ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ખંભાળિયાના ભરાણા-વાડીનાર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ

જામનગર તા.૧૫ઃ ખંભાળિયા તાલુકાની વાડીનાર જિલ્લા પંચાયતની સીટ પર ભરાણા ગામે ભાજપની કાર્યકર્તાઓની મિટીંગ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાન, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલાં જામનગરના ધારાસભ્ય તથા મંત્રી હકુભા જાડેજાએ તેમનાં બે બે ટર્મના જિલ્લા પંચાયતના વાડીનાર વિસ્તારની જનતાને ભાજપને મત આપવા અપીલ કરીને વિકાસના કાર્યોમાં જોડાવા માટે અપીલ કરી હતી.

પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાત અનેક ઉદાહરણો દ્વારા કરીને વાડીનાર જે મુસ્લિમ બહુમતીનો વિસ્તાર છે. તેમાં વિકાસ કાર્યો પૂનમબેન માડમે કર્યા છે. તથા હજુ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે કરશે તેવી ખાતરી આપી પૂનમબેનને મત આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મૂળુભાઈ બેરા, મેઘજીભાઈ કણઝારિયા સીટના ઈન્ચાર્જ સી.આર. જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો કરીને પાયાની સુવિધા ઉભી કરવામાં રાજ્યમાં કેન્દ્રનો સહયોગ તથા વિકાસકાર્યોમાં પૂનમબેન માડમનું પ્રદાન વિગતવાર કર્યું હતું.

ભાજપમાં અગ્રણીઓ જોડાયા હતાં

કાર્યક્રમમાં કુલદીપસિંહ ગગુભા જાડેજા, હાજી સાહેબ તથા જુસબભાઈ વગેરે અનેક કાર્યકરો તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈને કેશરિયો ધારણ કર્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription