વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

એસ્સાર ગ્લોબલ દ્વારા ભારતીય તથા વિદેશી ધિરાણકારોને બાર હજાર કરોડ રકમની ચૂકવણી

મુંબઈ તા. ૧૧ઃ એસ્સાર ગ્રુપ ઓફ કંપનીઝની હોલ્ડિંગ કંપની એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (એસ્સાર ગ્લોબલ) આજે એના વિવિધ ભારતીય અને વિદેશી ધિરાણકારોને રૃપિયા ૧ર,૦૦૦ કરોડ (૧.૭પ અબજ ડોલર) ના ઋણના છેલ્લા હપ્તાની ચૂકવણી કરીને એનું તમામ ઋણ ચૂક્તે કરી દીધું છે. અગાઉ એસ્સાર ઓઈલના મોનેટાઈજેશનમાંથી થયેલી આવકમાંથી વિવિધ ધિરાણકારોને ઓગસ્ટ ર૦૧૭ માં રૃપિયા ૩૦,૦૦૦ કરોડ (પ અબજ ડોલર) નું ઋણ ચૂક્તે કરી દીધું હતું.

છેલ્લા બે વર્ષમાં એસ્સાર ગ્રુપે રૃપિયા ૧,૩૭,૦૦૦ કરોડથી વધારે (ર૧ અબજ ડોલર) નું ઋણ અદા કર્યું છે, જેમાંથી મોટા ભાગનું ઋણ ભારતીય બેંકીંગ સિસ્ટમમાં આવ્યું છે. આ ગ્રુપના કુલ ઋણનો ૮૦ ટકાથી વધારે હિસ્સો છે.

અત્યાર સુધી એસ્સાર ગ્લોબલે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને અંદાજે રૃપિયા ૬.૩૦૦ કરોડની ચૂકવણી કરી છે. આ સાથે આ બેંકોને તેમનું રૃપિયા ૩૧,પ૦૦ કરોડની લોનની સંપૂર્ણ ચૂકવણી થઈ ગઈ છે. જે તેમણે એસ્સાર ગ્લોબલને વર્ષ ર૦૦૮ થી વર્ષ ર૦૧૪ દરમિયાન એના મૂડીગત ખર્ચના કાર્યક્રમ માટે આપી હતી.

અત્યારે એસ્સાર ઓઈલને વીટીબીનું ઋણ ચૂક્તે કરવાનું છે જે છેલ્લા ત્રણ વર્ષથી ચોક્કસ મિલકતોને મોનેટાઈઝ કરવા એસ્સાર ગ્લોબલ સાથે કામ  કરે છે. જેથી એની બેલેન્સ શીટ વ્યૂહાત્મક રીતે હળવી થશે. ગ્રુપ પરનું ઋણ ઓછું કરશે અને ભવિષ્યમાં વૃદ્ધિ માટે એને રિપોઝિશન કરશે.

હાલમાં તમામ સુરક્ષિત ઋણની ચૂકવણી કરવા ઉપરાંત એસ્સાર ગ્લોબલે અન્ય તમામ ધિરાણકારો સાથે પતાવટ કરી છે. જેમણે અગાઉ એસ્સાર ગ્લોબલ મિન્નેસોટા લિમિટેડને લોન આપી હતી અને એસ્સાર ગ્લોબલમાંથી અનસિક્યોર્ડ ગેરેન્ટીની લાભાર્થીઓ હતી. જે ધિરાણકારો સાથે પતાવટ થઈ છે એમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં વિવિધ ભારતીયો બેંકો તેમજ ડેવિડ્સન કેમ્પ્નરની  આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ફંડનું કોન્સોર્ટિયમ સામેલ છે. ઉપર ઉલ્લેખિત પતાવટના ભાગરૃપે એસ્સાર ગ્લોબલે મેસાબી મેટલિક્સ ઈન્ક દ્વારા ઈશ્યૂ થયેલ ર૬૦ મિલિયન ડોલરની ફેસ વેલ્યુ ધરાવતી નોટની ખરીદી કરી છે. આ નોટ મેસાબીના તમામ ઋણમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે તથા એસ્સાર ગ્લોબલ માટે ઓછા ખર્ચના ખાણ કામમાં અને અમેરિકામાં મેન્નો ફોટામાં નિર્માણાધિન પેલેટ ઉત્પાદન પ્રોજેક્ટમાં એક વખત ફરીથી સહભાગી થવાનો માર્ગ મોકળો કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00