વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને સ્વાતંત્ર્ય દિને કરાશે વીરચક્રથી સન્માનિત

નવી દિલ્હી તા. ૧૪ઃ એરસ્ટ્રાઈક પછી ભારત પર હુમલો કરવા આવેલા પાક.ના વિમાનોનો પીછો કરીને પાક.નું એક વિમાન તોડી પાડનાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને સ્વાતંત્ર્ય દિને વીરચક્રથી સન્માનિત કરાશે.

ભારતીય વાયુસેનાના કમાન્ડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. તેમની સાથે જ સ્કવાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. અભિનંદને ર૭ ફેબ્રુઆરીએ મિગ-૨૧ બિસનથી પાકિસ્તાનના એફ-૧૬ વિમાનનો પીછો કરીને એક વિમાન તોડી પાડ્યું હતું. ત્યારપછી તેમનું વિમાન એક મિસાઈલનું ટાર્ગેટ બન્યું હતું અને તે નષ્ટ થાય તે પહેલા અભિનંદન વિમાનમાંથી નીકળી ગયા હતાં અને ત્યારપછી પાકિસ્તાનના એક વિસ્તારમાં  ફસાઈ ગયા હતાં.

જો કે, ભારતના દબાણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને વર્તમાનને છોડી દેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી લીધી હતી, પરંતુ ૬૦ કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દેવામાં આવ્યા હતાં. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે.

વાયુસેનાએ ર૬ ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં સામેલ રહેલા મિરાજ-ર૦૦૦ ના પાયલોટને વાયુસેના મેડલ આપવાની પણ જાહેરાત કરી હતી, જો કે હજી આ વિશે કોઈ ખુલાસો થયો નથી. ભારતીય પાયલોટએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ ર૦૦૦ બોમ્બથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અંદાજે ૩૦૦ આતંકીઓને મારવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાની જવાબદારી આતંકી મસુદ અઝહરના સંગઠને લીધી હતી. હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતાં. ત્યારપછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં  આવેલા આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription