ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
ખંભાળિયા તા.૧૧ ઃ દેવભૂમિ દ્વારકાના પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે ખાનગી કંપનીની લેબર કોલોનીમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓને અફવાથી દૂર રહેવા અને નિર્ભીક રીતે કામ કરવા જણાવાયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા કલેકટર ડોડિયા તથા રોહન આનંદના વડપણ અને એએસપી પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખંભાળિયા નજીક આવેલી એસ્સાર કંપનીની લેબર કોલોની વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરો સાથે બેઠક યોજી તેઓને નિર્ભીક રીતે કામ કરવા માટે જણાવ્યું હતું.
ત્યાં રહેતા અઢીસોથી ત્રણસો જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોલીસ તથા વહીવટી તંત્રએ અફવાથી દૂર રહેવા અને ગુજરાતમાં તેઓ સંપૂર્ણ રીતે સલામત હોવાની ખાતરી આપી કોઈપણ મુશ્કેલીમાં જિલ્લા પોલીસ અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.