પોલીસકર્મી પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુન્હામાં આરોપીઓની કરાતી ધરપકડ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં સોમવારની રાત્રે પોલીસકર્મી પર ત્રણ શખ્સોએ હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવ્યાના ગુન્હામાં ત્રણેય આરોપીઓને પોલીસે પકડી પાડી ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલી એક ગલીમાંથી સોમવારની રાત્રે પત્ની સાથે બાઈકમાં જતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી પરેશભાઈ એ. ખાણધરે ત્યાંથી બાઈક લઈને જતા ત્રણ શખ્સોને વાહન સરખુ ચલાવવાનું કહેતા શાહીદ ખફી, નિયામત તથા ફૈઝલ છનીન નામના ત્રણ શખ્સોએ મુંઠ, ઢીકાપાટુ વડે હુમલો કરી પરેશભાઈનો રૃા. ૬૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી લીધો હતો. અચાનક થયેલા હુમલાથી લોહીલુહાણ બની ઢળી પડેલા પરેશભાઈના પત્નીએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાંથી તેઓએ ગઈકાલે વહેલી સવારે ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે સિટી એ ડિવિઝનના પીઆઈ એસ.એચ. રાઠવાએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ શખ્સો પાસેથી હુમલામાં વપરાયેલી મુંઠ, બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription