જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામનગર જિલ્લા પંચાયતનું કરવેરા વિહોણું ૬ કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર૦૧૯-ર૦ નું રૃા. ૬,પ૧,રપ,૦૦૦ ની પુરાંત દર્શાવતું અંદાજપત્ર આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.

આજે જિલ્લા પંચાયત સભાગૃહમાં મળેલી અંદાજપત્ર બેઠકમાં જિ.પં. પ્રમુખ નયનાબેન માધાણીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ જાતનો નવો કરબોજ નાંખવામાં આવ્યો નથી. ગત્ વર્ષની ખુલતી પુરાંત રૃપિયા ૧૩ કરોડ ૯૯ લાખ ૬૮ હજાર સાથે આ વર્ષની અંદાજિત આવક રૃપિયા ૪ કરોડ પ૪ લાખ ૧૯ હજાર મળી કુલ રૃપિયા ૧૮ કરોડ, ત્રેપન લાખ, ૮પ હજાર સામે રૃપિયા ૧ર કરોડ, બે લાખ સાંઈઠ હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ વર્ષાંતે રૃપિયા છ કરોડ એકાવન લાખ પચ્ચાસ હજારની પુરાંત દર્શાવતું અંદાજપત્ર રજૂ થયું હતું.

આ અંદાજપત્રમાં સમગ્ર જિલ્લામાં છેવાડાના ગામડા સુધી પણ વિકાસ થઈ શકે તે રીતે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.

અંદાજપત્રમાં રસ્તાના કામો માટે રૃપિયા ત્રણ કરોડ અને સિંચાઈના કામ માટે રૃપિયા બે કરોડની ફાળવણી મુદ્દે હેમતભાઈ ખવા સહિતના સભ્યોએ સિંચાઈ માટે વધુ નાણા ફાળવવા સુધારો સૂચવતા રસ્તાના કામ માટે ત્રણના બદલે બે કરોડ તથા સિંચાઈના કામો માટે રૃપિયા એકના બદલે વધારીને રૃપિયા બે કરોડ ફાળવવાનું સૂચન સ્વીકારી અંદાજપત્રમાં સુધારો કરવામાં આવ્યો હતો.

અંદાજપત્રની આંકડાકીય વિગતોમાં સ્વભંડોળ આવક અંદાજે સાડાચાર કરોડની થશે. જ્યારે ખર્ચની વિગતોમાં સામાન્ય વહીવટ માટે રૃા. ૧,પ૪,રપ,૦૦૦, પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં રૃા. ર,૧૧,૭૦,૦૦૦, શિક્ષણ ક્ષેત્રે રૃા. ૭૪,૯૦,૦૦૦, જાહેર આરોગ્ય ક્ષેત્રે રર,ર૦,૦૦૦, પોષક આહાર વિભાગ માટે ૮,૦૦,૦૦૦, પશુપાલન વિભાગમાં રૃપિયા એક લાખ, ખેતીવાડી માટે રૃા. ૬,રપ,૦૦૦, નાની સિંચાઈ માટે ર,૦૩,૦૦,૦૦૦, બાંધકામ ક્ષેત્રે ૩,ર૩,૧પ,૮૦૦ ની જોગવાઈ મુખ્ય છે. આયુર્વેદ ક્ષેત્ર માટે રૃપિયા ૧પ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

અંદાજપત્ર બેઠકમાં હેમતભાઈ ખવા તથા સોનલબેન ભંડેરીએ રસ્તાના કામ નિયમ મુજબ સારી ગુણવત્તાના થાય તે માટે વધુ સ્ટાફની જરૃરિયાત જણાવી સરકારમાં વધુ સ્ટાફની નિમણૂક માટે મંજુરી કરવા જણાવાતા તે અંગેનો ઠરાવ પસાર થયો હતો.

વીજ સિંચાઈના કામોમાં તૂટી ગયેલા તમામ ચેકડેમો રીપેર કરવા, તથા ચેકડેમો તથા જરૃર પડે ત્યાં કોઝવે બનાવવા માટે વધારે નાણાની જરૃરિયાત હોવાનું સભ્યોએ એક સૂરમાં જણાવતા બજેટમાં સિંચાઈના કામો માટે રૃપિયા એકના બદલે રૃપિયા બે કરોડની ફાળવણી મંજુર કરવામાં આવી હતી.

તમામ સભ્યોએ આજના એક દિવસનું ભથ્થું શહીદોના પરિવારોને આપવાની જાહેરાત કરી હતી તેમજ જિલ્લા પંચાયતના અંદાજે પાંચેક હજાર કર્મચારીઓ તથા અધિકારીઓએ એક દિવસનો પગાર શહીદોના પરિવારો માટેના ફાળામાં આપવાની જાહેરાત કરી હતી.

હેમતભાઈ ખવાએ જિ.પં. તરફથી રૃપિયા અગિયાર લાખ આપવાની દરખાસ્ત કરી હતી તે અંગે નિયમો ચકાસીને નિર્ણય લેવાનું ઠરાવાયું હતું.

અંદાજપત્ર બેઠકના પ્રારંભે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદી વ્હોરનાર વીર જવાનોને બે મિનિટનું  મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્યોતિષવિદ્યા ક્ષેત્રે વિવિધ એવોર્ડ મેળવનાર જિ.પં.ના કર્મચારી નિલેશ રાવલનું જિ.પં. પરિવાર તરફથી સન્માન કરી અભિનંદન-શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અંદાજપત્ર બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, તમામ સભ્યો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription