close

કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

Jul 17, 2019
ઈસ્લામાબાદ તા. ૧૭ઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ વૈશ્વિક આતંકી હાફિઝ સઈદની લાહોરમાંથી ધરપકડ અને તેને ન્યાયિક રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા પછી પોતાની છાપ સુધારવા ઈમરાન સરકારે એક વધુ નાટક કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદની આખરે પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરમાંથી ધરપકડ કરી છે. તે લાહોરથી ગુજરાવાલા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ સુપ્રિમ કોર્ટે કર્ણાટકના બાગી ધારાસભ્યોને વિશ્વાસમત માટે મજબૂર કરી શકાય નહીં, તેવો ચૂકાદો આપતા કુમારસ્વામી સરકારનું સંકટ વધ્યું છે, જો કે અદાલતે સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાની ખુલ્લી છૂટ આપતા આ મામલો વધુ પેચીદો બની ગયો છે. કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ રાજકીય ધામાસણ હવે પોતાના અંજામ સુધી પહોંચતું દેખાઈ રહ્યું છે. બુધવારના સુપ્રિમ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો અને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા ... વધુ વાંચો »

Jul 17, 2019
હેગ તા. ૧૭ઃ ભારતીય નાગરિક કુલભૂષણને જાસૂસ ઠરાવીને પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, જેની સામે ભારત આંતર રાષ્ટ્રીય કોર્ટમાં ગયું હતું. લાંબી સુનાવણી પછી આજે આ કેસનો ફેંસલો આવવાનો છે, ત્યારે વિવિધ અટકળો થઈ રહી છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપશે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ ર૦૧૭ માં  ... વધુ વાંચો »

Jul 17, 2019
અમદાવાદ તા. ૧૭ઃ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અંતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. તેની સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે. તા. ૫મી જુલાઈએ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કર્યા પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપમાં જોડાશે તો તેને મંત્રીપદ મળશે તેવી ચર્ચાઓ ત્યાર પછી વહેતી થઈ હતી. પણ ભાજપના અંતર્ગત વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ મંત્રીપદ તો દૂર ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાતના ૭૦ ધારાસભ્યોને આઈટી વિભાગે નોટીસ પાઠવતા ચકચાર જાગી છે. ૧૮ર સભ્યોની વિધાનસભામાં ૪૦ ટકા ધારાસભ્યો આઈટીની ઝપટે ચડ્યા છે. ગુજરાત વિધાનસભાના ૧૮ર ધારાસભ્યો પૈકી ૪૦ ટકા એટલે કે ૭૦ ધારાસભ્યોને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવતા ચકચાર જાગી છે. આવકવેરા વિભાગે ધારાસભ્યોને ર૦૧૭ વિધાનસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા  કરવામાં આવેલ એફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્ન બન્નેમાં રહેલા ઊડીને આંખે વળગતા તફાવતને લઈને પ્રશ્નો પૂછ્યા છે. ભાજપ અને ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં રોજગારી બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકારી ચોપડે ૪,ર૪,૯૯૦ બેરોજગારીની નોંધણી છે તથા રર,પ૯૯ અર્ધશિક્ષિત બેરોજગારો છે. છેલ્લા બે વર્ષમાં પ૪૯૭ લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. વડોદરા, સુરત, ખેડામાં બે વર્ષમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. દાહોદ અને નર્મદા જિલ્લામાં પણ એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ દેશના બિહાર, આસામ અને ઉ.પ્રદેશમાં નદીઓ ઉફાણે ચડી છે, અને ભારે પૂર કાળો કહેરે વર્તાવ્યો છે. પૂરના કારણે બિહારમાં ૩૪, આસામમાં ૧૭ અને ઉત્તરપ્રદેશમાં ૧૪ લોકોના મળી કુલ ૬પ વ્યક્તિઓના મરણ થયા છે. બિહારના ઉત્તર ભાગમાં બુઢી ગંડક સહિત છ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. મુખ્યમંત્રી નીતિશકુમારના જણાવ્યા પ્રમાણે એનડીઆરએફની છવ્વીસ ટીમો દ્વારા અત્યાર સુધીમાં સવાલાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦૧૯ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૯૬૩ આતંકવાદીઓ ઠાર કરાયા છે જ્યારે ૪૧૩ સુરક્ષાકર્મી શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારની પ્રથમ ઈનિંગમાં ૯૬૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી લોકસભામાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આની સાથે સાથે ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ર૦૧૬ થી ર૦૧૮ વચ્ચેના ગાળામાં સરહદપારથી ઘૂસણખોરીના બનાવોમાં ઘટાડો થયો ... વધુ વાંચો »

Jul 17, 2019
લખનૌ તા. ૧૭ઃ ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીના વિશ્વાસુ સ્વતંત્રદેવસિંહની નિમણૂક કરાઈ છે, જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ મહાનગરના સંગઠનોમાં પણ વ્યાપક ફેરફાર થયા છે. ભારતીય જનતા પક્ષે પ્રાદેશિક કક્ષાએ સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવાની શરૃઆત કરી દીધી છે. ભાજપે આજે કેટલાક મોટા ફેરફાર કર્યા હતાં જેના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના ગણાતા વિશ્વાસુ સ્વતંત્રદેવસિંહને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠનમાં ફેરફાર કર્યા છે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર મ્યુનિ. કમિશ્નર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં ઢોર રાખવા તેમજ ઘાસચારો વેંચાણ કરવા સામે પ્રતિબંધ લાદતું જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે, આ પહેલા પણ અનેક જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ત્યારે આ ઢોર સંબંધિત જાહેરનામું કેટલું અસરકારક નીવડી એ તો આવનારો સમય જ કહેશે. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દરરોજ વધતો જાય છે. પરિણામે ગંદકી થાય છે, ટ્રાફિક સમસ્યા વધુ વકરે છે, અને ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સંખ્યા અને સરેરાશ હાજરી અંગે મનસ્વી નિર્ણય લેતા આક્રોશ ઉઠ્યો છે, અને બોર્ડના સભ્ય તથા શિક્ષક અગ્રણી દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તથા હાજરી અંગે મનસ્વી નિર્ણય લેવામાં આવતા તથા તે અંગે પરિપત્ર પણ કરાતા શિક્ષકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે તથા આ અંગે શિક્ષક અગ્રણી તથા ગુજરાત મા. અને ઉ.મા.શિ.બોર્ડ સદસ્ય રાજેશભાઈ વસરાએ ઉચ્ચકક્ષાએ ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટેનો વ્યાજદર ૭.૯ ટકા રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીપીએફનો વ્યાજ દર ૮ ટકા રાખ્યો હતો. જીપીએફનો વ્યાજ દર કેન્દ્ર સરકારના તમામ કર્મચારી, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડને પણ લાગુ પડે છે. નાણા મંત્રાલય તરફથી કરાયેલા આદેશ અનુસાર જીપીએફ પર ૧ જુલાઈ, ર૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધી વ્યાજ દર ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ડેન્ગ્યૂનો ડંખ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે ડેન્ગ્યૂના રોગમાં એક પુરુષનું મૃત્યુ નિપજ્યું હતું. આથી આરોગ્ય વિભાગના અધિકારીઓની દોડધામ વધી જવા પામી હતી. તો હવે મેલેરિયાના રોગચાળાએ પણ દસ્તક દીધી હોય તેમ જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં ડેન્ગ્યૂનો રોગચાળો ફૂલ્યો ફાલ્યો અને દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે. દરમિયાન જામનગરમાં ખોડિયાર કોલોની જાગૃતિનગરમાં રહેતા કિરીટસિંહ દોલુભા ગોહિલ (ઉ.વ. ૪૪) ને ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી થઈ ગયું છે, પરંતુ તેજીલા વાયરાઓ અને વાદળછાંયા વાતાવરણના પગલે નગરજનોને ગરમીમાંથી રાહત મળી રહી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી વરસાદ ન થતાં લોકો નિરાશ થયા છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીથી વધી ગયું ... વધુ વાંચો »

Jul 17, 2019
અમદાવાદ તા. ૧૭ઃ અમદાવાદના શિક્ષણાધિકારીએ ટ્યુશનિયા શિક્ષકો સામે લાલઆંખ કરી છે, અને વીસ રૃપિયાના સ્ટેમ્પ પર બાહેંધરી લીધા પછી કડક ચેકીંગની વ્યવસ્થા પણ કરી છે. સ્કૂલોના શિક્ષકો ખાનગીમાં ટ્યુશન કરતા હોવાની ફરિયાદ મળતા શહેર ડીઈઓએ ટ્યુશન ક્લાસીસની ચકાસણી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સ્કૂલના શિક્ષકો પાસેથી ર૦ ના સ્ટેમ્પ પર બાહેંધરી લેવાશે કે, 'અમે કોઈપણ સ્થળે ટ્યુશન કરીશું નહીં'. ડીઈઓ કચેરીના એક્શન પ્લાનમાં અધિકારી અને કર્મચારીઓની ચાર ટીમો તૈયાર કરાશે. જે ... વધુ વાંચો »

Jul 17, 2019
મુંબઈ તા. ૧૭ઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતે આયુર્વેદ અંગેની ચર્ચા દરમિયાન સંસદમાં કરેલું પ્રવચન વાયરલ થઈ રહ્યુું છે. સોમવારે સંજય રાઉતે સંસદમાં  કેન્દ્ર સરકારના આયુષ વિભાગ પાસે માંગ ઊઠાવી કે મરઘો શાકાહારી છે કે માંસાહારી છે, તે નક્કી કરે. હનુમાનજી લક્ષ્મણ માટે સંજીવની લાવ્યા હતાં, તે રામાયણની ઘટનાને ટાંકીને તેમણે આયુર્વેદની પ્રશંસા તો કરી, પરંતુ સાથે સાથે કોઈ આદિવાસીએ રોગપ્રતિકારક આયુર્વેદિક મરઘી ઉછેરી હોવાનું દૃષ્ટાંત પણ આપ્યું. તેમણે હરિયાણાની કૃષિ-યુનિવર્સિટીમાં આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ ચાલી રહ્યું ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામકલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેડૂતોના નેશનલ હાઈવે લગત ખેડૂતોની જમીનોના વળતરના અણઉકેલ પ્રશ્નો સંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી સુખદ ઉકેલ આવ્યો છે. લાંબા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવેમાં ૩૨ જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જતી હતી, તેના વળતરનો પ્રશ્ન ઘણા સમયથી પેન્ડીંગ હતોે. જે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામના સરપંચ કાનાભાઈ ગોજીયા તથા અગ્રણી પરબતભાઈ ચાવડા સહિત સૌએ ખેડૂતો સાથે સંસદસભ્ય પૂનમબેનને રજુઆત કરી હતી. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ વિધાનસભામાં પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે અને બે વર્ષમાં કામ સંપન્ન કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટ અંગે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાના પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યની એજન્સી મે. જોડિયા વોટર ડિસેલિનેશન લિમિટડ દ્વારા બાંધકામ માટેની જરૃરી પર્યારવણીય મંજુરીઓ અને નાણાકીય વ્યવસ્થાપન માટેની કાર્યવાહી પ્રગતિ હેઠળ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ આજે આપણે એક ઉદ્યમી વિદ્યાર્થી વિશે વાત કરીશું જેણે પોતાના સખત પરિશ્રમ થકી પોતે, પોતાના માતા-પિતા, રઘુવંશી સમાજ, એરફોર્સ સ્કૂલ અને જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે. રાહિલ બદિયાણી, શ્રીમતી યોગિતાબેન તથા રાજુભાઈ બદિયાણીનો પુત્ર કે જેણે પોતાના પ્રયત્નો થકી આજે ભારતના પ્રતિષ્ઠિત સંસ્થા-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટીમાં કોમ્પ્યુટર સાયન્સામાં પ્રવેશ મેળવેલ છે. આમ તો રાહિલ પહેલેથી જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે. એની રૃચી અને લગાવ ભણતર પ્રત્યે હંમેશા રહ્યો છે. ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં ખાડે ગયેલી પોસ્ટ વિભાગની સેવાથી હવે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વયોવૃદ્ધ ગ્રાહકોને પોતાના પોસ્ટખાતાની બેલેન્સ જાણવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. જામનગરના ચાંદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં નબળી ગ્રાહક સેવાથી પોસ્ટ વિભાગના કામ માટે જતા લોકો ત્રસ્ત બની ગયા છે. પોસ્ટ વિભાગમાં એકાઉન્ટ ધરાવતા બુઝુર્ગો પોતાના ખાતામાં બેલેન્સ જાણવા જતા તેમને કલાકો સુધી લાઈનમાં બસાડી રાખવામાં આવ્યા હતા. આથી વયોવૃદ્ધ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ... વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ ગુજરાતના યુવાનોનું સરંક્ષણ દળોમાં (લશ્કરી/અર્ધલશ્કરી/ પોલીસ ફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં) પ્રતિનિધિત્વ વધે તે હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજનમાં અમલમાં છે. આ યોજના અન્વયે તમામ કેટેગરીમાં મળી કુલ-૩૦ ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમવર્ગો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા ધરાવતા તથા તા. ૧-૦૯-૨૦૧૯ના ૧૭.૫ થી ૨૩ વર્ષની વય જુથના પુરૃષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, બીજો માળ, જિલ્લા સેવા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કલેક્ટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા દ્વારા આયોગની કામગીરીના પ્રચાર પ્રસાર હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પત્રકારોને સફાઈ કર્મચારી આયોગની કામગીરી, એમ.એસ. એક્ટ ર૦૧૩ ની મોનીટરીંગ સમિતિ, સીવર મૃત્યુ અને તેના અનુસંધાનના નિયમો, પુનર્વસનની પ્રક્રિયા વિગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી દ્વારા દલીત અને સીમાંત સફાઈ કર્મચારીઓને વિકાસની મુખ્યધારમાં જોડવાના તેમના દૃષ્ટિકોણ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જામનગરમાં આગામી ત્રણ મહિના સુધી માળાની વસાહતો શોધવા હેરોનરી સર્વે હાથ ધરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ બર્ડ સેન્ચુરી ખીજડિયા બર્ડ સેન્ચુરી અને નરારા ટાપુ, પીરોટન ટાપુ સહિતના ટાપુઓ હાલાર પંથકમાં હોવાથી ભૌગોલિક દૃષ્ટિએ પક્ષીઓ માટે આ વિસ્તારો સ્વર્ગ સમાન છે. અનેક દેશ-વિદેશના પક્ષીઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસાહતો બનાવી માળા કરે છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગર અને દ્વારકામાં પણ આગામી ત્રણ મહિના સુધી ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મોબાઈલ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકએ જિલ્લાના ૧૮૩૨ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને આ યોજના બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તા. ૧૧-૭-૧૯ના એક ડાયલ આઉટ મોબાઈલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પીએમ કિસાન યોજના અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. જિલ્લાના ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ વિધાનસભામાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડિયાના પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં રૃપિયા ર૭.૧૭ લાખના ખર્ચે ૬૦ તળાવો ઊંડા કરાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૃપિયા ૩૧૯ લામખના ખર્ચે ૩૯૯ તળાવો ઊંડા કરાયા છે. આ કારણે હાલારમાં તળાવોની જળસંગ્રહ ક્ષમતામાં સાડાત્રણ હજાર મી.લીટર જેટલો વધારો થયો છે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ઓખામંડળના વરવાળા ગામની સીમમાં આવેલા એક ઝાડમાં આજે સવારે યુવક તથા યુવતીના ટીંગાતા મૃતદેહ જોવા મળતા પોલીસ દોડી ગઈ છે. વરવાળાના જ આ યુગલે ગયા વર્ષે નાસી જઈને પ્રેમલગ્ન કર્યા પછી સમાજના અસ્વીકારના ડરથી આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. પોલીસે બંને મૃતદેહનું પેનલ પીએમ કરાવી તાણાવાણા મેળવવાનું શરૃ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વરવાળા ગામની સીમમાં એક ઝાડની ડાળીમાં આજે સવારે એક યુવક તથા યુવતીના ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપાર તરફ ધકેલનાર માતા તથા મોટી બહેન અને છ દેહભુખ્યા ગ્રાહકો સામે ભોગ બનનાર તરૃણીએ ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે ગઈકાલે આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતાં. આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદ તથા છ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરમાં ચકચારી બનનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરના રાસંગપરમાંથી ગઈકાલે પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે ચલણી નોટના નંબર પર પૈસાની હારજીત કરતા ત્રણ અને ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા છે. કુલ રૃા. વીસ હજારની રોકડ કબજે કરી લેવાઈ છે. લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મેઘપર પોલીસના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કિશોર નારણભાઈ બગડા, દિનેશભાઈ નરસીભાઈ ઝીંઝુવાડીયા, રામાભાઈ વીરાભાઈ ભરવાડ તથા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તથા સલાયામાં આવેલી મોબાઈલની ચાર દુકાનોમાં એસઓજીએ ચકાસણી કરી બિલ વગરના ચાઈનીઝ બનાવટના ૩૪ મોબાઈલ કબજે કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે ખંભાળીયા શહેરમાં કેટલીક મોબાઈલની દુકાનોમાં બીલ વગરના ચાઈનીઝ મોબાઈલનું વેચાણ થતું હોવાની બાતમી પરથી અલગ અલગ સ્થળોએ ચકાસણી હાથ ધરી હતી. ખંભાળીયામાં રઘુવંશી નામની દુકાનમાં એસઓજીએ ચકાસણી કરતા ત્યાંથી બીલ વગરના ૧૧ મોબાઈલ મળી આવ્યા હતાં. દુકાનના સંચાલક ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કાલાવડના ખરેડીમાં ગયા રવિવારે પરિવાર સાથે આવેલા એક યુવકને બાળકોના ઝઘડાના પ્રશ્નેે ત્રણ શખ્સોએ માર મારી ધમકી આપતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ઘાડીયા ઉર્ફે પરેશભાઈ ગયા રવિવારે પોતાના વતન ખરેડીમાં આવ્યા હતાં જ્યાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં રમતો હતો. આ વેળાએ તે બાળકને અન્ય બાળકો સાથે બોલાચાલી થતા રાજેશભાઈ બહાર આવી તે બાળકોને સમજાવતા હતા ત્યારે જ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરના નવાગામના એક પરિણીતાને સાસુ, સસરા, નણંદની ચઢામણીથી પતિ મારકુટ કરતા હોય તેણીએ ઝેરના પારખા કર્યા હતાં. પોલીસે તેણીની ફરિયાદ પરથી ચારેય સાસરીયાઓ સામે ગુન્હો નોંધ્યો છે. લાલપુરના તાલુકાના નવાગામમાં રહેતા ભારતીબેન કાનજીભાઈ હાથીયાર નામના ૨૩ વર્ષના ચારણીય મેઘવાર પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના પિતાના ઘેર આવી ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું છે. આ પરીણીતાએ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના નર્મદા સર્કલ પર ગઈકાલે સાંજે એક બાઈકચાલકે સાઈડ બંધ થઈ ગઈ હોવા છતાં પોતાનું વાહન આગળ ધપાવતા તેને જેટીબીના સદસ્યે વાહન પાછળ લેવાનું કહેતા તે કર્મચારી પર વાહનચાલકે હુમલો કરી ફરજમાં રૃકાવટ કરી હતી. જામનગરના નર્મદા સર્કલ (અંબર ચોકડી) પર ગઈકાલે સાંજે ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા હાપાની વેલનાથ સોસાયટીવાળા આશિષ કરશનભાઈ સવાસરીયા (ઉ.વ. ૨૫) ત્યાંથી રહેતા ટ્રાફિકને નિયંત્રિત કરી રહ્યા હતાં ત્યારે એક તરફની સાઈડ તેઓએ બંધ કરી ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના નર્મદા સર્કલથી ગુરૃદ્વારા સર્કલ વચ્ચેના ઈન્દિરા માર્ગ પર ભાડાના મકાનમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું છે. મૃતક ચાની કીટલી પર નોકરી કરતા હતાં. જામનગરના ઈન્દિરા માર્ગ પર આવેલા એક શોરૃમની સામેના ભાડાના મકાનમાં વસવાટ કરતા અને ચાની હોટલમાં નોકરી કરતા આશીક રણજીતભાઈ કબીરા (ઉ.વ. ૨૫) નામના વાલ્મિકી યુવાને ગઈકાલે સાંજે પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા તેના પરિવારજનો દોડી ગયા હતાં. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરમાં મોટાખડબામાં અગ્નિ અકસ્માતમાં દાઝી ગયેલા એક પ્રૌઢાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા ગજરાબા બોઘુભા જાડેજા નામના ૫૮ વર્ષના પ્રૌઢા ગઈ તા. ૬ની રાત્રે પોતાના ઘેર સ્ટવ પર ચા બનાવતા હતાં ત્યારે તેઓએ પહેરલી સાડીનો છેડો અકસ્માતે સ્ટવને અડકી જતા સાડી સળગી ઉઠી હતી. જોતજોતામાં ગંભીર રીતે દાઝી ગયેલા આ પ્રૌઢાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના સુભાષબ્રીજ પાસે બારદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતો નાનજીભાઈ રામજીભાઈ ચુડાસમા નામના ૮૦ વર્ષના મોચી વૃદ્ધ ગઈકાલે રાત્રે બેડીનાકા પાસે આવેલા ખાદીભંડાર નજીકથી રોડ ક્રોસ કરતા હતાં ત્યારે તેઓને અજાણ્યા મોટરસાયકલે ઠોકર મારી ફંગોળતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી મોટરસાયકલના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કલ્યાણપુરના ભાટીયાની પોરબંદર સાસરે રહેલી યુવતીનું સીડી પરથી પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યાનું ગઈકાલે પોરબંદરમાં તેણીના સાસરીયા પક્ષે જાહેર કર્યા પછી મૃતકના પિતાએ પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરતા ચકચાર જાગી છે. પોલીસે બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ચા, પાન, બીડીનો વ્યવસાય કરતા ભગવાનજીભાઈ હરીદાસ ગોકાણી નામના લોહાણા પ્રૌઢની પુત્રી વૈશાલીબેનના લગ્ન પોરબંદરમાં રહેતા પ્રશાંત રાજેશભાઈ ચોલેરા સાથે બાર વર્ષ પહેલાં કરવામાં આવ્યા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના ગોકુનગરમાંથી ધો. ૧૦ની બે વિદ્યાર્થીનીઓ શાળાએ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ હતી. તે બંને બહેનપણીના સગડ રાજકોટ રેલવે સ્ટેશન પરથી મળ્યા છે. પોલીસે બંને તરૃણીનો કબજો તેના પરિવારને સોંપી આપ્યો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા બે પરિવારની ધો. ૧૦માં અભ્યાસ કરતી બે પુત્રીઓ ગયા શુક્રવારે પોતાના ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા પછી સાંજે શાળાનો સમય પૂરો થયો હોવા છતાં ઘેર પરત નહીં ફરતા બંને પરિવારો ચિંતામાં મૂકાઈ ગયા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી એસઓજીએ ગઈકાલે ત્રણ શખ્સોને ૧૨૫ લીટર ડિઝલના શંકાસ્પદ જથ્થા સાથે પકડી પાડી તપાસ શરૃ કરી છે. દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના હે.કો. ઈરફાન ખીરાને ડિઝલના શંકાસ્પદ જથ્થા અંગેની મળેલી બાતમીના આધારે સલાયામાં એસઓજીનો કાફલો વોચમાં ગોઠવાયો હતો. સલાયામાં એસઆરપી ડોમની પાછળના ભાગમાં એસઓજીએ ત્રાટકી ત્યાંથી સલાયાના અક્રમ રજાકભાઈ સંઘાર, રીઝવાન રજાકભાઈ સંઘાર તથા અબ્દુલ કરીમ ભગાડ નામના ... વધુ વાંચો »

Jul 17, 2019
વાડીનાર તા. ૧૭ઃ વાડીનાર પોલીસમાં નવા જ મૂકાયેલા ફોજદારે ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી દસ વાહન ડિટેઈન કર્યા હતાં અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમ અંગે જાણકારી આપી હતી. ખંભાળીયા તાલુકાના વાડીનાર પોલીસ મથકમાં ખંભાળીયાથી પીએસઆઈ એ.એ. ચાવડાની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત પીએસઆઈ તથા સ્ટાફના વિપુલભાઈ, પ્રદીપસિંહ ગોહિલ, નિર્મળભાઈ આંબલીયા, કાયાભાઈ મશુરા વિગેરેએ ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી હતી. વાડીનારમાંથી ૧૮ વર્ષથી નીચેની વયના વાહન ચલાવતા આસામી તેમજ ત્રીપલ સવારીમાં વાહન ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના એક પરિણીતાએ પોરબંદરમાં રહેતા પતિ સામે ભરણપોષણ મેળવવા કરેલી અરજીના અંતે અદાલતે પતિને રપ૦ દિનની સાદી કેદની સજા ફટકારી છે. જામનગરના દરેડમાં રહેતા હેતલબેન દાનાભાઈ રાઠોડે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા પતિ વિનોદભાઈ જયસુખભાઈ ભરાડીયા સામે જામનગરની અદાલતમાં પોતાનું તથા સગીર પુત્રનું ભરણપોષણ માંગતી અરજી કરી હતી. આ અરજી ચાલી જતા અદાલતે ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. તે પછી ભરણપોષણ ચડત થઈ જતા અદાલતમાં અરજી કરવામાં આવી ... વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્ને આંધળી, બહેરી, મુંગી સરકારને ઢંઢોળવા ખેડૂતોએ ખંભાળીયામાં રેલી કાઢી હતી અને માનવસાંકળ રચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો હોય તે અંગે તથા ગત વર્ષના પાકવીમા અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રેલી કાઢી માનવ સાંકળ રચીને બહેરી સરકારને જગાડવા પ્રયત્નો કરીને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે સામૂહિક રીતે ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર જામનગરની યાદીમાં જણાવ્યા મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ અલગ પદ્ધતિઓ બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પદ્ધતિઓથી વાકેફ થાય તે માટે જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ભરપાઈ કરી શકાય છે. સ્ટેમ્પ પેપર રૃા. ૧૦, ર૦, પ૦, ૧૦૦, પ૦૦, ૧,૦૦૦, પ,૦૦૦ ૧૦,૦૦૦ ૧પ,૦૦૦ ર૦,૦૦૦ અને રપ,૦૦૦ ના દરમાં મળે છે. માત્ર પરવાનેદાર બેંકો ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ વિશા ઓશવાળ બોર્ડીંગ (૩.૧.૧૯૩૮), કન્યા છાત્રાલય (ર૮.૬.૧૯પ૯) તથા હોસ્ટેલ (રર.૬.૧ર) (અમદાવાદ) માં અભ્યાસ કરી ચૂકેલા અંદાજે નવ હજાર જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું સંમેલન તા. ર૭, ર૮, ર૯ ડિસેમ્બર, ર૦૧૯ ના ત્રણ દિવસ માટે જામનગરના આંગણે ઓશવાળ સેન્ટરમાં  યોજાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. ર૧.૭.ર૦૧૯ ના બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૃ થશે. જેનો પ્રારંભ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન સમિતિના પ્રમુખ શિરીષભાઈ સાવલાના અધ્યક્ષસ્થાને ઓશવાળ સેન્ટરમાં કરવામાં આવશે. સંઘના પ્રમુખ મનસુખલાલ દોઢિયા તથા ઉપપ્રમુખ સુભાષભાઈ ગડાના ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાના વિધવા સહાય મેળવતા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે વિધવા સહાય યોજનાની જોગવાઈ મુજબ દરેક લાભાર્થીએ દર વર્ષે જુ લાઈ માસમાં પૂનઃલગ્ન કરેલ નથી તે મતલબનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી-કમ-મંત્રીના પ્રમાણપત્ર સાથે હયાતીની ખરાઈ કરવી ફરજિયાત છે. તેમજ સરકારના ઠરાવ મુજબ વિધવા સહાય મેળવતા દરેક લાભાર્થીએ કુટુંબની આવકનું પ્રમાણપત્ર પ્રથમ વખતે જુલાઈ ર૦૧૯ માં અને પછી દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જે તે લગત મામલતદારની કચેરીમાં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરની રાંદલનગર કુમાર શાળામાં યુનિફોર્મ અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના શિક્ષિકા નયનાબેન જોષી દ્વારા ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રક્ષાબેને ગણવેશના દાતા નયનાબેન જોષીનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન મ.શિ. જેઠવા રાકેશભાઈ અને આભારવિધિ શાળાના મ.શિ. તેજશભાઈ ઘાણેજાએ કર્યુ હતું. આ તકે એસ.એમ.સી.ના સભ્ય અજીતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોઢા, રાંદલનગર સીઆરસી કો. વ્યાસ, પૂર્વ સીઆરસી કો. અનિલભાઈ પંડ્યા, ... વધુ વાંચો »

Jul 17, 2019
(જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)  અનાજના કાળાબજાર જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાના પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવામાં માટે ર૪૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧૦ રેડ પાડવામાં આવી હતી. તે અન્વયે ૭૯ દુકાનદારો સામે રૃા. ૧.પ૧ લાખનો પુરવઠો રાજ્યસાત કરવામાં આવ્યો છે, અને પ૪ હજાર પરવાના અનામત-રાજ્યસાત કરવામાં આવ્યાં છે. એક પરવાનો સસ્પેન્ડ અને ચાર પરવાના રદ્દ કરવામાં આવ્યા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ સતવારા જ્ઞાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો ર૭ મો ઈનામ વિતરણ સમારોહ યોજાનાર છે. સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને તા. ૧.૮.ર૦૧૯ થી તા. ૧૦.૮.ર૦૧૯ સુધી સાંજે ૪ થી ૬ દરમિયાન સતવારા સોશ્યલ ગ્રુપના કાર્યાલય, રર૦, સિદ્ધનાથ કોમ્પ્લેક્ષ, કે.વી. રોડ, જામનગરના સરનામેથી ફોર્મ મેળવી ભરીને પરત પહોંચાડી દેવાના રહેશે. વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ તા. ૩૧.૮.ર૦૧૯ ના સાંજે પાંચ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ વર્તમાન સમયમાં વાતાવરણમાં વિષમ ફેરફારને કારણે પૃથ્વી પરના તાપમાન, વરસાદ તેમજ અન્ય કુદરતી પરિબળોમાં અસામાન્ય વધારો-ઘટાડો નોંધાવા પામેલ છે. જેને આપણે ક્લાઈમેટ ચેન્જ કહીએ છીએ. આ ક્લાઈમેન્ટ ચેન્જની સીધી કે આડકતરી રીતે માનવના આરોગ્ય પર અસર પડે છે. જેના કારણે છેલ્લા કેટલાક દસકોમાં પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, હીટસ્ટ્રોક, શ્વસનતંત્રના રોગો, કેન્સર વિગેરે જેવા રોગોના પ્રમાણમાં ફેરફાર જોવા મળેલ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને ... વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો-કર્મચારીઓના સ્ટીકર માટે મોડી રાત સુધી કામગીરી થતા રાહતની લાગતી ફેલાવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તથા કર્મચારીઓના સ્ટીકરોના મળતા કર્મચારીઓને નિવૃત્તિમાં તથા પગાર વધારા, ઉચ્ચત્તર પગાર ધોરણમં ભારે પરેશાની થતી હોય, તાજેતરમાં આ અંગે જિ.શિ. શ્રી એચ.આર. ચાવડાને જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જે પછી બાકી સ્ટીકરો અંગે સાંજે ઓફિસ છૂટ્યા પછી જીસ્વાનના નેટવર્કમાં કામ કરીને રોજ ... વધુ વાંચો »

Jul 17, 2019
ભાણવડ તા. ૧૭ઃ ભાણવડ તાલુકાના ગડુ ગામની સરકારી માધ્યમિક શાળામાં અમદાવાદના વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બે દિવસીય મોડેલ રોકેટરી વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં અમદાવાદ સેન્ટરના અવિક દાસગુપ્તા, જીલ પટેલ તથા હર્ષ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. વર્કશોપના ત્રણ મુખ્ય ઘટક લેક્ચર, રોકેટ મોડેલ તૈયાર કરવું અને રોકેટ લોન્ચ કરવું હતાં. વિદ્યાર્થીઓને આ ત્રણેય ઘટકો અંગે માર્ગદર્શન આપી ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પ૦ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની બોટલ તથા અન્ય મટીરિયલ્સમાંથી પ૦ મોડેલ રોકેટ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત યોગ વિભાગમાં તા. રર જુલાઈ ર૦૧૯ થી તા. ર૬ જુલાઈ ર૦૧૯ સુધી સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન રૃમ નં. ૧૬, ઓ.પી.ડી. બ્લોક, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ સુપર મોલ સામે, પાંચ બંગલા રોડ, જામનગરમાં એસિડીટી પર નિઃશુલ્ક યોગ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. છાતી અને ગળામાં બળતરા થવી, માથું દુઃખવું, ઉલટી, ઉબકા, ખાટા-તીખાં ઓડકાર થવા, ચક્કર  આવવા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો ધરાવતા રોગીઓને ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાતના ૭૦ ધારાસભ્યોને આઈટી વિભાગે નોટીસ પાઠવતા ચકચાર જાગી છે. ૧૮ર સભ્યોની વિધાનસભામાં ૪૦ ટકા ધારાસભ્યો આઈટીની ઝપટે ચડ્યા છે. ગુજરાત વિધાનસભાના ૧૮ર ધારાસભ્યો પૈકી ૪૦ ટકા એટલે કે ૭૦ ધારાસભ્યોને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવતા ચકચાર જાગી છે. આવકવેરા વિભાગે ધારાસભ્યોને ર૦૧૭ વિધાનસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા  કરવામાં આવેલ એફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્ન બન્નેમાં રહેલા ઊડીને આંખે વળગતા તફાવતને લઈને પ્રશ્નો પૂછ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેના મળીને ૭૦ ધારાસભ્યો ઈન્કમ ટેક્સ વિભાગની ઝપટમાં આવી ગયા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, અત્યાર સુધીમાં પહેલીવાર ... વધુ વાંચો »

Jul 17, 2019
ઈસ્લામાબાદ તા. ૧૭ઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ વૈશ્વિક આતંકી હાફિઝ સઈદની લાહોરમાંથી ધરપકડ અને તેને ન્યાયિક રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા પછી પોતાની છાપ સુધારવા ઈમરાન સરકારે એક વધુ નાટક કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદની આખરે પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરમાંથી ધરપકડ કરી છે. તે લાહોરથી ગુજરાવાલા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પછી હાફિઝ સઈદને ન્યાયિક રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આ દરમિયાન હાફિઝ સઈદે જણાવ્યું હતું કે, હુ આ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ઓખામંડળના વરવાળા ગામની સીમમાં આવેલા એક ઝાડમાં આજે સવારે યુવક તથા યુવતીના ટીંગાતા મૃતદેહ જોવા મળતા પોલીસ દોડી ગઈ છે. વરવાળાના જ આ યુગલે ગયા વર્ષે નાસી જઈને પ્રેમલગ્ન કર્યા પછી સમાજના અસ્વીકારના ડરથી આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. પોલીસે બંને મૃતદેહનું પેનલ પીએમ કરાવી તાણાવાણા મેળવવાનું શરૃ કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વરવાળા ગામની સીમમાં એક ઝાડની ડાળીમાં આજે સવારે એક યુવક તથા યુવતીના મૃતદેહ ટીંગાતા હોવાની કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. આ વાત વાયુવેગે પ્રશરતા વરવાળાના ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપાર તરફ ધકેલનાર માતા તથા મોટી બહેન અને છ દેહભુખ્યા ગ્રાહકો સામે ભોગ બનનાર તરૃણીએ ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે ગઈકાલે આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતાં. આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદ તથા છ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરમાં ચકચારી બનનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક તરૃણીએ વર્ષ ૨૦૧૬માં પોતાની માતા રૃકસાનાબેન અનવરભાઈ તેમજ બહેન પોતાની પાસે ધરારથી દેહનો વ્યાપાર કરાવતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ દેશના બિહાર, આસામ અને ઉ.પ્રદેશમાં નદીઓ ઉફાણે ચડી છે, અને ભારે પૂર કાળો કહેરે વર્તાવ્યો છે. પૂરના કારણે બિહારમાં ૩૪, આસામમાં ૧૭ અને ઉત્તરપ્રદેશમાં ૧૪ લોકોના મળી કુલ ૬પ વ્યક્તિઓના મરણ થયા છે. બિહારના ઉત્તર ભાગમાં બુઢી ગંડક સહિત છ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. મુખ્યમંત્રી નીતિશકુમારના જણાવ્યા પ્રમાણે એનડીઆરએફની છવ્વીસ ટીમો દ્વારા અત્યાર સુધીમાં સવાલાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પૂરહોનારતમાં મૃત્યુ પામનારના પરિવારોને રૃપિયા ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે આસામ માટે રૃપિયા ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ સુપ્રિમ કોર્ટે કર્ણાટકના બાગી ધારાસભ્યોને વિશ્વાસમત માટે મજબૂર કરી શકાય નહીં, તેવો ચૂકાદો આપતા કુમારસ્વામી સરકારનું સંકટ વધ્યું છે, જો કે અદાલતે સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાની ખુલ્લી છૂટ આપતા આ મામલો વધુ પેચીદો બની ગયો છે. કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ રાજકીય ધામાસણ હવે પોતાના અંજામ સુધી પહોંચતું દેખાઈ રહ્યું છે. બુધવારના સુપ્રિમ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો અને બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા માટે વિધાનસભા સ્પીકર રમેશ કુમારને ખુલ્લી છૂટ આપી દીધી છે, જો કે પોતાના આ નિર્ણયની સાથે કોઈ કોર્ટે એમ કહી ... વધુ વાંચો »

Jul 17, 2019
હેગ તા. ૧૭ઃ ભારતીય નાગરિક કુલભૂષણને જાસૂસ ઠરાવીને પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી, જેની સામે ભારત આંતર રાષ્ટ્રીય કોર્ટમાં ગયું હતું. લાંબી સુનાવણી પછી આજે આ કેસનો ફેંસલો આવવાનો છે, ત્યારે વિવિધ અટકળો થઈ રહી છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપશે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ ર૦૧૭ માં  મોતની સજા સંભળાવી હતી. તે પછી જાધવ વિરૃદ્ધ પાકિસ્તાન સેનાના ટ્રાયલને ભારતે પડકારી છે. ભારતે ર૦૧૭ માં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓની સંખ્યા અને સરેરાશ હાજરી અંગે મનસ્વી નિર્ણય લેતા આક્રોશ ઉઠ્યો છે, અને બોર્ડના સભ્ય તથા શિક્ષક અગ્રણી દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તથા હાજરી અંગે મનસ્વી નિર્ણય લેવામાં આવતા તથા તે અંગે પરિપત્ર પણ કરાતા શિક્ષકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે તથા આ અંગે શિક્ષક અગ્રણી તથા ગુજરાત મા. અને ઉ.મા.શિ.બોર્ડ સદસ્ય રાજેશભાઈ વસરાએ ઉચ્ચકક્ષાએ ફરિયાદો પણ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યુું છે કે વર્ગ ઘટાડા અંગે ૩૧-૮ પછી દરખાસ્ત કરાય તથા ... વધુ વાંચો »

Jul 17, 2019
અમદાવાદ તા. ૧૭ઃ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અંતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. તેની સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે. તા. ૫મી જુલાઈએ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કર્યા પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપમાં જોડાશે તો તેને મંત્રીપદ મળશે તેવી ચર્ચાઓ ત્યાર પછી વહેતી થઈ હતી. પણ ભાજપના અંતર્ગત વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા મુજબ મંત્રીપદ તો દૂર પણ ભાજપમાંથી પેટા ચૂંટણીમાં અલ્પેશ કે ધવલસિંહને ટિકિટ પણ કદાચ નહીં મળે. આમ મંત્રીપદનું સપનું જોનાર અલ્પેશ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર મ્યુનિ. કમિશ્નર દ્વારા વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં ઢોર રાખવા તેમજ ઘાસચારો વેંચાણ કરવા સામે પ્રતિબંધ લાદતું જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કે, આ પહેલા પણ અનેક જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ત્યારે આ ઢોર સંબંધિત જાહેરનામું કેટલું અસરકારક નીવડી એ તો આવનારો સમય જ કહેશે. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દરરોજ વધતો જાય છે. પરિણામે ગંદકી થાય છે, ટ્રાફિક સમસ્યા વધુ વકરે છે, અને રોગચાળો ફેલાવવાનો પણ ભય રહે છે, આથી તા. ૧૦-૮-ર૦૧૬ ના શહેરમાં રખડતા ઢોર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના નર્મદા સર્કલ પર ગઈકાલે સાંજે એક બાઈકચાલકે સાઈડ બંધ થઈ ગઈ હોવા છતાં પોતાનું વાહન આગળ ધપાવતા તેને જેટીબીના સદસ્યે વાહન પાછળ લેવાનું કહેતા તે કર્મચારી પર વાહનચાલકે હુમલો કરી ફરજમાં રૃકાવટ કરી હતી. જામનગરના નર્મદા સર્કલ (અંબર ચોકડી) પર ગઈકાલે સાંજે ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા હાપાની વેલનાથ સોસાયટીવાળા આશિષ કરશનભાઈ સવાસરીયા (ઉ.વ. ૨૫) ત્યાંથી રહેતા ટ્રાફિકને નિયંત્રિત કરી રહ્યા હતાં ત્યારે એક તરફની સાઈડ તેઓએ બંધ કરી ત્યારે જ સરૃસેક્શન રોડ સ્થિત પોલીસ હેડક્વાર્ટર પાછળના મારૃતિનગરમાં રહેતો વિજય અજીતભાઈ ગઢવી નામનો શખ્સ પોતાનું મોટરસાયકલ આગળ રાખીને ઉભો ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં રોજગારી બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકારી ચોપડે ૪,ર૪,૯૯૦ બેરોજગારીની નોંધણી છે તથા રર,પ૯૯ અર્ધશિક્ષિત બેરોજગારો છે. છેલ્લા બે વર્ષમાં પ૪૯૭ લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. વડોદરા, સુરત, ખેડામાં બે વર્ષમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. દાહોદ અને નર્મદા જિલ્લામાં પણ એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. વધુ વાંચો »

Jul 17, 2019
છેલ્લા કેટલાક દિવસોથી એવો પ્રચાર થઈ રહ્યો છે કે, ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ વળી રહ્યાં છે. રાજ્યના જુદા-જુદા વિભાગોમાંથી કેટલીક ચોક્કસ શાળાઓ અને ગામ-શહેરના નામો સાથે કેટલીક સરકારી પ્રેસનોટ પણ પ્રસિદ્ધ થઈ રહી છે. સરકારી શિક્ષણની ગુણવત્તા સુધરી ગઈ છે અને તેથી ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ ઢળી રહ્યં હોવાનો આ રીતે પરોક્ષ દાવાઓ થઈ રહ્યાં છે. જો સરકારી શિક્ષણની ગુણવત્તા સુધરી રહી હોય, અને જે રીતે પ્રચાર થઈ રહ્યો છે, તે રીતે જો સરકારી શાળાઓ તરફ આ કારણે જ વિદ્યાર્થીઓ વળી રહ્યાં હોય તો તે આવકારદાયક ગણાય. પરંતુ ગરીબ નિમ્ન મધ્યમવર્ગના પરિવારોને ખાનગી શિક્ષણની ફી પરવડતી નહીં ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વર્ષ ર૦૧૪ થી વર્ષ ર૦૧૯ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૯૬૩ આતંકવાદીઓ ઠાર કરાયા છે જ્યારે ૪૧૩ સુરક્ષાકર્મી શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારની પ્રથમ ઈનિંગમાં ૯૬૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી લોકસભામાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આની સાથે સાથે ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ર૦૧૬ થી ર૦૧૮ વચ્ચેના ગાળામાં સરહદપારથી ઘૂસણખોરીના બનાવોમાં ઘટાડો થયો છે. કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી કિસન રેડ્ડીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, સુરક્ષા દળોના સંગઠિત અને જોરદાર ... વધુ વાંચો »

Jul 17, 2019
લખનૌ તા. ૧૭ઃ ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીના વિશ્વાસુ સ્વતંત્રદેવસિંહની નિમણૂક કરાઈ છે, જ્યારે મહારાષ્ટ્ર અને મુંબઈ મહાનગરના સંગઠનોમાં પણ વ્યાપક ફેરફાર થયા છે. ભારતીય જનતા પક્ષે પ્રાદેશિક કક્ષાએ સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવાની શરૃઆત કરી દીધી છે. ભાજપે આજે કેટલાક મોટા ફેરફાર કર્યા હતાં જેના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના ગણાતા વિશ્વાસુ સ્વતંત્રદેવસિંહને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠનમાં ફેરફાર કર્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહની જગ્યાએ જેપી નડ્ડાને કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા પછી ભાજપે હવે પોતાના પ્રાદેશિક ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તથા સલાયામાં આવેલી મોબાઈલની ચાર દુકાનોમાં એસઓજીએ ચકાસણી કરી બિલ વગરના ચાઈનીઝ બનાવટના ૩૪ મોબાઈલ કબજે કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે ખંભાળીયા શહેરમાં કેટલીક મોબાઈલની દુકાનોમાં બીલ વગરના ચાઈનીઝ મોબાઈલનું વેચાણ થતું હોવાની બાતમી પરથી અલગ અલગ સ્થળોએ ચકાસણી હાથ ધરી હતી. ખંભાળીયામાં રઘુવંશી નામની દુકાનમાં એસઓજીએ ચકાસણી કરતા ત્યાંથી બીલ વગરના ૧૧ મોબાઈલ મળી આવ્યા હતાં. દુકાનના સંચાલક પુનિત કાન્તિલાલ રાયઠઠ્ઠાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે શ્રીજી નામની દુકાનના સંચાલક મનિષ કેશવજીભાઈ મોરજરીયાના કબજામાંથી બિલ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના ગોકુનગરમાંથી ધો. ૧૦ની બે વિદ્યાર્થીનીઓ શાળાએ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ હતી. તે બંને બહેનપણીના સગડ રાજકોટ રેલવે સ્ટેશન પરથી મળ્યા છે. પોલીસે બંને તરૃણીનો કબજો તેના પરિવારને સોંપી આપ્યો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા બે પરિવારની ધો. ૧૦માં અભ્યાસ કરતી બે પુત્રીઓ ગયા શુક્રવારે પોતાના ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા પછી સાંજે શાળાનો સમય પૂરો થયો હોવા છતાં ઘેર પરત નહીં ફરતા બંને પરિવારો ચિંતામાં મૂકાઈ ગયા હતાં. તેઓએ તમામ સગા-સંબંધીઓ તેમજ અન્ય બહેનપણીના ઘેર તપાસ કર્યા પછી પોતાની પુત્રીના અપહરણ થયા હોવાની આશંકા સાથે પોલીસમાં જાણ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ આજે આપણે એક ઉદ્યમી વિદ્યાર્થી વિશે વાત કરીશું જેણે પોતાના સખત પરિશ્રમ થકી પોતે, પોતાના માતા-પિતા, રઘુવંશી સમાજ, એરફોર્સ સ્કૂલ અને જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે. રાહિલ બદિયાણી, શ્રીમતી યોગિતાબેન તથા રાજુભાઈ બદિયાણીનો પુત્ર કે જેણે પોતાના પ્રયત્નો થકી આજે ભારતના પ્રતિષ્ઠિત સંસ્થા-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગુવાહાટીમાં કોમ્પ્યુટર સાયન્સામાં પ્રવેશ મેળવેલ છે. આમ તો રાહિલ પહેલેથી જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે. એની રૃચી અને લગાવ ભણતર પ્રત્યે હંમેશા રહ્યો છે. યુનિફાઈડ કાઉન્સીલ, નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ, ઈન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વખતો વખત ભાગ લઈને ઉત્કૃષ્ટ પરિણામો મેળવતો રહ્યો ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કલ્યાણપુરના ભાટીયાની પોરબંદર સાસરે રહેલી યુવતીનું સીડી પરથી પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યાનું ગઈકાલે પોરબંદરમાં તેણીના સાસરીયા પક્ષે જાહેર કર્યા પછી મૃતકના પિતાએ પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરતા ચકચાર જાગી છે. પોલીસે બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ચા, પાન, બીડીનો વ્યવસાય કરતા ભગવાનજીભાઈ હરીદાસ ગોકાણી નામના લોહાણા પ્રૌઢની પુત્રી વૈશાલીબેનના લગ્ન પોરબંદરમાં રહેતા પ્રશાંત રાજેશભાઈ ચોલેરા સાથે બાર વર્ષ પહેલાં કરવામાં આવ્યા હતાં. આ દંપતીને અંશ નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ બાળક હાલમાં ત્રણ વર્ષનો છે. તે દરમ્યાન ... વધુ વાંચો »

Jul 17, 2019
મુંબઈ તા. ૧૭ઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતે આયુર્વેદ અંગેની ચર્ચા દરમિયાન સંસદમાં કરેલું પ્રવચન વાયરલ થઈ રહ્યુું છે. સોમવારે સંજય રાઉતે સંસદમાં  કેન્દ્ર સરકારના આયુષ વિભાગ પાસે માંગ ઊઠાવી કે મરઘો શાકાહારી છે કે માંસાહારી છે, તે નક્કી કરે. હનુમાનજી લક્ષ્મણ માટે સંજીવની લાવ્યા હતાં, તે રામાયણની ઘટનાને ટાંકીને તેમણે આયુર્વેદની પ્રશંસા તો કરી, પરંતુ સાથે સાથે કોઈ આદિવાસીએ રોગપ્રતિકારક આયુર્વેદિક મરઘી ઉછેરી હોવાનું દૃષ્ટાંત પણ આપ્યું. તેમણે હરિયાણાની કૃષિ-યુનિવર્સિટીમાં આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ ચાલી રહ્યું હોવાની વાત પણ કરી. તેમણે એલોપથી કરતાયે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને શ્રેષ્ઠ ગણાવીને આયુષ મંત્રાલયનું બજેટ રૃપિયા દોઢ હજાર કરોડથી વધારીને ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી એસઓજીએ ગઈકાલે ત્રણ શખ્સોને ૧૨૫ લીટર ડિઝલના શંકાસ્પદ જથ્થા સાથે પકડી પાડી તપાસ શરૃ કરી છે. દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના હે.કો. ઈરફાન ખીરાને ડિઝલના શંકાસ્પદ જથ્થા અંગેની મળેલી બાતમીના આધારે સલાયામાં એસઓજીનો કાફલો વોચમાં ગોઠવાયો હતો. સલાયામાં એસઆરપી ડોમની પાછળના ભાગમાં એસઓજીએ ત્રાટકી ત્યાંથી સલાયાના અક્રમ રજાકભાઈ સંઘાર, રીઝવાન રજાકભાઈ સંઘાર તથા અબ્દુલ કરીમ ભગાડ નામના ત્રણ શખ્સોને સવાસો લીટર જેટલા ડિઝલના છ કેનમાં ભરેલા જથ્થા સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. ડિઝલના બીલ કે આધાર પુરાવા ... વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો-કર્મચારીઓના સ્ટીકર માટે મોડી રાત સુધી કામગીરી થતા રાહતની લાગતી ફેલાવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તથા કર્મચારીઓના સ્ટીકરોના મળતા કર્મચારીઓને નિવૃત્તિમાં તથા પગાર વધારા, ઉચ્ચત્તર પગાર ધોરણમં ભારે પરેશાની થતી હોય, તાજેતરમાં આ અંગે જિ.શિ. શ્રી એચ.આર. ચાવડાને જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જે પછી બાકી સ્ટીકરો અંગે સાંજે ઓફિસ છૂટ્યા પછી જીસ્વાનના નેટવર્કમાં કામ કરીને રોજ ૮ થી ૧૦ કર્મચારીઓ દ્વારા રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી પણ કામ કરીને સ્ટીકર માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવતા કર્મચારીઓમાં રાહતની ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામકલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેડૂતોના નેશનલ હાઈવે લગત ખેડૂતોની જમીનોના વળતરના અણઉકેલ પ્રશ્નો સંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી સુખદ ઉકેલ આવ્યો છે. લાંબા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવેમાં ૩૨ જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જતી હતી, તેના વળતરનો પ્રશ્ન ઘણા સમયથી પેન્ડીંગ હતોે. જે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામના સરપંચ કાનાભાઈ ગોજીયા તથા અગ્રણી પરબતભાઈ ચાવડા સહિત સૌએ ખેડૂતો સાથે સંસદસભ્ય પૂનમબેનને રજુઆત કરી હતી. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ સાંસદ પ્રાંત અધિકારી દ્વારકાને લાંબા ગાળાનું પ્રશ્નનનું નિરાકરણ કરવા સૂચના આપી હતી. તે અન્વયે પ્રાંત અધિકારી દ્વારકા, ડી.આઈ.એલ.આર., મામલતદાર કલ્યાણપુર ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરના નવાગામના એક પરિણીતાને સાસુ, સસરા, નણંદની ચઢામણીથી પતિ મારકુટ કરતા હોય તેણીએ ઝેરના પારખા કર્યા હતાં. પોલીસે તેણીની ફરિયાદ પરથી ચારેય સાસરીયાઓ સામે ગુન્હો નોંધ્યો છે. લાલપુરના તાલુકાના નવાગામમાં રહેતા ભારતીબેન કાનજીભાઈ હાથીયાર નામના ૨૩ વર્ષના ચારણીય મેઘવાર પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના પિતાના ઘેર આવી ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું છે. આ પરીણીતાએ જણાવ્યા મુજબ પતિ કાનજીભાઈ મેઘાભાઈ હાથીયા, સસરા મેઘાભાઈ, સાસુ રામીબેન અને નણંદ પારૃબેન તેણીને અવારનવાર ત્રાસ આપી પતિને ચઢામણી કરતા ... વધુ વાંચો »

Jul 17, 2019
વાડીનાર તા. ૧૭ઃ વાડીનાર પોલીસમાં નવા જ મૂકાયેલા ફોજદારે ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી દસ વાહન ડિટેઈન કર્યા હતાં અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમ અંગે જાણકારી આપી હતી. ખંભાળીયા તાલુકાના વાડીનાર પોલીસ મથકમાં ખંભાળીયાથી પીએસઆઈ એ.એ. ચાવડાની તાજેતરમાં જ નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત પીએસઆઈ તથા સ્ટાફના વિપુલભાઈ, પ્રદીપસિંહ ગોહિલ, નિર્મળભાઈ આંબલીયા, કાયાભાઈ મશુરા વિગેરેએ ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ ગોઠવી હતી. વાડીનારમાંથી ૧૮ વર્ષથી નીચેની વયના વાહન ચલાવતા આસામી તેમજ ત્રીપલ સવારીમાં વાહન ચલાવતા વ્યક્તિઓ સહિત કેટલાક વાહનચાલકો સામે કાયદાનો ડંડો ઉગામવામાં આવ્યો હતો. પોલીસે દસ ટુ વ્હીલર ડિટેઈન કર્યા છે. આ કાર્યવાહી ... વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ વિધાનસભામાં પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે અને બે વર્ષમાં કામ સંપન્ન કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટ અંગે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાના પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, હાલ આ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યની એજન્સી મે. જોડિયા વોટર ડિસેલિનેશન લિમિટડ દ્વારા બાંધકામ માટેની જરૃરી પર્યારવણીય મંજુરીઓ અને નાણાકીય વ્યવસ્થાપન માટેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. બે વર્ષમાં આ કામગીરી પૂરી કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૃપાણીએ દરમિયાનગીરી કરતા જણાવ્યું કે, સાતસો ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરના રાસંગપરમાંથી ગઈકાલે પોલીસે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે જ્યારે ચલણી નોટના નંબર પર પૈસાની હારજીત કરતા ત્રણ અને ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા છે. કુલ રૃા. વીસ હજારની રોકડ કબજે કરી લેવાઈ છે. લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મેઘપર પોલીસના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કિશોર નારણભાઈ બગડા, દિનેશભાઈ નરસીભાઈ ઝીંઝુવાડીયા, રામાભાઈ વીરાભાઈ ભરવાડ તથા લાલાભાઈ હીરાભાઈ ચમાર નામના ચાર શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૬૫૫૦ની રોકડ કબજે કરી છે. વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પાકવીમાના પ્રશ્ને આંધળી, બહેરી, મુંગી સરકારને ઢંઢોળવા ખેડૂતોએ ખંભાળીયામાં રેલી કાઢી હતી અને માનવસાંકળ રચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો હોય તે અંગે તથા ગત વર્ષના પાકવીમા અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રેલી કાઢી માનવ સાંકળ રચીને બહેરી સરકારને જગાડવા પ્રયત્નો કરીને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે સામૂહિક રીતે કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત ગત ખરીફ સીઝન ૧૮-૧૯ના વર્ષમાં ખેડૂતોએ મગફળી તથા કપાસનો પાકવીમો લીધો ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી થઈ ગયું છે, પરંતુ તેજીલા વાયરાઓ અને વાદળછાંયા વાતાવરણના પગલે નગરજનોને ગરમીમાંથી રાહત મળી રહી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી વરસાદ ન થતાં લોકો નિરાશ થયા છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીથી વધી ગયું છે તથા વાતાવરણમાં રહેલા ભેજમાં પણ ૮ ટકાનો વધારો થજયો છે. જામનગરમાં સતત તેજીલા વાયરાઓ ફૂંકાઈ રહ્યા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કાલાવડના ખરેડીમાં ગયા રવિવારે પરિવાર સાથે આવેલા એક યુવકને બાળકોના ઝઘડાના પ્રશ્નેે ત્રણ શખ્સોએ માર મારી ધમકી આપતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામના વતની અને હાલમાં રાજકોટમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ઘાડીયા ઉર્ફે પરેશભાઈ ગયા રવિવારે પોતાના વતન ખરેડીમાં આવ્યા હતાં જ્યાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં રમતો હતો. આ વેળાએ તે બાળકને અન્ય બાળકો સાથે બોલાચાલી થતા રાજેશભાઈ બહાર આવી તે બાળકોને સમજાવતા હતા ત્યારે જ તલવાર લાકડીઓ સાથે ધસી આવેલા ખરેડીના સલીમ હબીબભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ રાજેશભાઈ પર હુમલો કરી માર માર્યો હતો ... વધુ વાંચો »

Jul 17, 2019
અમદાવાદ તા. ૧૭ઃ અમદાવાદના શિક્ષણાધિકારીએ ટ્યુશનિયા શિક્ષકો સામે લાલઆંખ કરી છે, અને વીસ રૃપિયાના સ્ટેમ્પ પર બાહેંધરી લીધા પછી કડક ચેકીંગની વ્યવસ્થા પણ કરી છે. સ્કૂલોના શિક્ષકો ખાનગીમાં ટ્યુશન કરતા હોવાની ફરિયાદ મળતા શહેર ડીઈઓએ ટ્યુશન ક્લાસીસની ચકાસણી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સ્કૂલના શિક્ષકો પાસેથી ર૦ ના સ્ટેમ્પ પર બાહેંધરી લેવાશે કે, 'અમે કોઈપણ સ્થળે ટ્યુશન કરીશું નહીં'. ડીઈઓ કચેરીના એક્શન પ્લાનમાં અધિકારી અને કર્મચારીઓની ચાર ટીમો તૈયાર કરાશે. જે અલગ અલગ વિસ્તારમાં જઈને ક્લાસીસ અને સ્કૂલોની ચકાસણી કરશે અને ટ્યુશનિયા શિક્ષક સામે પગલાં લેશે. અગાઉ શહેર ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં ખાડે ગયેલી પોસ્ટ વિભાગની સેવાથી હવે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વયોવૃદ્ધ ગ્રાહકોને પોતાના પોસ્ટખાતાની બેલેન્સ જાણવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. જામનગરના ચાંદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં નબળી ગ્રાહક સેવાથી પોસ્ટ વિભાગના કામ માટે જતા લોકો ત્રસ્ત બની ગયા છે. પોસ્ટ વિભાગમાં એકાઉન્ટ ધરાવતા બુઝુર્ગો પોતાના ખાતામાં બેલેન્સ જાણવા જતા તેમને કલાકો સુધી લાઈનમાં બસાડી રાખવામાં આવ્યા હતા. આથી વયોવૃદ્ધ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. આ માટે પોસ્ટ વિભાગના અધિકારી એમ કહે છે કે અપૂરતા સ્ટાફના કારણે તકલીફ ઉભી થઈ રહી છે. હક્કીકતે પોસ્ટ વિભાગના ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના નર્મદા સર્કલથી ગુરૃદ્વારા સર્કલ વચ્ચેના ઈન્દિરા માર્ગ પર ભાડાના મકાનમાં રહેતા એક યુવાને ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું છે. મૃતક ચાની કીટલી પર નોકરી કરતા હતાં. જામનગરના ઈન્દિરા માર્ગ પર આવેલા એક શોરૃમની સામેના ભાડાના મકાનમાં વસવાટ કરતા અને ચાની હોટલમાં નોકરી કરતા આશીક રણજીતભાઈ કબીરા (ઉ.વ. ૨૫) નામના વાલ્મિકી યુવાને ગઈકાલે સાંજે પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા તેના પરિવારજનો દોડી ગયા હતાં. તેર વર્ષથી એક ટી સ્ટોલમાં કામ કરતા આ યુવાને દોરડા વડે ગાળીયો બનાવી અકળ કારણસર ગળાફાંસો ખાધો હોય ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર જામનગરની યાદીમાં જણાવ્યા મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ અલગ પદ્ધતિઓ બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અલગ-અલગ પદ્ધતિઓથી વાકેફ થાય તે માટે જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે સ્ટેમ્પ પેપર માત્ર પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ભરપાઈ કરી શકાય છે. સ્ટેમ્પ પેપર રૃા. ૧૦, ર૦, પ૦, ૧૦૦, પ૦૦, ૧,૦૦૦, પ,૦૦૦ ૧૦,૦૦૦ ૧પ,૦૦૦ ર૦,૦૦૦ અને રપ,૦૦૦ ના દરમાં મળે છે. માત્ર પરવાનેદાર બેંકો (સરકારી-ખાનગી સહકારી) દ્વારા ફ્રેન્કિંગ મશીનથી છાપ પાડીને ફ્રેન્કિંગ સ્ટેમ્પ લગાવી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકાય છે. આ ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત યોગ વિભાગમાં તા. રર જુલાઈ ર૦૧૯ થી તા. ર૬ જુલાઈ ર૦૧૯ સુધી સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન રૃમ નં. ૧૬, ઓ.પી.ડી. બ્લોક, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ સુપર મોલ સામે, પાંચ બંગલા રોડ, જામનગરમાં એસિડીટી પર નિઃશુલ્ક યોગ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. છાતી અને ગળામાં બળતરા થવી, માથું દુઃખવું, ઉલટી, ઉબકા, ખાટા-તીખાં ઓડકાર થવા, ચક્કર  આવવા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો ધરાવતા રોગીઓને દવા તથા આહાર-વિહારની પરેજી માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે તેમ આર.એમ.ઓ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની યાદીમાં જણાવાયું છે. વધુ વાંચો »

Jul 17, 2019
ગાંધીનગર તા. ૧૭ઃ વિધાનસભામાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડિયાના પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં રૃપિયા ર૭.૧૭ લાખના ખર્ચે ૬૦ તળાવો ઊંડા કરાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૃપિયા ૩૧૯ લામખના ખર્ચે ૩૯૯ તળાવો ઊંડા કરાયા છે. આ કારણે હાલારમાં તળાવોની જળસંગ્રહ ક્ષમતામાં સાડાત્રણ હજાર મી.લીટર જેટલો વધારો થયો છે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના એક પરિણીતાએ પોરબંદરમાં રહેતા પતિ સામે ભરણપોષણ મેળવવા કરેલી અરજીના અંતે અદાલતે પતિને રપ૦ દિનની સાદી કેદની સજા ફટકારી છે. જામનગરના દરેડમાં રહેતા હેતલબેન દાનાભાઈ રાઠોડે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા પતિ વિનોદભાઈ જયસુખભાઈ ભરાડીયા સામે જામનગરની અદાલતમાં પોતાનું તથા સગીર પુત્રનું ભરણપોષણ માંગતી અરજી કરી હતી. આ અરજી ચાલી જતા અદાલતે ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. તે પછી ભરણપોષણ ચડત થઈ જતા અદાલતમાં અરજી કરવામાં આવી હતી. અદાલતે ભરણપોષણની રકમ ન ચૂકવી શકનાર પતિ વિનોદભાઈને ૨૫૦ દિનની સાદી કેદની સજા ફટકારી છે. અરજદારણ તરફથી વકીલ એલ.આર. ... વધુ વાંચો »

Jul 17, 2019
(જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)  અનાજના કાળાબજાર જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાના પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવામાં માટે ર૪૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧૦ રેડ પાડવામાં આવી હતી. તે અન્વયે ૭૯ દુકાનદારો સામે રૃા. ૧.પ૧ લાખનો પુરવઠો રાજ્યસાત કરવામાં આવ્યો છે, અને પ૪ હજાર પરવાના અનામત-રાજ્યસાત કરવામાં આવ્યાં છે. એક પરવાનો સસ્પેન્ડ અને ચાર પરવાના રદ્દ કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ સામે પીબીએમ કેસ થયા નથી. દ્વારકા વિકાસ યોજના હેઠળ ખર્ચ ખંભાળીયાના ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ સતવારા જ્ઞાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો ર૭ મો ઈનામ વિતરણ સમારોહ યોજાનાર છે. સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને તા. ૧.૮.ર૦૧૯ થી તા. ૧૦.૮.ર૦૧૯ સુધી સાંજે ૪ થી ૬ દરમિયાન સતવારા સોશ્યલ ગ્રુપના કાર્યાલય, રર૦, સિદ્ધનાથ કોમ્પ્લેક્ષ, કે.વી. રોડ, જામનગરના સરનામેથી ફોર્મ મેળવી ભરીને પરત પહોંચાડી દેવાના રહેશે. વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ તા. ૩૧.૮.ર૦૧૯ ના સાંજે પાંચ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં યોજાશે. આ સાથે જ્ઞાતિના જ કલાકારોનો સાંસ્કૃતિક  કાર્યક્રમ પણ રજૂ થશે. વધુ વિગતો માટે પ્રમુખ સુનિલભાઈ રાઠોડ (૯૮ર૪૪ રર૦૯૬), મંત્રી ... વધુ વાંચો »

Jul 17, 2019
ખંભાળીયા તા. ૧૭ઃ ગુજરાતના યુવાનોનું સરંક્ષણ દળોમાં (લશ્કરી/અર્ધલશ્કરી/ પોલીસ ફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં) પ્રતિનિધિત્વ વધે તે હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજનમાં અમલમાં છે. આ યોજના અન્વયે તમામ કેટેગરીમાં મળી કુલ-૩૦ ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમવર્ગો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા ધરાવતા તથા તા. ૧-૦૯-૨૦૧૯ના ૧૭.૫ થી ૨૩ વર્ષની વય જુથના પુરૃષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળીયાથી મેળવી તા. ૩૧-૭-૧૯ સુધીમાં ઉક્ત કચેરીમાં રૃબરૃ અથવા પોસ્ટથી જમા કરાવવાના રહેશે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાના વિધવા સહાય મેળવતા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે વિધવા સહાય યોજનાની જોગવાઈ મુજબ દરેક લાભાર્થીએ દર વર્ષે જુ લાઈ માસમાં પૂનઃલગ્ન કરેલ નથી તે મતલબનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી-કમ-મંત્રીના પ્રમાણપત્ર સાથે હયાતીની ખરાઈ કરવી ફરજિયાત છે. તેમજ સરકારના ઠરાવ મુજબ વિધવા સહાય મેળવતા દરેક લાભાર્થીએ કુટુંબની આવકનું પ્રમાણપત્ર પ્રથમ વખતે જુલાઈ ર૦૧૯ માં અને પછી દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જે તે લગત મામલતદારની કચેરીમાં અચૂક રજૂ કરવું. બન્ને પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ બીજા વર્ષથી સહાય મળવાપાત્ર થશે તેમજ જરૃરી પ્રમાણપત્રો સંબંધિત તાલુકાના મામલતદારની ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરની રાંદલનગર કુમાર શાળામાં યુનિફોર્મ અને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના શિક્ષિકા નયનાબેન જોષી દ્વારા ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રક્ષાબેને ગણવેશના દાતા નયનાબેન જોષીનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન મ.શિ. જેઠવા રાકેશભાઈ અને આભારવિધિ શાળાના મ.શિ. તેજશભાઈ ઘાણેજાએ કર્યુ હતું. આ તકે એસ.એમ.સી.ના સભ્ય અજીતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોઢા, રાંદલનગર સીઆરસી કો. વ્યાસ, પૂર્વ સીઆરસી કો. અનિલભાઈ પંડ્યા, પેટા શાળાના આચાર્યો, પ્રોમિનેટર રક્ષાબા ચુડાસમા, શાળાનો કર્મચારી ગણ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ વર્તમાન સમયમાં વાતાવરણમાં વિષમ ફેરફારને કારણે પૃથ્વી પરના તાપમાન, વરસાદ તેમજ અન્ય કુદરતી પરિબળોમાં અસામાન્ય વધારો-ઘટાડો નોંધાવા પામેલ છે. જેને આપણે ક્લાઈમેટ ચેન્જ કહીએ છીએ. આ ક્લાઈમેન્ટ ચેન્જની સીધી કે આડકતરી રીતે માનવના આરોગ્ય પર અસર પડે છે. જેના કારણે છેલ્લા કેટલાક દસકોમાં પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, હીટસ્ટ્રોક, શ્વસનતંત્રના રોગો, કેન્સર વિગેરે જેવા રોગોના પ્રમાણમાં ફેરફાર જોવા મળેલ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે રાજય કક્ષાએ 'એન્વાયરમેન્ટલ હેલ્થ સેલ' અને સ્ટેટ એકશન પ્લાન બનાવવા દીશા ... વધુ વાંચો »

Jul 17, 2019
નવી દિલ્હી તા. ૧૭ઃ કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જીપીએફ પર જુલાઈથી સપ્ટેમ્બર માટેનો વ્યાજદર ૭.૯ ટકા રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીપીએફનો વ્યાજ દર ૮ ટકા રાખ્યો હતો. જીપીએફનો વ્યાજ દર કેન્દ્ર સરકારના તમામ કર્મચારી, રેલવે અને સુરક્ષા દળોના પ્રોવિડન્ટ ફંડને પણ લાગુ પડે છે. નાણા મંત્રાલય તરફથી કરાયેલા આદેશ અનુસાર જીપીએફ પર ૧ જુલાઈ, ર૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધી વ્યાજ દર ૭.૯ ટકા ચૂકવવામાં આવશે. આ દર ૧ જુલાઈ ર૦૧૯ થી અમલમાં આવશે. સરકારે તાજેતરમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ડેન્ગ્યૂનો ડંખ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે ડેન્ગ્યૂના રોગમાં એક પુરુષનું મૃત્યુ નિપજ્યું હતું. આથી આરોગ્ય વિભાગના અધિકારીઓની દોડધામ વધી જવા પામી હતી. તો હવે મેલેરિયાના રોગચાળાએ પણ દસ્તક દીધી હોય તેમ જાણવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં ડેન્ગ્યૂનો રોગચાળો ફૂલ્યો ફાલ્યો અને દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે. દરમિયાન જામનગરમાં ખોડિયાર કોલોની જાગૃતિનગરમાં રહેતા કિરીટસિંહ દોલુભા ગોહિલ (ઉ.વ. ૪૪) ને ગત્ તા. ૮.૭.ર૦૧૯ ના તાવની બીમારીના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવતા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ કલેક્ટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા દ્વારા આયોગની કામગીરીના પ્રચાર પ્રસાર હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પત્રકારોને સફાઈ કર્મચારી આયોગની કામગીરી, એમ.એસ. એક્ટ ર૦૧૩ ની મોનીટરીંગ સમિતિ, સીવર મૃત્યુ અને તેના અનુસંધાનના નિયમો, પુનર્વસનની પ્રક્રિયા વિગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી દ્વારા દલીત અને સીમાંત સફાઈ કર્મચારીઓને વિકાસની મુખ્યધારમાં જોડવાના તેમના દૃષ્ટિકોણ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર મહાનગરપાલિકામાં ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ ગુજરાતની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જામનગરમાં આગામી ત્રણ મહિના સુધી માળાની વસાહતો શોધવા હેરોનરી સર્વે હાથ ધરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ બર્ડ સેન્ચુરી ખીજડિયા બર્ડ સેન્ચુરી અને નરારા ટાપુ, પીરોટન ટાપુ સહિતના ટાપુઓ હાલાર પંથકમાં હોવાથી ભૌગોલિક દૃષ્ટિએ પક્ષીઓ માટે આ વિસ્તારો સ્વર્ગ સમાન છે. અનેક દેશ-વિદેશના પક્ષીઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસાહતો બનાવી માળા કરે છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગર અને દ્વારકામાં પણ આગામી ત્રણ મહિના સુધી હેરોનરી સર્વે હાથ ધરવામાં આવશે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા ચોમાસા દરમિયાન હેરોનરી સર્વે (પાણી કાંઠાના સ્થાનિક ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ લાલપુરમાં મોટાખડબામાં અગ્નિ અકસ્માતમાં દાઝી ગયેલા એક પ્રૌઢાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા ગજરાબા બોઘુભા જાડેજા નામના ૫૮ વર્ષના પ્રૌઢા ગઈ તા. ૬ની રાત્રે પોતાના ઘેર સ્ટવ પર ચા બનાવતા હતાં ત્યારે તેઓએ પહેરલી સાડીનો છેડો અકસ્માતે સ્ટવને અડકી જતા સાડી સળગી ઉઠી હતી. જોતજોતામાં ગંભીર રીતે દાઝી ગયેલા આ પ્રૌઢાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયાનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ એ.સી. નંદાએ જાહેર કરતા લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગરના સુભાષબ્રીજ પાસે બારદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતો નાનજીભાઈ રામજીભાઈ ચુડાસમા નામના ૮૦ વર્ષના મોચી વૃદ્ધ ગઈકાલે રાત્રે બેડીનાકા પાસે આવેલા ખાદીભંડાર નજીકથી રોડ ક્રોસ કરતા હતાં ત્યારે તેઓને અજાણ્યા મોટરસાયકલે ઠોકર મારી ફંગોળતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી મોટરસાયકલના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. વધુ વાંચો »

Jul 17, 2019
ભાણવડ તા. ૧૭ઃ ભાણવડ તાલુકાના ગડુ ગામની સરકારી માધ્યમિક શાળામાં અમદાવાદના વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બે દિવસીય મોડેલ રોકેટરી વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં અમદાવાદ સેન્ટરના અવિક દાસગુપ્તા, જીલ પટેલ તથા હર્ષ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. વર્કશોપના ત્રણ મુખ્ય ઘટક લેક્ચર, રોકેટ મોડેલ તૈયાર કરવું અને રોકેટ લોન્ચ કરવું હતાં. વિદ્યાર્થીઓને આ ત્રણેય ઘટકો અંગે માર્ગદર્શન આપી ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પ૦ વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની બોટલ તથા અન્ય મટીરિયલ્સમાંથી પ૦ મોડેલ રોકેટ તૈયાર કર્યા હતાં અને તેને લોન્ચ કરવામાં આવ્યા હતાં. આ રોકેટ ૮૦ ફૂટ ઊંચાઈ સુધી ઊડ્યા હતાં. સેન્ટર દ્વારા માધ્યમિક ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મોબાઈલ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકએ જિલ્લાના ૧૮૩૨ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને આ યોજના બાબતે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તા. ૧૧-૭-૧૯ના એક ડાયલ આઉટ મોબાઈલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પીએમ કિસાન યોજના અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોબાઈલ કોન્ફરન્સ દ્વારા ૧૮૩૦થી વધુ ખેડૂતો જોડાયા હતા, તથા આ પૈકી ૨૦ જેટલા ખેડૂત મિત્રોએ આ યોજનાને લગતા ... વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૭ઃ વિશા ઓશવાળ બોર્ડીંગ (૩.૧.૧૯૩૮), કન્યા છાત્રાલય (ર૮.૬.૧૯પ૯) તથા હોસ્ટેલ (રર.૬.૧ર) (અમદાવાદ) માં અભ્યાસ કરી ચૂકેલા અંદાજે નવ હજાર જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું સંમેલન તા. ર૭, ર૮, ર૯ ડિસેમ્બર, ર૦૧૯ ના ત્રણ દિવસ માટે જામનગરના આંગણે ઓશવાળ સેન્ટરમાં  યોજાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. ર૧.૭.ર૦૧૯ ના બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૃ થશે. જેનો પ્રારંભ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન સમિતિના પ્રમુખ શિરીષભાઈ સાવલાના અધ્યક્ષસ્થાને ઓશવાળ સેન્ટરમાં કરવામાં આવશે. સંઘના પ્રમુખ મનસુખલાલ દોઢિયા તથા ઉપપ્રમુખ સુભાષભાઈ ગડાના હસ્તે ઓનલાઈન પ્રક્રિયાનું ઉદ્ઘાટન થશે.  વધુ વાંચો »

Jul 17, 2019
જામનગર તા. ૧૬ઃ ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં ખંભાળીયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી ઉગ્ર રોષ સાથે જણાવ્યું હુતં કે, ગુજરાતમાં છેલ્લા ર૪ વર્ષથી ભાજપનું શાસન છે અને તે દરમિયાન ગુજરાતના ખેડૂત પાયમાલ થઈ રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીવાના પાણી માટે જીવાદોરી સમાન સાની ડેમને ર૦ર૦ ના જાન્યુઆરીમાં તોડી નંખાયા પછી આખા ગુજરાતમાં પીવાના પાણીની સૌથી ગંભીર કટોકટી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ... વધુ વાંચો »

અર્ક

  • અહ્મના ઓગળવાથી ભય નાશ પામે છે.

કાર્ટૂન કોર્નર

વિક્લી ફિચર્સ

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધર્મકાર્ય-શુભકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ એકાગ્રતા-શાંતિ જળવાય નહીં. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આજે સગા-સંંબંધી-મિત્રવર્ગના કારણે હ્યદય-મનને ઉચાટ-ઉદ્વેગ-ચિંતા રહ્યાં કરે. શાંતિ જણાય નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ધાર્મિક કાર્યોનું આયોજન થાય. અન્યને મદદરૃપ થઈ શકો. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. શુભ રંગઃ ગ્રે ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આજે આપને ચિંતા-ખર્ચ-અસ્વસ્થતા જણાય. રોજિંદુ કામ કરો, પરંતુ હ્યદય-મનને શાંતિ જણાય નહીં. શુભ રંગઃ જાંબલી - ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

માનસિક વચારોની સ્થિરતા ન જળવવાના કારણે ગુસ્સો આવી જાય અથવા જે કામ કરો તેમાં તકલીફ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

પારિવારિક-કૌટુંબિક કામમાં, રોજિંદા કામમાં વ્યસ્તતા રહે. પરંતુ ખરીદી કે, નાણાની લેવડ-દેવડમાં સંભાળવું. શુભ રંગઃ પીળો - ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોમાં એકાગ્રતા રાખવી. રસ્તામાં આવતા-જતા, વાહન ચલાવતા સંભાળવું. ખર્ચ થાય. શુભ રંગઃ લવંડર - શુભ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપ હરો-ફરો કામ કરો, પરંતુ શ્રમ-થાક-કંટાળો અનુભવાય. ગુસ્સો આવી જાય. અન્યના કામ થાય નહીં. શુભ રંગઃ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સંતાનના કામમાં સાનુકૂળતા રહે. પરંતુ વાણીમાં મિઠાસ રાખવી. શુભ રંગઃ ક્રીમ - ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

અન્યના કારણે ચિંતા ખર્ચ અનુભવાય. નોકરી-ધંધામાં તકલીફ પડે. નુકસાન-ગડબડ થાય નહીં તેની તકેદારી રાખવી. શુભ રંગઃ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

વિચારોની સ્થિરતા-એકાગ્રતા રાખવી. આજના કામ કરવા. અન્યના દોરવાયા-દોરવાઈ જવું નહીં. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આજે આપે તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવનારૃ સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વ્યાવસાયિક દૃષ્ટિએ મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નફો-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે માન-સન્માન અપાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે મનોકામનાઓ પૂર્ણ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે કામનું ભારણ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Nobat Subscription