મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

ઈવીએમ સામે ર૧ રાજકીય પક્ષોને વાંધોઃ સુપ્રિમ કોર્ટમાં આજે થશે સુનાવણી

નવી દિલ્હી તા. ૧પઃ ઈવીએમનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ થવાનો છે, ત્યારે ર૧ રાજકીય પક્ષોએ ઈવીએમ પર આશંકા વ્યક્ત કરીને મતદાનના પ૦ ટકા મતોનું ઈવીએમ અને વીવીપેટ વચ્ચે મેળવણું કરવાની માંગણી કરતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરી છે,  જેની આજે સુનાવણી થવાની છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણીપંચે તમામ તૈયારી કરી લીધી છે, ત્યારે ઈવીએમ પર આશંકા વ્યક્ત કરીને ર૧ રાજકીય પક્ષોએ વીવીપેટ સાથે મતદાનનું પ૦ ટકા મેળવણું કરવાની માંગણી કરી છે. આ અંગે સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે.

વિપક્ષી દળોએ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે આ પ્રક્રિયા અત્યંત જરૃરી હોવાનું જણાવી સુપ્રિમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અરજી કરી છે. આ અરજી કરનારાઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

અરજદારોની દલીલ છે કે ઈવીએમ અને વીવીપેટ અંગે પહેલેથી જ આશંકાઓ ઊઠી રહી છે, તેથી ઈ.વી.એમ. સાથે વીવીપેટનું પ૦ ટકા મેળવણું કરવું અત્યંત જરૃરી છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં જ આ સેમ્પલ ચેકીંગ થઈ જવું જરૃરી હોવાની જરૃર જણાવાઈ છે.

અરજદારોએ કહ્યું છે કે સંસદીય લોકતંત્રની ચૂંટણીઓ પારદર્શક, મુક્ત અને ન્યાયી ઢબે થવી જરૃરી છે, તેથી તે માટેની સંતોષકારક અને પારદર્શી વ્યવસ્થાઓ થવી જોઈએ.

આ અરજી કરનારાઓમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામેલ છે. આ નેતાઓમાં શરદ પવાર, કે.સી. વેણુગોપાલન, ડેરેક ઓબ્રાન, શરદ યાદવ, અખિલેશ યાદવ, સતિશચંદ્ર મિશ્રા, એમકેસ્ટાલિન, ટી.કે. રંગરાજન, મનોજ કુમાર ઝા, ફારૃખ અબ્દુલ્લા, એ.એ. રેડ્ડી, કુમાર દાનિશઅલી, અજીતસિંહ, મોહમ્મદ બદરૃદ્દીન અજમલ, જીતનરામ માંઝી, પ્રો. અશોકકુમાર વગેરે દિગ્ગજોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એ પહેલા તામિલનાડુના એમ.જી. દેવશ્યામ સહિત બે અન્ય અરજદારોએ પણ ઈ.વી.એમ.ના માધ્યમથી થનારા મતદાનના ઓછામાં ઓછા ૩૦ ટકા મતોનું મેળવણું વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ સાથે કરવાની માગણી કરતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી, એ અરજી પર સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ આપી જવાબ માગ્યો હતો.

ગત્ મહિને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ચૂંટણીપંચને એક આવેદનપત્ર પણ સોંપ્યું હતું, અને નવેમ્બર-ડિસેમ્બરની વિધાનસભા ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને તથા શંકાસ્પદ ગતિવિધિઓને લઈને આશંકા વ્યક્ત  કરી હતી. તે પછી વીવીપેટ સાથે પ૦ ટકા મતોના મેળવણાની માંગણી વધુ ને વધુ તેજ બની હતી.

એ પહેલા ચૂંટણી પંચે પ્રવર્તમાન વ્યવસ્થા યથાવત્  રાખી હતી અને વ્યક્ત કરાયેલી આશંકાઓને સ્થાન નહીં હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી પંચે ઈવીએમ દ્વારા થતા મતદાનને યોગ્ય અને પારદર્શક ગણાવ્યું હતું, તેમ છતાં ઈવીએમ સામે ઊઠી રહેલી આશંકાઓને લઈને ચૂંટણી પંચે ઈવીએમ સાથે વીવીપેટની દેશવ્યાપી અને વ્યાપક વ્યવસ્થાઓની જાહેરાત કરી છે, જો કે હવે ઈ.વી.એમ. સાથે પરિણામો પહેલા જ પ૦ ટકા મતોની સરખામણીની માંગણી ઊઠી રહી છે.

આજે સુપ્રિમ કોર્ટમાં થનારી સુનાવણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણકે અત્યારે સુપ્રિમ કોર્ટ વીવીપેટ સાથે ઈવીએમની પ૦ ટકા સરખામણીનો ચૂંટણી પંચને આદેશ આપે, તો તેની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવા માટેનો સમય ચૂંટણી પંચને મુંઝવણમાં નાંખી શકે છે, જો કે ચૂટણી પ્રક્રિયા શરૃ થઈ ગઈ હોવાથી આ માટે મર્યાદિત સમય અને ટેકનિકલ વ્યવસ્થાઓ માટે સંસાધનો ઉપલબ્ધ છે કે નહીં, તે અંગે કદાચ ચૂંટણીપંચનો જવાબ પણ માંગવામાં આવી શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા આ માંગણી રાજકીય પક્ષોનો ચૂંટણીપંચ પ્રત્યેનો અવિશ્વાસ પણ દર્શાવે છે, તેથી ચૂંટણીપંચ પર વિશ્વસનિયતા ટકાવી રાખવાની જવાબદારી છે, તેવામાં હવે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પછી શું ફૈસલો આવે છે, તેના પર તમામ રાજકીય પક્ષોની નજર મંડાયેલી છે.

અત્યારે ઈવીએમથી મતદાનની તરફેણ કરી રહેલા ભાજપે જ વર્ષ-ર૦૦૯ માં એનડીએના પરાજય પછી ઈવીએમ સામે સવાલો ઊઠાવીને જબરદસ્ત ચળવળ આદરી હતી. આજે એનડીએ ઈવીએમ દ્વારા મતદાનની તરફેણ કરી રહ્યું છે. ચૂંટણી પંચે વીવીપેટની વ્યાપક વ્યવસ્થા કરીને આશંકાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વિપક્ષોનું કહેવું છે કે વીવીપેટ સાથે પ૦ ટકા મતોની સરખામણી તો થવી જ જોઈએ. આજે સુપ્રિમ કોર્ટમાં આ અંગે જે ફૈસલો આવશે, તેની દૂરગામી અસરો પડશે.

આ ઉપરાંત ઈ.વી.એમ., વીવીપેટ અનેઈટીએસ સાથે જોડાયેલા તમામ સોફ્ટવેરના સ્વતંત્ર ઓડિટની થયેલી માંગણી અંગે પણ આજે ચૂંટણીપંચ જવાબ રજૂ કરી શકે છે. ઈ.વી.એમ.ને હેક કરી શકાય છે,  તેવું અમેરિકન એક્સપર્ટસ પણ માને છે, જો કે ચૂંટણી પંચે આવી આશંકાઓને ફગાવી દીધી હતી, જેની સામે અરજદારોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. ઓડિટની આ માંગણી અંગે પણ સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો હતો.

વર્ષ ર૦૦૯ માં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઈવીએમ પર સવાલો ઊઠાવ્યા, ત્યારથી આ પદ્ધતિ સામે આશંકાઓ થતી રહી છે. ચૂંટણીપંચનો તર્ક એવો છે કે જો રાજકીય પક્ષનો પરાજય થાય તો ઈ.વી.એમ.ને ખામીયુક્ત ગણાવાય અને જ્યારે વિજય થાય, ત્યારે તેને યોગ્ય ગણાવાય છે, પરંતુ હકીકતે ઈવીએમની વ્યવસ્થા પારદર્શક અને ફૂલપ્રૂફ છે, અને તેને હેક કરી શકાતું નથી. આ અંગે હવે સુપ્રિમ કોર્ટમાં આખરી નિર્ણય શું આવે છે, તેના પર સૌની 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription