ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

વર્ષાેથી ભરણપોષણ નહીં ચૂકવતા પતિને ૮૫૦ દિવસની જેલની સજા

જામનગર તા.૧૧ ઃ જામનગરની એક પરીણીતાના ચડત ભરણપોષણના કેસમાં અદાલતે પતિને ૮૫૦ દિવસની જેલની સજા ફટકારી છે.

જામનગરના અઝીમાબેન અસરફભાઈ શેખાણીએ અદાલતમાં પતિ ફિરોઝ અસરફ બકાલી સામે ભરણપોષણ મેળવવા કરેલી અરજી મંજૂર થયા પછી દસ વર્ષથી ફિરોઝ તેની રકમ જમા કરાવતો ન હતો કે વોરંટની બજવણી ટાળતો હતો તેથી અઝીમાબેને ચડત રકમ મેળવવા જામનગરની ફેમિલી કોર્ટમાં અલગ અલગ ચાર અરજી કરી હતી.

આ અરજીઓ ચાલી જતાં અદાલતે તા.૧૪-૧૦-૨૦૦૮થી તા.૧૪-૮-૨૦૦૯ સુધીની દસ મહિનાની અરજીમાં સો દિવસ ત્યાર પછીના આઠ મહિનાની અરજીમાં એંસી દિવસ, પંચાવન મહિનાની અરજીમાં પપ૦ દિવસ અને બાર મહિનાની અરજીમાં ૧૨૦ દિવસ મળી કુલ ૮૫૦ દિવસની જેલ સજાનો પતિ ફિરોઝ બકાલીને હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત રોકાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00