ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ખંભાળિયા પાસે સરકારી મોટરને અકસ્માતઃ નુકસાન

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર બુધવારે રાત્રે નશો કરી સરકારી મોટર લઈને જતાં એક શખ્સે અકસ્માત સર્જતા પોલીસે ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.

ખંભાળિયાથી જામનગર તરફના ધોરીમાર્ગ આઠ કિ.મી. દૂર આવેલા એરફોર્સ ગેઈટ નજીકથી બુધવારની રાત્રે એકાદ વાગ્યે પૂરપાટ ઝડપે જતી જીજે-૧૦-જી ૫૪૪ નંબરની સરકારી ટવેરા મોટરે થોડે સુધી સર્પાકારે દોડી અકસ્માત સર્જયો હતો.

આ બનાવની જાણ થતા ખંભાળિયાથી પોલીસ કાફલો દોડયો હતો. પીએસઆઈ એ.આઈ. ચાવડાએ સ્થળ પર પહોંચ્યા પછી તપાસ હાથ ધરતા આ જીપના ચાલક ખંભાળિયાના લુહારસારમાં રહેતા વિજય જીવણલાલ ત્રિવેદી નશાની હાલતમાં જણાઈ આવતા પો.કો. જીતુ એસ. જામ ખુદ ફરિયાદી બન્યા છે. તેઓએ સરકારી જીપના ચાલક વિજય ત્રિવેદી સામે નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવા અને તેમાં રૃા.૧ હજારનું નુકસાન કરવા અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription