ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા સમૂહ યજ્ઞોપવિત

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર દ્વારા લોહાણા મહાજનવાડી જામનગરમાં સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.

યજ્ઞોપવિતની પૂર્વ સંધ્યાએ બટુકોનું સરઘસ ગરબા ડીજેના તાલે નીકળ્યું હતું. બટુકો બગીની સવારીમાં લાલ બંગલા, જિલ્લા પંચાયત, ક્રિકેટ બંગલો, લીમડાલાઈન, તીનબત્તી, બેડીગેઈટ થઈને પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજનવાડીમાં સરઘસ પૂર્ણ થયું હતું.

યજ્ઞોપવિતની મંડપ રોપણ, ગૃહશાંતિ, યજ્ઞોપવિત ધારણ સહિતની વિધિ પોરબંદર સાંદિપની વિદ્યામંદિરના રૃષિકુમારો દ્વારા કરાવવામાં આવી હતી.

ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બટુકોને યજ્ઞોપવિત ધારણ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. મહાનુભાવોના સન્માન પછી બટુકોના કાશીગમન અને ભોજન સમારંભ યોજાયા હતો.

કાર્યક્રમમાં કોઠારી સ્વામીશ્રી ચર્તુભુદાસજી મહારાજ સ્વામીનારાયણ મંદિર જામનગરથી જીતુભાઈ મહેતા, (સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ રાજકોટ), નિખીલભાઈ ભટ્ટ (સંગઠન મંત્રી, ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ), ભરતભાઈ જાની (રાજકોટ જિલ્લા પ્રમુખ), વિશાલભાઈ દવે (અધ્યક્ષ પરશુરામ સેના ગુજરાત વડોદરા), દિલીપભાઈ વ્યાસ, ફાલ્ગુની વ્યાસ (મહિલા પાંખ મહામંત્રી ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ), નરેન્દ્રભાઈ પુરોહિત (પ્રમુખ રાવલ બ્રહ્મ સમાજ), જગતભાઈ રાવલ, શિવસાગર શર્મા, ભાવેશભાઈ શીલુ, સંતપુરાણધામ ધુનડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દિક્ષિતભાઈ મહેતા (મહામંત્રી ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર), દ્વારા કરવામાં આવ્યું હતું. અતિથિઓએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. હર્ષદભાઈ વ્યાસ હાપા ઉપાધ્યેક્ષે બ્રાહ્મણોના કર્તવ્ય તેમજ યજ્ઞોપવિત વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પી.જોશી (પ્રમુખ ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ જામનગર) દ્વારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મનોજભાઈ જોશી, દીક્ષિતભાઈ મહેતા, માર્ગદર્શન હેઠળ ભરતભાઈ મહેતા, રમેશભાઈ ત્રિવેદી, ધીરૃભાઈ મહેતા, મૃગેશભાઈ દવે, વિશાલભાઈ પંડ્યા, ચેતનભાઈ જોશી, કલ્પેશભાઈ જોશી, હિરેનભાઈ સાતા, ભાસ્કરભાઈ ઠાકર, મંથનભાઈ મહેતા, દવનીશ જોશી વગેરે દ્વારા જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription