સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન

જામનગર તા. ૧૪ઃ જામનગરની સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તા. ૧૫-૮-૧૯ના પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં સમૂહ જનોઈ બદલાવવાનો કાર્યક્રમ તથા જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૫-૮ ના સવારે ૧૦ વાગ્યે શાસ્ત્રી અશોકભાઈ પ્રવિણભાઈ દ્વારા જનોઈ બદલાવવાની વિધિ કરવામાં આવશે. ત્યાર પછી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે જ્ઞાતિનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે. જનોઈ બદલાવવા આવનાર દરેક જ્ઞાતિજનોએ ફરજીયાત ધોતીયું પહેરીને આવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાતિના સ્વ. લાધીબેન ખીમજીભાઈ દ્વારા તેમની સંપૂર્ણ માલ-મિલકત જ્ઞાતિને અર્પણ કરી દેવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં રક્ષાબંધન-બળેવના દિવસે સારસ્વત બ્રાહ્મણ જનોઈ જ્ઞાતિ જમણવારનું આયોજન થતું હતું

જે વર્ષોથી બંધ થઈ ગયું હતું. પણ જ્ઞાતિના નવા વરાયેલા પ્રમુખ તથા કારોબારી સભ્યો દ્વારા સ્વ. લાધીબેન ખીમજીભાઈના આત્માની શાંતિ અને કલ્યાણઅર્થે ચાલુ વર્ષે જ્ઞાતિ ભોજન તથા સમૂહમાં જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription