મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર તા. ૧રઃ ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૩૫૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઈક્રો પ્લાનિંગ તૈયાર કરવા સુચના દેવામાં જાગૃત છે. ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૩૫૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જે તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૃપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઈ-કાંઠાના વિસ્તારને વધુ  અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પાંચ-પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર હવામાન ખાતા અને ઈસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઈદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ જડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નુક્સાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા સૂચના દેવામાં આવી છે. જરૃર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૃરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે. બેઠકમાં લશ્કર, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરેઅફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકરીઓ ઉપરાંત રાજ્ય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription