જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

અમદાવાદના ગાંધી આશ્રમમાં અલ્પેશે આદર્યા સદ્ભાવના ઉપવાસ

અમદાવાદ તા. ૧૧ઃ અમદાવાદના ગાંધી આશ્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમર્થકો સાથે સદ્ભાવના ઉપવાસ શરૃ કર્યા છે.

આજથી ઠાકોર સેનાના સુપ્રિમો અને રાધનપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સદ્ભાવના ઉપવાસ કરવાના છે. ગુજરાતમાં પરપ્રાંતિયો પર અને ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસ પછી હુમલાના બનાવો બન્યા હતાં. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતિયો અને ઠાકોર સેના વચ્ચે સદ્ભાવ વધે તેવા ઉદૃેશ્યથી અલ્પેશ ઉપવાસ કરવાના છે. પરપ્રાંતિયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાનો પણ અલ્પેશનો પ્રયાસ છે. ગાંધી આશ્રમમાં સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે એક દિવસીય સદ્ભાવના ઉપવાસ શરૃ કર્યા છે. ઉપવાસમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.

હિંમતનગરના ઢુંઢર ગામની એક ૧૪ માસની બાળકી પર પરપ્રાંતિ યુવાને દુષ્કર્મ આચાર્યુ હતું. ગણતરીના દિવસો બાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજ્યના નવ જિલ્લામાં પરપ્રાંતિઓને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતાં. આમાં સૂકાના વાંકે લીલું પણ બળ્યું હોવાનો ઘાટ સર્જાયો હતો અને નિર્દોષો એવા ગરીબ અને મજૂરી કરવા આવેલા પરપ્રાંતિયોને ગુજરાત છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે પરપ્રાંતિયોને પાછા લાવવા અને તેમની સાથે સદ્ભાવ કેળવવા અલ્પેશ ઠાકોર સદ્ભાવના ઉપવાસ કરી રહ્યાં છે.

ઠાકોર અધિકાર આંદોલન માટે ઠાકોર અધિકાર યાત્રાનો એક કાર્યક્રમ અલ્પેશ ઠાકોર યોજવાના હતાં. પરંતુ કાર્યકર્તાઓની રજૂઆત અને અગમ્ય કારણોસર મુલત્વી રાખ્યો હતો, અને તેને ૧૧મી ઓક્ટોબરથી યોજવાની જાહેરાત કરી હતી. આજે ૧૧મી તારીખ થઈ છે ત્યારે ઠાકોર અધિકાર યાત્રા થશે કે નહીં તે સવાલ છે. ઠાકોર સેનાનું અને અલ્પેશના પર પરપ્રાંતિયો પર હુમલા કરવાનો આરોપ લાગતાં તેમણે રાજનીતિ છોડવાની ચિમકી સુધ્ધા આપી દીધી હતી. પરપ્રાંતિય હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવાનું અને તેમણે તથા તેમની ઠાકોર સેનાને ખોટી રીતે બદનામ કરીને રાજનીતિ કરવામાં આવતી હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો.

અલ્પેશ પર દોષનો ટોપલો નાંખતા બનાસકાંઠામાં નીતિન પટેલ સામે દેખાવો

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે. બીજી તરફ નીતિન પટેલનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો ૨૦૧૫નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં નીતિન પટેલ એવું કહી રહ્યા છે કે યુપી અને બિહારના મજૂરોનાં કારણે રાજ્યમાં ગરીબી વધી છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જયરાજસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલ અગાઉ પરપ્રાંતિયો વિરુદ્ધ ઝેર ઓકી ચૂક્યા છે. તેઓ પહેલાથી જ યુપી-બિહારને મજૂરોના વિરોધી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription