ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

જામનગરના બેડના આસામીને ચેક પરતના કેસમાં બે વર્ષની સજા ફટકારતી અદાલત

જામનગર તા. ૧૫ઃ જામનગરના બેડ ગામના એક આસામીને ચેક પરતના ગુન્હામાં અદાલતે બે વર્ષની કેદની અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા ખીમાભાઈ જીવાભાઈ નામના આસામીએ નગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ નામની પેઢી પાસેથી વાહન ખરીદવા માટે લોન મેળવી હતી. જેની પરત ચૂકવણી માટે તેઓએ રૃા. ૮૮,૪૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ખીમાભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા બંને પક્ષો દ્વારા રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ખીમાભાઈને નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળના ગુન્હામાં તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમનો એટલે કે રૃા. ૧,૭૬,૮૦૦નો દંડ ફટકાર્યો છે. દંડમાંથી ફરિયાદીને વળતર ચૂકવવાનો અને દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ મનિષ પડ્યા, આશા વાંઝા રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription