ધ્રોલની અપહ્યુત કિશોરી તથા આરોપી ઝડપાયા

જામનગર તા. ૧૩ઃ ધ્રોલમાંથી પાંચ વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ થયું હતું. તેનો આરોપી આ સગીરા સાથે પાળીયાદમાં રહેતો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડે બંનેની ત્યાંથી અટકાયત કરી છે.

ધ્રોલમાં રહેતી એક સગીરાના અપહરણની વર્ષ ૨૦૧૪માં અજય દિનેશભાઈ ભોજીયા નામના શખ્સ સામે ફરિયાદ થયા પછી આ સગીરા તથા આરોપીના સગડ મળ્યા ન હતાં. જેની એચટીયુ યુનિટને તપાસ સોંપવામાં આવી હતી. તે દરમ્યાન અજય ભોજીયા તથા તે સગીરા બોટાદ જિલ્લાના પાળીયાદમાં વસવાટ કરતા હોવાની બાતમી મળતા પેરલો ફર્લો સ્કવોર્ડના સી.વાય. બારોટ તથા સ્ટાફે પાળીયાદ પોલીસને સાથે રાખી ચામુંડા નગરમાં રહેતા બંને વ્યક્તિઓની અટકાયત કરી છે. તેનો કબજો ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરાઈ છે. કાર્યવાહીમાં એએસઆઈ વનરાજસિંહ વાળા, હંસરાજભાઈ, ધર્મેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, લખધીરસિંહ, અરજણભાઈ કોડીયાતર, કાસમ બ્લોચ, મેહુલ ગઢવી, રણજીતસિંહ સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription