ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં અંધાધૂંધ ફાયરીંગથી ૪૯ના મોત

ક્રાઈસ્ટચર્ચ તા. ૧પઃ ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ કરતા ૪૯ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ નમાઝ પઢવા ગયા હતાં, પરંતુ તેઓનો આબાદ બચાવ થયો છે. આ હુમલા સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ થઈ છે.

ન્યુઝીલેન્ડની સાઉથ આઈસલેન્ડ સિટીની બે મસ્જિદોમાં થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં પ્રાથમિક અહેવાલો મુજબ ૪૯ વ્યક્તિના મોત થયા છે અને અનેકને ઈજા થઈ છે, જ્યારે ગોળીબાર થયા ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ૬ થી ૭ ખેલાડીઓ પણ મસ્જિદમાં મોજુદ હતાં અને તેઓ માંડ માંડ બચ્યા છે. આ ઘટના અંગે ન્યુઝીલેન્ડના પોલીસ વડાએ કહ્યું છે કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. આ બારામાં ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જો કે ટીમને કોઈ નુક્સાન થયું નથી. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ ગયા હતાં, પરંતુ એ દરમિયાન એક બંધુકધારીએ અચાનક ફાયરીંગ શરૃ કર્યું હતું. કોઈ ખેલાડીને ઈજા થઈ નથી. સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં.

અલ નુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. ફાયરીંગથી સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે. મળતા અહેવાલો મુજબ હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘૂસ્યા હતાં અને જે લોકો નમાઝ પઢતા હતાં તેમના પર ફાયરીંગ શરૃ કર્યું હતું. તેની પાસે ઓટોમેટિક ગન હતી અને તે અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યા હતો. ન્યુઝીલેન્ડ પોલીસે બાદમાં આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો અને બધી સ્કૂલો બંધ કરાવી હતી. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. વડાપ્રધાન અર્ડને કહ્યું છે કે, આ ઘટના ન્યુઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે.  ઘટના નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગવા લાગ્યા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર, ૨૮ વર્ષિય ઓસ્ટ્રેલિયન નાગરિકે મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરીંગ શરૃ કરી દીધું હતું. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, સાઉથ આઈલેન્ડની ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અચાનક જ સેમી-ઓટોમેટિક ગનમાંથી પ૦ શોટ્સ  સાંભળવા મળ્યા હતાં.

ટ્વિટર પરથી ઘટનાના આરોપીની ઓળખ બ્રેન્ટોન ટેરન્ટ તરીકે થઈ છે. તેણે અલ નૂરમાં ફાયરીંગ શરૃ કરતા પહેલા ટ્વિટર પર લાઈવ અપડેટ કર્યું હતું. શુક્રવારે પ્રાર્થના માટે અહીં અનેક લોકો હાજર હતાં. ટ્વિટર વીડિયો અનુસાર, આરોપીએ ફાયરીંગ દરમિયાન ભાગતા લોકો ઉપર પણ ડઝનથી વધુ ગોળીઓ છોડી હતી. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ જ વ્યક્તિએ ફાયરીંગ કર્યું હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આરોપીએ ફાયરીંગ પહેલા ટ્વિટર લાઈવ પર ૮૭-પેજનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ આતંકી હુમલાની જાણકારી આપવામાં આવી હતી. લોકોના જણાવ્યા અનુસાર, અલ નૂરની નજીક આવેલી બીજી લિનવૂડ મસ્જિદમાં પણ ફાયરીંગ થયું છે.

બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઈકબાલે પણ ટ્વિટ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમની ટીમ સંપૂર્ણપણે સુરક્ષીત છે. બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના વિકેટ કિપર મુશ્ફિકુર રહીમે પણ આ ઘટના પછી ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, કાઈસ્ટચર્ચની મસ્દિજમાં થયેલા ગોળીબારમાં તેઓ સુરક્ષિત બચી ગયા છીએ. અમે બહુ નસીબદાર છીએ કે અમે બચી ગયા. ઉપરવાળો કરે કે અમારે કદી આ દૃશ્ય ફરી ન જોવું પડે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યુનુસના જણાવ્યા પ્રમાણે જે વખતે મસ્જિદમાં ગોળીબાર થયો તે સમયે અમુક ખેલાડીઓ મસ્જિદની અંદર હતાં અને ટીમના  અમુક લોકો બસમાં હતાં. તેમણે ખુલાસો કર્યો છે કે, આ દૂર્ઘટનામાં ટીમના એક પણ સભ્યને કોઈ ઈજા થઈ નથી. પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે કે, જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને સૂચના આપવી.

ટેસ્ટ શ્રેણી કરી રદઃ બાંગ્લાદેશે ટીમ પરત બોલાવી

ન્યુઝીલન્ડની બે મસ્જીદમાં હુમલો થયા પછી ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી રદ કરી હોવાના અહેવાલો આવી રહ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાંગ્લાદેશે તેની ટીમને ઝડપથી સ્વદેશ પરત ફરવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription