લગ્નના સત્તર વર્ષ સુધી ત્રાસ સહન કર્યા પછી પરિણીતાએ પોકાર્યું બંડ

જામનગર તા. ૧૪ઃ જામનગરના એક યુવતીને સત્તર વર્ષ પહેલાં રાજકોટમાં લગ્ન થયા પછી પતિ, સાસુ, સસરાએ ત્રાસ આપી કવરાવી દેતા આ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા મારૃતિનગરમાં રહેતા ભાવનાબેન કિરીટગીરી ગોસ્વામીના લગ્ન વર્ષ ૨૦૦૨માં રાજકોટના નવાનગરમાં વસવાટ કરતા વિજયગીરી રમણીકગીરી ગોસ્વામી સાથે થયા પછી આ પરિણીતાને નાનીનાની બાબતોમાં વાંક કાઢી ત્રાસ આપવામાં આવતો હતો.

ત્યારપછી પતિ વિજયગીરી, સસરા રમણીકગીરી મોહનગીરી, સાસુ મંગળાબેને મેણાટોણા મારી ભાવનાબેનને કવરાવી દેતા હાલમાં પિયર પરત ફરેલા આ પરિણીતાએ જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription