વ્હાલનો દરિયો' અચૂક નિહાળવા અનુરોધ કરી કેમી ભવિષ્યમાં બીજા અવનવા અને પડકારરૃપ પાત્રોમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રગટ કરે છે. 'નોબત' દ્વારા કલર્સ ગુજરાતીના બન્ને પ્રતિભાશાળી કલાકારોને નગરજનો વતી સફળતાની શુભેચ્છા પાઠવી સંવાદને વિરામ આપવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00